________________
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતીયખંડ ૪૦-૫૦ વર્ષ પૂર્વે હાઇસ્કુલના મકાન વાતે બનાવ્યાં હતાં. તે બનાવવામાં સાદાં ઓજારો અને ભદ્દી ખુલ્લી હતી અને બળતણમાં કુચે વાપર્યો હતો. સુંઠીયાની કાંકરી–ઘોળા પાણીના ટોડા, છેલ, છીપલાં અને મકલાઇના પાણીને ચુને થાય છે. સુંઠીઆની કાંકરીને પણ ચુને થાય છે. તેમાં હાઈડલીકનો ગુણ વધારે છે, તેથી તે ઘણે ચિકાશવાળો અને પાણીમાં તુરત જામી જાય તે થાય છે. તે નદીના કાઠાં ઉપર ઘણી જગ્યાએ ગોરમટી મીશ્રીત મળે છે. દરિઆકાંઠે કેટલાક ધાળા પાણીના ટોડાં નીકળે છે. તે કાચા આરસની જાતના હોય તેવાં છીણ પોકળાં અને સખત છે. તેને ચુનો પ્લાસ્ટરના કામમાં આવે છે. ચીરડી પણ આ રાજ્યમાં ઘણે સ્થળે નીકળે છે. તેને દળી, બુક કરી, ચુના સાથે અસ્તરના કામમાં વાપરવાથી મજબુત અસ્તર બને છે. તે ભાટીયા તરફ જથ્થાબંધ નીકળે છે. કૃષિ કર્મ (ખેતી) આ સંસ્થાનની જમીન (1) કરાળ, (૨) કેબી, (૩) ધારવાળી, એમ ત્રણ પ્રકારની છે. તેમાં મુખ્ય પેદાશ-જુવાર, બાજર, તલ, (અષાડી) તલી, અડદ, મગ, ચણા, ઘઉં, કપાસ, કમોદ, કળશી, મઠ, રાઈ, વગેરે અનાજની છે. તે સિવાય કાંગ, બંટી, ચણા, સુવા, મેથી, મરચાં, એરડી લસણ અને મગફળી વગેરેનું વાવેતર થાય છે. ધુંવાવ તથા રાવળમાં ઘેડ કરી લેકે કમોદની ઉપજ બહુ સારી કરે છે. તે ઉપરાંત રાતી, ઘેળી, અને મેરસ વગેરે જાતની શેરડીનું વાવેતર કરી ઉમદા પ્રકારનો ગોળ બનાવે છે. જેડીયા, કાલાવડ કારણું, વગેરે સ્થળે તેમજ ઉ. અને આજી નદીને કિનારે લેકે કુવા ખોદતાં નજીકમાં પાણી મેળવી શકે છે. સ્ટેટમાં લગભગ નવા કુવાઓ ૧થી ર૦ હજારની સંખ્યાના થાય છે. લગભગ વીસેક વર્ષથી ભાગ બટાઈનું ધારણ કાઢી નાખી, એસેસમેન્ટ (વીટી) સીસ્ટમ દાખલ કરી છે. જંગલ ખાતું (ફોરેસ્ટ)–બરડા, આલેચ, દલાસા વગેરે સ્થળે સે સે ચોરસ માઈલના વિસ્તાર વાળાં જંગલે છે. તેમાં ઈમારતી કામમાં આવે એવું લાકડું, સાગ સાજડ, સીસમ, ઇલેચ, વગેરે જાત જથ્થાબંધ થતી નથી, પણ એ ખાતે કાળજી પૂર્વક સંભાળ રાખતાં તેનાં વાવેતર થયાં છે. વાંસ (વળી પરોણ ડાંગ વગેરેના સેટા) આમળા બેડાં, હરડાં, અરીઠા, કરમદાં, રાણ, ગંદા, સીસેટી, વગેરેનાં ઝાંડે છે. તથા આસુંદ્રા, ખાખરા, ટીંબરવા, વગેરે પત્ર ઝાડા, ધાવળી ગરમાળે, મીંઢી આવળ, કફ-કરીઆ, વગેરે અને ૬ જાતની ઔષધિ તે ડુંગરમાં છે. (ધન્વન્તરી તુલ્ય ઝંડુ ભટજી, બરડા ડુંગરમાં અનેક પ્રકારની ઉત્તમ ઔષધિઓ હોવાનું કહેતા હતા, તે સિવાય ખરાબામાં બાવળો તથા તાડીઓના જંગલ તેમજ જેડીયા, બાલંભા, વગેરેના રણમાં નાળીયેરીના જંગલે છે. રાવળ વગેરે સ્થળે પુષ્કળ આંબાઓ અને અન્યત્ર સ્થળે વડ, પિપળાં, લીબડાં, આંબલી વગેરેના પુષ્કળ ઝાડે છે. તેમજ જંગલમાં ઘાસના મેટાં વડ છે. તેથી બરડા, બારાડીમાં, માલધારી લેકે (ચારણ, રબારી ના નેસ ઘણું છે. જ્યાં ઉત્તમ પ્રકારનું ઘી મળે છે. આવળ. ગોરડ, ગુગળ અને કેરડાં પણ પુષ્કળ પાકે છે. ધુંવાવ, જાંબુડા વગેરે સ્થળે જંબુડીના પુષ્કળ ઝાડો છે, જે આસપાસના પ્રદેશમાં વખણાય તેવાં ઉત્તમ છે. જામનગર, ધુંવાવ. ધુમલી વગેરેમાં કેળાં, દાડમ, જામફળ, સીતાફળ, પોપયા, વગેરે પુષ્કળ પાકે છે. જામનગરમાં ડેલેર, મેસની ગુલાબ, ગુલદાવળી, મેગરા અને જુઇ આદિ ઉત્તમ પ્રકારના કુલઝાડે છે. કારીગરો તેની ફુલગુથણ દેવાલયોમાં ભરે છે. અને સંખ્યાબંધ બજારમાં સસ્તે ભાવે વેચાય છે. તેમાંથી કુલેલ તેલ, સુગંધી તેલ, ગુલાબજળ, અત્તર વગેરે કારીગરો બનાવે છે.