________________
શ્રીયદુવંશપ્રકાશ.
[વતીયખંડ
છે પ્રકરણ ૩જુ છે
આ ઐતિહાસિક પ્રખ્યાત સ્થળ 3
ગાધવી–આ સ્ટેટના તાબાના કલ્યાણપુર તાલુકાનું તે એક નાનું ગામ છે. તે ગામની નજીક કેયેલા નામના ડુંગરમાં હરસદ–હરસિદ્ધિ માતાનું સ્થાનક છે. કાઠીયાવાડ સર્વ સંગ્રહના કર્તા લખે છે કે “અણહીલવાડને ભીમદેવ સેરઠી સોમનાથ આગળ મહમદથી હારી ગન્ડબના કિલ્લામાં ભરાયાનું ફરી સ્થાનમાં લખ્યું છે. તે ગડબ આ ગાંધવી હશે ગાંધીના પાસે કેટલીએક નાની નાની ડુંગરી છે. તે કોયલાની ડુંગરીઓ કહેવાય છે. તે વિષે કહેવાય છે કે પાર્વતીને શિવ સાથે કલહ થયો ત્યારે કેયલનું સ્વરૂપ ધારણ કરી અહિં વાસ કર્યો હતો. તે તેથી કોયલા ડુંગરને નામે ઓળખાય છે.” ત્યારે બીજી પૌરાણિક વાત એવી છે કે–તે ડુંગરમાં ગાંધો રાક્ષસ રહેતો હતો તેને મારવા માટે શ્રીકૃષ્ણ પરમાત્માએ મહાકાળીને બોલાવતાં, માતાજી કયેલ સ્વરૂપે આવી તે ડુંગરની ટોચ ઉપર બેઠાં તેથી તે ડુંગરમાં ગાંધવા દૈત્યની જે માયા હતી તે તમામ બળી ભસ્મ થતાં કાયલા થઈ ગઈ તેથી તે કાયેલ ડુંગર કહેવાય છે. પછી શ્રાકૃષ્ણ ભગવાનની આજ્ઞાથી માતાજીએ ગાંધવા રાક્ષસને માર્યો. દૈતયને માર્યા પછી શ્રીકૃષ્ણ માતાજીની તે ડુંગરની ટોચ ઉપર પ્રતિષ્ઠા કરી. પરંતુ માતાજીએ દૈત્ય સાથે યુદ્ધ કરેલ તેથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં, ક્રોધ દૃષ્ટિ કાયમ રહી. અને એ ક્રુર દષ્ટિના યોગે સમુદ્રમાં જયાં સુધી દષ્ટિ પહોંચતી, ત્યાં સુધીમાં નીકળતાં વહાણોનો માતાજી અંતરિક્ષથી ભોગ લેતાં. (સમુદ્રમાં ગારદ થતાં) એ ગાંધવા દૈત્યનું સ્થળ હોવાથી તે ગામનું નામ ગાંધવી અને માતાજીનું ઉપનામ પણ ગાંધવીમાતા કહેવાયું.
પ્રભાત ચાવડો-ગાંધવાથી પુર્વમાં દોઢેક માઇલનો ખાડીને સામે કાંઠે હાલ મીયાણું નામનું (પરબંદર તાબાનું) પુરાતની શહેર છે. તેનું પ્રાચિનકાળમાં મીનલપુર નામ હતું. તે વખતે તેમાં ૩૬૦ દેરાઓ અને ૩૬૦ પગથીઆવાળી વાવ હતી. તેમજ ૩૬૦ પાણુની ઘાણીઓ હતી, હાલ તેમાં ૫૦ દેરાઓ, ૪૦ ઘાણીઓ અને ૨૫ વવો પુરાતની જોવામાં આવે છે. શહેરને ફરતો પડી ગયેલ કિલે છે. સમુદ્ર કિનારે દૂર બ્રહ્માજીનું પુરાતની દેવું છે. ગામ આખામાં પત્થરને જ રસ્તો છે ઘુળ શોધી પણ જડે તેમ નથી. હાલ વસ્તિનાં ઘર માત્ર ૨૦૦ની અંદર વાઘેર કોળી અને લુવાણાંના છે. ગામની અંદર પુરાતની દરબારગઢ છે તે પ્રભાતચાવડાના દરબારગઢને નામે ઓળખાય છે. તે પ્રભાતચાવડા (ત્યાંનો રાજા) એકવખત નવરાત્રીના સમયે વેરબદલ કરી, જ્યાં સ્ત્રીઓ ગરબા ગાતી હતી ત્યાં જોવા ગયે મોડી રાત્રે ગરબા ગાઈ દરેક સ્ત્રીઓ પિતાને ઘેર જતી હતી. તે ટોળામાંથી એક ખુબસુરત મનમોહક ચહેરાવાળી સ્ત્રી શહેરના દરવાજા બહાર નીકળતાં, તે તેની પાછળ ચાલ્યો. એ સ્ત્રીના વેષે હરસિદ્ધિમાતા પિતે ગરબા ગાવા આવેલાં હતાં, માતાજીએ શહેર બહાર નીકળી બાળસ્વરૂપ ધારણ કર્યું તે પણ તે પાછળ ચાલ્યાસમુદ્રની ખાડી નજીક આવતાં માતાજીએ વૃદ્ધ શરીર ધારણ કર્યું. છતાં તે રાજા ચેત્યો નહિ તેથી માતાજીએ તેની કુદષ્ટિ પારખી શ્રાપ આપ્યો કે