________________
પ્રકરણ ૩] જામનગરનું જવાહર.
૪૩ હે દુષ્ટ તું કુદષ્ટિથી મારી પાછળ આવ્યો છે માટે હું તારું ભક્ષણ કરીશ, તું દરરોજ રાત્રે કેયલા ડુંગર પર આવજે નહિ તો હું તારા રાજ્ય પાટને પાયમાલ કરી, તારું તથા તારા સર્વે કુટુંબનું ભક્ષણ કરીશ.” એમ કહેતાં અદશ્ય થયાં. બીજી રાત્રે માતાજીનું વચન માની પ્રભાતચાવડે કાયલાડુંગર પર ગયો. ત્યાં દેવીની આજ્ઞાથી તેલની ઉકળતી કડામાં પડી પિતાને ભોગ આપે. ત્યાર પછી દેવીએ ખુશી થઈ સજીવન કરી તેને કાયમ તે પ્રમાણે આવી આત્મબલિદાન આપવાનું કબુલ કરાવી પાછા મોકલ્ય, અને રાજ પણ દરરોજ તે પ્રમાણે ભેગ આપવા જતો.
રાજા વીર વિક્રમ–કહેવાય છે કે રાજા વીરવિક્રમ જ્યારે દ્વારકાની યાત્રા કરી વળે ત્યારે પ્રભાત ચાવડે પોતાના સંબંધને લીધે તેને પિતાને ત્યાં બીજમાન તરીકે રોકે. તે વખતે વીરવિક્રમે તેનું કૃષિ શરીર જે તે વિષેનું કારણ જણાવવા આગ્રહ કરતાં, તેણે સર્વ બીના જાહેર કરી. પરદુઃખ ભંજન વિકમે તે રાત્રે તેના બદલામાં ત્યાં જઈ પિતાના શરીરને ચીરી તેમાં અનેક જાતના મસાલાઓ ભરી, દેવીને આત્મ ભોગ આપે. માતાજી તેથી બહુ પ્રસન્ન થતાં તેને સજીવન કરી અને “માગ માગ” એમ બે વખત કહેતાં તેણે બૅવચન માગ્યા. (1) પ્રભાત ચાવડાનો ભંગ ન લેવાનું કબુલાવ્યું. (૨) પોતાની સાથે ઉજજનમાં આવી રહેવાનું વચન માગ્યું. માતાજીએ પહેલી માગણી સ્વિકારી અને બીજામાં શરત કરી કે રાત્રે ઉજજન અને દિવસે અહિં રહીશ તેમજ તારે ભાલે બેસી સાથે આવીશ પણ રસ્તામાં ભાલું પૃથ્વિ પર મેલીશ તો હું ત્યાંજ રહીશ” ત્યાર પછી પ્રભાત ચાવડાને એ દુઃખમાંથી મુકત કરી, વિક્રમરાજા ઉજન ગયો. તે વખતે તેની સાથે જ તેના ભાલા ઉપર માતાજી કાળી દેવીને સ્વરૂપે આવી બીરાજ્યાં. મુસાફરીમાં રાત્રે ભાલું પૃથ્યિપર નીચે નહિં મેલતાં ઝાડની ડાળીએ વળગાડે, તેમ કરતાં કરતાં ઉજજન પહોચતાં ક્ષીપ્રા નદીને કિનારે (ચંદ્રપીયાં મશાણે) વિક્રમને પેશાબની હાજત થતાં, ઘોડેથી નીચે ઉતરી ભાલું એક અનુચરને આપી તે ભાલું જમીન પર નહિ મેલવાનું કહી, પિશાબ કરવા દૂર ગયા. પરંતુ માતાજીને તેજ સ્થળે રહેવા ઇચ્છા થતાં, તેણે ભાલા પર અણુતલ ભાર મેલ્યા. તેથી તે માણસે ભાલું પૃથ્વિપર ખેડયું વિક્રમે ત્યાં આવી માતાજીને ઉજજનમાં આવવા ઘણું વિનવ્યાં, પણ ત્યાં જ રહેવાની દેવીએ ઈચ્છા જણાવતાં ત્યાં ક્ષીપ્રા કિનારે (શ્મશાનમાં) વિક્રમે સુશોભીત દેવાલય ચણાવી માતાજીની પ્રતિષ્ઠા કરી. હાલપણું માતાજી ઉજજનથી સવારે નવ વાગ્યે ગાંધીને મંદીરે આવે છે. તેમ માની તે વખતે દ્વાર ખોલી આરતી કરે છે. અને રાત્રે નવ વાગ્યે થાળ જમાડી પિઢાડે છે. તેમજ ઉજજનમાં રાતે નવ વાગ્યે મંદીર ઉઘાડી આરતી ઉતારી દશન કરી માનતાઓ વગેરે ધરાવે છે. દિવસનું દેવાલય બંધ રહે છે. અને ગાંધવીમાં રાત્રે દેવાલય બંધ રહે છે.
- ગાંધવિ નવ બજે મંદીરના દ્વારે સ્વાભાવિક ખુલી જતાં અને માતાજીની મૂર્તાિ પર પસીનાને દેખાવ થાય છે તેમ ઘણુઓનું માનવું છે. પણ અમારા જેવામાં તેવું કાંઈ આવ્યું નથી. તેવું સેંકડો વર્ષો પહેલાં બનતું હોય તે ભલે. હાલ તે લોકેની અંધશ્રદ્ધા છે. [ઇ કર્તા ]