________________
પ્રકરણ ૩] જામનગરનું જવાહર.
* ૭. સ્પર્શ થતાં તેના મનમાં વિકાર ઉત્પન્ન થયો. તેમજ પિતે વૃતભંગ થતાં હવે ખીમરાને જ વરવાનો તેણે નિશ્ચય કર્યો. પરંતુ દ્વારકાની યાત્રા કરી આવી, વળતાં તેને વરવાનું મનમાં નકકી કરી તે સઘળી બીના ખીમરાને એકાંતમાં કહી. ખીમરે અત્યારેજ વરવા હઠ લીધી. પણ લેડણ આઠ દિવસમાં પાછા ફરવાનું વચન આપી સંધ સાથે દ્વારકામાં ગઈ લેડણને ખીમરાનું અહર્નિશ ચિંતવન થવાથી દ્વારકામાં એક રાત્રીએ ખીમરા ઉપર તેને ભયંકર સ્વન આવ્યું. તેમાં તે “ખીમરાને ખમાં” એમ બોલી ઉઠી બાજુમાં સુતેલા તેના ભાઈએ તે શબ્દ કાનોકાન સાંભળ્યા, તપાસ કરતાં કોઈ માણસ દ્વારા રાવળમાં બનેલી હકિકત તેના જાણવામાં આવી. સંધ પાછો ફરતી વેળાએ લેડણ ખંભાતણે ખીમરાને નવરાવવા ગમતીજળના બે કાચના સીસાઓ ભરી લીધા. તે હકિતથી તેના ભાઈને પાકી ખાત્રી થઈ. રાવળ નજીક આવતાં, સાથીઓને સંધની ભલામણ કરી, લોડણનો ભાઈ પાંચ સાત ઘોડેસ્વારો લઈ આગળ ગયો. રાવળગામથી અરધે માઈલ દૂર દ્વારકાને માર્ગે (આઠ દિવસની મુદત પુરી થતાં) ખીમરો લંડણના સંધની વાટ જેતે ઉભો હતો, સામેથી આવતા સ્વારોને ખીમરે પુછયું કે ભાઈ! લેડથું ખંભાતણનો સંધ આવે છે.” સ્વરો કહે “હા. પાછળ છે. તમારું નામ શું?” તે કહે “મારું નામ ખીમરો” બસ જેને શોધ હતો તેજ સામો મળ્યો. તેથી તુરતજ તેના ઉપર હલ્લે કરી ત્યાં જ કાપી નાખ્યું. રાવળ નજદીક આવતાં “સાની નામની નદીને કિનારે લોડણ રથમાંથી નીચે ઉતરી. ઉતરતાં જ તેનો પગ લપસી પાછો પડશે. ત્ારકામાં એક તો ખીમરાના મૃત્યુનું સ્વપ્ન આવ્યું હતું અને વળી રાવળ નજીક આવતાં પગ લપસ્યાનું અપશુકન થતાં, તેનું હદય બળવા લાગ્યું. તેથી થોડી વાર તે કિનારા પર બેસી ગઈ તેટલામાં ખીમરાના મતદેહને લઇ તેના સંબંધીઓ નદી કિનારે (સ્મશાને) દાહક્રિયા કરવા આવ્યા. તેમજ ખીમરાના કેટલાક સંબંધીઓ ખીમરાને મારનાર (લોડણના ભાઈ)ની પાછળ પડી તેને પણ મારી તેની લાશને પણ ત્યાં લાવ્યા. એ બંને મૃતદેહને ઓળખતાંજ લેડણ વિલાપ કરવા લાગી અને ગાંડાની જેમ બકવા લાગી તેણે રાત્રી પડતાં સુધી એકેય શબની દહન ક્રિયા કરવા દીધી નહિં અને હાલના કહેવાતાં લડશું તળાવને કિનારે ખીમરાની લાશને ખોળામાં લઈ તેણે આખી રાત્રી વિલાપમાંજ ગુજારી. તે સમયના તેણે બોલેલા દુહાઓ હાલ કાઠીઆવાડમાં પ્રસિદ્ધ છે. જેમાંના થોડા નીચે આપ્યા છે. બીજે દહાડે સવારે કુમારી વૃતના પ્રભાવે લોડણને સર ચડતાં સ્નાન કરી ખીમરાની લાશ ખેાળામાં લઈ ચિતા પર બેસી સુર્યદેવ સમક્ષ પ્રતિજ્ઞા કરી કે “આ ખીમરા સિવાય મેં કોઈ પણ પુરુષ ઉપર પ્રતિભાવ ન પરઠો હોય, તો અગ્નિ પ્રગટ થજે ” જોતજોતામાં તે કાષ્ટના ઢગલામાં અગ્નિ પ્રગટ થતાં રાવળના સેંકડો મનુષ્યો સમક્ષ તે ત્યાં સતિ થઈ. હાલ તે સ્થળે લેડણની, ખીમરાની, અને લાડણના ભાઇની એમ ત્રણેય ખાંભીઓ એકજ
- મેરીપર તથા ટંકારીએ જતા રસ્તા ઉપર માર્યો.
* રાવળના કપાસના જીનમાં હાલ તે ત્રણેય ખાંભીઓ છે. હું તે જોવા ગયો ત્યારે ત્યાં એક ખેડુતે તે ખાંભી સાથે બળદે બાંધેલાં હતાં. આવા પ્રાચિન ઇતિહાસની સાક્ષીરૂપ ખાંભીઓ જે આવી સ્થિતી લાંબો વખત ભોગવે તો નષ્ટ થાય. તેથી તેને જીર્ણોદ્ધાર કરાવવા