________________
શ્રીયદુવંશપ્રકાશ. [તીય ખંડ ઉત્તમ પ્રકારની કારીગરી બનાવે છે. આ રાજ્યમાં સ્ત્રી વર્ગ ભરત, ગુથણ, શીવણ અને આળેખવાના કામમાં કુશળ છે. ચાકળા, ચંદરવા, તોરણ, સાખીયાં, વીંઝણ, ઈંઢોણી, એવી ધણી ચીજો પિતાના હાથે બનાવી તેમાં આભલાં તથા મોતીઓ ભરીઉત્તમ કારીગરી કરે છે. ગામડાંએમાં પણ લોકે ગારમાટીના ઘરને લીપી છુપી રંગબેરંગી માટીને ઘોળ દઈ, તેમાં કાચના નાના અરીસા, આભલાં, કેડ, છીપ, ચણોઠી, વગેરે એડી સુશોભિત બનાવે છે. તેમજ અભેરાય કઠલા, ડામચીયા, ઝમરૂખ (દીવો રાખવાનું) વગેરે માટીના બનાવી તેમાં રંગ પુરી ઉપર પ્રમાણે ચડી વગેરે ચોડી મને રંજક બનાવે છે. જામનગરમાં કંઈ લેકે સ્વાદિષ્ટ અને લીજતદાર અનેક પ્રકારનાં મસાલાવાળી મીઠાઈઓ બનાવે છે. જેનું વર્ણ નહિ કરતાં, વાંચક એક વખત તે મીઠાઈ જમશે તે પછી તેને બીજા શહેરની મીઠાઈ પસંદ નહિ પડે તે પ્રત્યક્ષ અનુભવ થશે,
શહેર વર્ણન –સમુદ્રથી ચાર માઈલ ઉપર દક્ષિણે રંગમતિ નાગમતિના કિનારાના ઉપર આ શહેર આવેલું છે. શહેરની બાંધણી તથા ફરતે વિશાળ કિલ્લે પત્થરને છે. તે કિલ્લે જામશ્રી જસાજી (બીજા)ના રાજ્યઅમલમાં મેરૂ ખવાસે વિ. સં. ૧૮૪૪માં બાંધેલો છે. તે કિલ્લાને સાત દરવાજા (૧) બેડીને દરવાજો (૨) ખંભાળીયાનો (૩) કાલાવડને (૪) નાગનાથને (૫) બીડભંજનને (૬) જાને (૭) ધુંવાવનો તથા પાંચ બારીઓ (૧) આશાપુરાની બારી (૨) મચ્છીપીઠની (૩) ઘાંચીની (૪) પુરબીયાની (૫) સુરજબારી છે. કિલાને ફરતી ખાઈ છે. પણ હાલ તે કેટલીક જગ્યાએ પુરાઈ ગઈ છે. તળાવ કિનારે એક નો દરવાજો તથા રેલવે સ્ટેશનથી ગ્રેન મારકીટમાં માલ લાવવા માટે એક બીજે દરવાજો (નાગનાથના નાકા આગળ) હાલમાં વિશેષ મુકવામાં આવ્યા છે. ગઢની વજેરી, કાઠાઓ, ઘણું વિશાળ અને મજબુત છે. પશ્ચિમ બાજુએ કેડે, લાખે, નામનાં મોટાં બે ભવ્ય મકાને જામશ્રી રણમલજી (બીજા) એ બંધાવેલાં છે. તેવાં મજબુત બાંધણીના મકાન હાલમાં કાઠીઆવાડમાં કોઈ બીજા સ્થળે નથી. ગઢની અંદર તેમજ બહાર (લાખોટો વચમાં) એમ બંને બાજુ શહેરમાં તેમજ બહાર મળી ૭૦૦ એકરના વિસ્તારવાળા તળાવમાં રંગમતિ
+ કોઈ એક રાજાના પર રૂષિને કેપ થતાં તેના શહેરના તમામ દરવાજા બંધ થઈ જતાં ઊઘાડયા નહિં પછી તેજ રૂષિના અનુગ્રહથી કોઈ એક પતિવ્રતા (સતી) સ્ત્રીએ (કહેવાય છે કે તેનું પતિવ્રત બતાવવા સુતરને કાચે તાંતણે કુવામાંથી ચાળણીમાં પાણી સીંચી કાઢી બંધ દરવાજાઓને તે જળની અંજળી છાંટી) ખેલ્યા હતા. તે દહાડે એક પુર્વ દીશાને દરવાજે તેને નહિં ખોલતાં તેમને તેમ બંધ રાખ્યો હતો ત્યારથી જે શહેરને મિલે હોય તેને પુર્વ બાજુનો એક દરવાજો કાયમ બંધ રાખવાનો પ્રબંધ થયો છે. કદી કઈ તે દરવાજો ખેલે તો કહેવાય છે. કે અરીભય અથવા લડાઈકે દુષ્કાળ પડતાં જાનમાલની ખુવારી થાય, તેથી કીલ્લો ચણાવતી વખતે જ તે દરવાજાને કમાડ ચડાવી બંધ કરી સાચવણ અને ભેગળો ભીડી કાયમના માટે બંધ રાખે છે તે દરવાજો “સુરજ દરવાજાના” નામે ઓળખાય છે.