________________
શ્રીયદુવંશપ્રકાશ. [તૃતીય ખંડ ગઢની રાંગ છે, તે ખડકી ડુંગર તરફનું નાકું ગણાય છે, શહેરનો ભાગ ડુંગર ઉપર પણ વસતો હશે કેમકે ત્યાં સુધી ઠેઠ ગઢની દિવાલ છે. ધુમલીના આથમણાં દરવાજાને સુરજમુખી દરવાજો કહે છે. તેનું બાંધકામ મજબુત અને નકશીદાર ચીત્રો વાળું છે. તે દરવાજા સામા કેટલાએક પાળીયાઓ નજરે પડે છે. તેનાથી આગળ ચાલતાં એક ધોળા પત્થરનું બાંધેલ તળાવ આવે છે. કાંઠે એક પડી ગયેલ દેવળ છે તેનાથી ઉતરે દેરાણુ જેઠાણની બે વાવ આવે છે. જેઠાણીની વાવ મેટી છે નાળ બુરાઈ ગઈ છે. અને દેરાણીની વાવ પણ પડી ગઈ છે. પણ આકાર મોજુદ છે. તે વાવથી વીણેયા ડુંગરની કેડી (નાનો રસ્તો) ફાટે છે. વીણેયાને અધે રસ્તે એક કિલ્લો છે તે કિલ્લામાં સોનકંસારીના ૧૦૦ દહેરાં હતાં તેમ કહેવાય છે. જેમાંના કેટલાંક હજી ઉભાં છે. એ દહેરામાં છો દીધેલી છે તે હજી પણ નવા જેવીજ જણાય છે. મેટા દેવળમાં એક રણછોડજીની મુતી છે. બીજા દેવળમાં એક બ્રહમાની મુતી છે બાકીના પડી ગયાં છે. દહેરાંના એક સ્થંભમાં લેખ છે. જેના અર્ધા અક્ષરો ખવાઈ ગયા છે. જેથી વાંચી શકાય તેવા નથી, તો પણ “સંવત ૧૩૪૦ના ફાગણ વદ ૧૧ સોમવાર એટલું સાફ વંચાય છે તે દહેરાં આગળ એક તળાવ છે તેને કંસારીનું તળાવ કહે છે. આસપાસના ખંડીયરને સેનકંસારીનું શહેર કહે છે. એનાં દહેરાઓ કોઈ મોટા પત્થર માંથી કોતરી કાઢેલ હોય તેવાં સુંદર છે. ધુમલી એ ગુહાલી શબ્દ ઉપરથી આવેલ હોય તેમ સંભવે છે ગુહા એટલે ગુફા આલી એટલે હાર “ગુફાઓની હાર” એ નામ તે શહેર ડુંગરમાં આવેલું તેથી આપવામાં આવેલું હશે. તે ખંડીયરમાંથી ગંધી નામના સીકકાઓ મળી આવે છે.
બરડો–એ ડુંગરમાં પેટા ડુંગરો જેવા કે આભાપરો, દંતાળ, વીડોયો, હોળીધો, માલક, ચરકાળે, સોનીડો, નાના મેટા હડીયાર, કાળો ડુંગર વગેરે છે, એ ફરતા ડુંગરો વચે એક કીલેશ્વર મહાદેવની જગ્યા છે, જે ઘણી રળીયામણી છે. તેથી ઉતર બાજુએ આભાપરો ડુંગર છે તે ઉપર શુભિત કિલ્લો ધુમલીના પ્રખ્યાત હલામણ જેઠવાના દાદાઓને બાંધેલ છે. અને તે ઉપર મહાદેવનું દેવળ વગર લીંગનું છે. ભાણવડથી કાલેશ્વર
૨૯ સેનકંસારી-દંત કથા છે કે આરાંભડામાં દુદા વાઢેરને ત્યાં એક કન્યાને જન્મ થયે, ત્યારે તેને બે દાંત હોવાથી રાજાએ બ્રાહ્મણોના કહેવાથી વહેમાઈ તેને પેટીમાં પુરી દરીઆમાં તરતી મુકી હતી, તે પેટી તણાતી તણાતી મીયાણું (મીનલપુર)માં એક કંસાર જે સમુદ્ર નહાવા ગયેલ તેને મળી. કંસારાને ત્યાં તે કન્યા ઉછરી અને તેના શરીરનો રંગ કુંદન [સેના] જે હેઈ તેનું નામ સેન-કંસારી ઠર્યું. મીયાણીનો રાજા પ્રભાતચાવડા તે કન્યા ઉપર મોહીત થયો. પણ સેને તેને વરવાની ના કહેતાં, કંસાર તે કન્યાને લઇ ઘુમલીના રાજાને શરણે આવી રહ્યો. અને ત્યાંના રાજાને તે કન્યા ઇચ્છાવર વરતાં તેણે બરડા ડુંગરમાં શહેર બંધાવી દેવાલય અને તળાવ રચી પિતાનું નામ કાયમ રાખ્યું. હાલ તેના ખંડીયર મોજુદ છે. હલામણને દેશવટો પણ મળવાનું કારણ તે હતી, જેના દુહાઓ અને વાત જગપ્રસિદ્ધ છે. –