________________
ટ
શ્રીયદુશપ્રકાશ.
[તૃતીયખડ
તે પૃથ્વિપર પડતાં ત્યાંજ મરણ પામ્યા. ત્યારે ત્રીજો નટ જામનગરથી લગભગ પંદર ગાઉ ઉડી કાલાવડ શિતળામાતાના દેવાલયની સિદ્દી લાઇનમાં આવતાં, નદિ એળ ગ્યા પહેલા પશ્ચિમ કિનારા પર તેની બન્ને પાંખા કુદરતી રીતે તુટી જતા ત્યાં પડી મરણ પામ્યા. તેથી હજી લાકા કહે છે કે નટનું કાલાવડ કહેવાત તેમ ધારી માતાજીએ તેને ગામમાં આવતા અટકાવી શિતળાનું કાલાવડ' કહેવાનું કાયમ રાખ્યુ. હાલ તે નટની સમાધિ ધેાળાવડી નિંદ અને કપુરીયા વેાકળાના સંગમ તટે માતાજીના દેવળથી દક્ષિણે જામનગર જવાના રસ્તા ઉપરજ જીર્ણ સ્થિતીમાં મેાજુદ છે. કાલાવડ એ યાત્રાનું સ્થળ છે. તળપદમાં શિતળામાતા. પૂર્વે પ્રટકેશ્વર મહાદેવ, પશ્ચિમે સુરાપુરા, ઉત્તરે ગનીપીર તથા દાણીધાર, અને દક્ષિણે સતિમાતા, વગેરે બબ્બે ત્રણ ત્રણ ગાઉના અંદર એ ઐતિહાસિક પ્રાચિન સ્થળેા આવેલાં છે. જે પાંચેય સ્થળાની હકિકત અત્રે આપવામાં આવેલી છે,
(૧) શિતળા માતા—કાળા કાઠીના વખતમાં તેની સ્થાપના થયેલ છે. માતાજીનુ કળું છે. તેની બન્ને બાજુ પેાતાની છ બહેનેા અને એક ભાઈ છે. જેના નામેા અને નૈવેદ્ય નીચે મુજબ છેઃ
-
(નામેા) ઓરી, અછબડા, તાવલી, ધાસણી, નૂરખીખી. ખસ-ખરજી, અને રતવેલીયા નામના ભાઇ છે. તેને નૈવેદ્યમાં અનુક્રમે ચડાવવામાં ધરાવવામાં) આવે છે. શિતળામાતાને અભક્ષ્ય (માંસ મદીરા આદિ) નૈવેદ્ય ખપતું નથી, જેને શિતળા નિકળેલ હાય, તે માતાજી સમક્ષ આવી સાકર, ગાળ, ખજુર, તાંજળીયો, અને રૂપીઆ વગેરેથી ×નાલાય છે. તે તેઓના પુજારીએ લઈ જાય છે.
માતાજીના, રાજગર બ્રાહ્મણ અતીત બાવા અને નવા ફકીર એમ ત્રણે પુજારી છે. તેઓના એકેક માસના વારા હોય છે અને તે દરમિયાન જે માનતા આવે તે તેમને મળે છે. તેએ દરેક એકેક ચોપડા રાખે છે, તેમાં જાત્રાએ આવનારે શું શું માનતા ચડાવી, વગેરે મતલમની તેાંધ કરાવી નીચે તેમની સહી લે છે. તેએ આવનારની ઉત્તમ સરભરા કરે છે. માતાજીના દેવાલયને ક્રૂરતા જામશ્રી વિભાએ એરડા બધાવી આપ્યા છે. તેમજ એક નાજીક બંગલા છે. ત્યાં જાત્રાળુઓ આવી ઉતરે છે. ત્યાંની ઉત્તમ હવા, નદીએ, બારે માસ વ્હેતું સ્વચ્છ પાણી વગેરે આવનાર યાત્રાળુઓને ઘણાંજ ખુશી કરે છે. એ વિશાળ વડના પુરૂષાત્તમ ઘાટ ઉપર ધણાં લેાકેા વિશ્રાંતિ લે છે, ધેાળાવડી નદીના જળને અખૂટ પ્રવાહ 'છપ્પન' જેવા ભયંકર દુષ્કાળમાં પણ અંધ થયા નથી. એ
× જામશ્રી રણમલજી, જામશ્રી જશાજી, જામશ્રી સર, રણુજીતસિંહજી સાહેબ અને નામદાર નાનાબાશ્રી પ્રતાપ કુંવરષા સાહેબ, વગેરેતે શાળા નીકળેલ હેાવાથી, શિતળામાતાજી સમક્ષ તેાળાયા હતાં, તથા મારખી ઢાંકેારશ્રી સર વાધજી, ધ્રોળ કારશ્રીના કુમારસાહે, ગવરીદડ તાલુકાના યુવરાજશ્રી ભવાનસિંહજી, લોધીકા તાલુકદારશ્રી મુળવાજી સાહેબ વગેરે માતાજી આગળ તેાળાયા છે. ધણાં કાઠી દરબારે। અને મુબઇ સુધીના ઘણાં શ્રીમંત વના લાકા માનતાએ આવે છે. ભાગ્યેજ કાઇ હાડા યાત્રાળુ વિના ખાલી જતે। હશે.