________________
પ્રકરણ પહેલું] જામનગરનું જવાહર. નદિની નહેર ત્રણ માઈલથી ખોદાવી, પાણી ભર્યું રહેવા ગોઠવણ કરેલી છે. લડાઈઓ વખતે દારૂગોળ (મેગેઝીન) તોપખાનું વગેરે સહીસલામત જળવાઈ રહે તે માટે ફરતું પાણી અને વચ્ચે લાટાનું મકાન બાંધેલું છે. હાલ તેના ઉપર “સર્ચ લાઇટ' રાખેલ છે જેને પ્રકાશ ઘણું માઈલ સુધી જાય છે. ગઢની દક્ષિણ બાજુ પંજુ ભટ્ટની પુરાતની વાવ છે. જેમાંથી આખા શહેરને નળ વાટે ઘણું વર્ષોથી પાણી પુરું પાડે છે. શહેરનાં પરાં શીખેને વિસ્તાર આઠથી દસ માઈલને હશે. જુના વખતની બાંધણીનું નગર વસ્તીથી ખીચોખીચ સાંકડી બજારો વાળું હોવાથી મચ્છર, મેલેરીયા અને પ્લેગના ત્રાસથી લેકે ખુબ હેરાન થતાં, તેનાથી અમારા લોકપ્રિય મમ મહારાજા જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ બહાદુરે, મુક્ત કરી શહેરને કાઠીયાવાડનું પારીસ બનાવ્યું છે. મુખ્ય રસ્તાઓ –સ્ટેશન રોડથી આરંભી એડીગેટ રેડ, (બેડીના દરવાજાની બંને બાજુ નવા બે દરવાજા બનાવી એકમાંથી શહેરમાં આવતી ટ્રામ અને બીજા ત્રીજામાં વાહન ડાબી જમણી બાજુમાં ચાલે જેથી અકસ્માત બને નહિ તેવી ગોઠવણ કરી છે) ચેમ્સફર્ડ વેજીટેબલ અને ટ મારકીટ' તેના ચેકમાં માજી હિન્દી પ્રધાન ડે મેષુનું સ્ટેચ્યું (બાવલું) છે. ત્યાંથી આશાપુરા રોડ શરૂ થાય છે. ત્યાં કાપડના વેપારીઓ બેસે છે. તે રેડથી પશ્ચિમ બાજુના કુટ પાથ પર મહારાજાશ્રીના કુળદેવી આશાપુરાનું આરસનું દેવાલય જામનગરની કારીગરીમાં વૃદ્ધિ કરે છે. ત્યાંથી દરબારગઢ જેની અંદર ચંદ્રષહેલ નામને રાજ મહેલ છે. અને ઉપર જામગ્રીને “જય આશાપુરાને વાવટા ફરકે છે. તે દરબારગઢ સામે “વીલઝન કેસઃ' નામને અધ ચંદ્રાકાર) વિશળ એક છે. તેના ઉપર દરેક ઓફિસે (કેટે) છે. તેથી પશ્ચિમે રાજેન્દ્ર શેડ છે. ત્યાં કટલરી સામાનની દુકાનો છે. જ્યાં જુની થાંભલી' છે. દક્ષિણુ બાજુ જુમામજીદ પાસે જતાં બધનચોક આવે છે. જ્યાં સાંજે દરરોજ ગુજરી ભરાય છે. ત્યાં કોઈની કંસારાઓની, અત્તરીયાઓની, અને કટલરીની મનમેહક એક સરખી લાઇનની દુકાને છે. ચેકમાં અનેક પદાર્થો ગુજરીમાં વહેચાય છે. ટેકશી ગાડીઓ પણ ત્યાં મળે છે. તેની પશ્ચિમે માંડવી ટાવર આગળ થઈને જતાં ત્યાં ઘનશ્યામ બેન્ક તથા રાજવૈદ ઝડુંભટ્ટજીનું ઔષધાલય આવે છે. ત્યાંથી સિધો ખંભાળીયાને દરવાજો છે કે જેની બાંધણી અને કમાડ ઉપર લેખંડના ખીલાઓ ભુતકાળની લડાયક પ્રસંગે સ્મતે શહેરના રક્ષણ માટેની ઉપયોગિતાને ખ્યાલ આપે છે. શહેર વચ્ચેના જૈન દેરાસરોના વિશાળ ચોકમાં ઝવેરીઓ અને સોનીઓ બેસે છે. જ્યાંથી બીજી ત્રણ સડકે નીકળે છે, જે સીટી ડીસ્પેન્સરી પાસે થઈ બેડી રોડને મળે છે. આ તમામ રસ્તાઓ લગભગ ૫૦ ફુટ પહોળા અને ડામર પાથરેલા છે. અને તેની બન્ને બાજુએ કુટપાટ અને દુકાનો એક જાતની સરખી લાઇનની ઉત્તમ પ્રકારની બાંધણીની કારીગરીવાળી છે. ત્રીસ વર્ષ પહેલા જામનગરમાં આવેલ માણસ આજે એ બજારમાં આવી ઉમે તે જરૂર કહે કે “મેં જોયેલું જામનગર આ નહિ” બીજી નાની બજારે હજી અગાઉની બજારોનાં નમુના રૂપ મેજુદ છે. તે અગાઉની બજાર જેવી કે કુલ બજાર, પાટલા બજાર લીંડી બજાર, સાકરીયા બજાર, ખજુર બજાર, સાકરીયા બજાર, કંસારા બજાર, કાપડ બજાર, કણ બજાર, અગર ચેખા બજાર, વગેરે નામથી ઓળખાતી. શહેરના પ્રખ્યાત લતાઓ ઘણાં વર્ષોથી નીચેના નામે ઓળખાય છે; નાગર ચકલે, કાછ ચકલે, વજીર ચલે,