________________
. ૨૪૦
શ્રીદુવંશપ્રકાશ.
દ્વિતીયખંડ | પૃષ્ટ ૬૧૧ ભાગ ૧) તેમ સેરડી તવારીખના કર્તા પણ એ પાંચ જાગીરદારે વચ્ચે એક
સકે રાજ્ય કર્યાનું લખે છે. હાલ તે રાહના વંશજો રાયજાદા, સરવૈયા, ચુડાસમા, અને રાહ વગેરે અવટંકથી કાઠીઆવાડ, પ્રાંતમાં છુટી છવાઈ જાગીર ભેગવે છે. એ પ્રમાણે દેવેન્દ્રના ત્રીજા કુમાર ગજપત વંશ રાજા તરીકેનો રા' મંડલિક સુધી ચાલ્યો. પ્રથમખંડની પ્રથમ કળામાં પૃષ્ટ ૨૫મે દેવેન્દ્રને દુહે છે કે
પુત્ર સુધારેલા ! વોલ માં ઘર વાર છે
(૨) માત (૨)નરપત (રૂ) પંત જૈ (૪) ભૂપત મુખારાશા * (૧) અસપતને મહમદ પિગંબરે મુસલમાન બનાવ્યું. તેને ચગદાવંશ-મુગલવંશ ચાલ્યા) ' (૨) નરપતને જામ પદવી મળી તેના વંશજો જામનગર, જ કચ્છ, ગંડળ, મોરબી, ધોળ,
રાજકોટ અને તેની શાખાના તાલુકાઓમાં રાજ્ય કરે છે. એ સઘળો ઇતિહાસ પ્રથમ ' અને દ્વિતીયખંડમાં વિસ્તારપૂર્વક કહેવામાં આવેલ છે. (૩) કુમાર ગજપતના (ચુડાસમા વંશને) ( ઇતિહાસ ઉપર કહેવામાં આવ્યો અને (૪) કુમાર ભુપતનો ભદી વંશ પણ જેસલમેર રાજ્યના
ઇતિહાસમાં વર્ણવેલ છે એવી રીતે પ્રથમ ખંડ તથા દ્વિતીખંડમાં “યંદુવંશ” વર્ણન પૂર્ણ કરી, Lછેવટ યદુવંશી રાજ્યો હીંદુસ્તાનમાં કેટલાં છે તે જાણવાનું પત્રક આપી આ દ્વિતીય ખંડ
પૂર્ણ કરવામાં આવે છે. '' - '૪ કિરોલી રાજ્ય રજપુતાનામાં છે તે પણ યદુવંશનીજ શાખા છે
* સાંતલપુર તાલુકે–આ તાલુકે કચ્છની શાખા છે અને પાલનપુર ઇલાકામાં આવેલ છે. તેની ચારેબાજુ કચ્છનું રણ છે ચાડસર સહીત બન્ને ભાગોની મળી જમીન ૪૦૦ ચ૦ માઈલની છે. ૩૩ ગામો છે ને તેમાં કુલ વસ્તી ૧૮૦૦૦ માણસની છે. ખંડણી કોઈને આપતા નથી અગાઉ તે તાલુકા ભાગ સીંધ તરફના મુસલમાન ન હતું તે પછી ઝાલા રાજપુતોની સતા થતાં સાંતલઝાલાએ એ સાંતલપુર વસાવ્યું, તેઓ સરધારના લુણાજી વાઘેલાની બેન સાથે પરણ્યા હતા. લુણાજીએ ચડાઈ કરી સાંતલપુર લઈ લીધું તે લુણાજીના વંશજો સુખાજ વાઘેલા પાસેથી કચ્છના રાવશ્રી ખેંગારજી (પહેલા) એ તે સાંતલપુર લઈ લીધું તે પછી તે ભાગ રાઓશ્રીના ભાયાતોને છવાઈમાં મળ્યો આ તાલુકાના ગામે ઘણાંખરાં ભાયામાં વહેંચાઈ ગયાં છે. પરંતુ તેમાં મુખ્ય બે ભાગીદારે મોટા હાઈ ઠાકોરના નામથી ઓળખાય છે. (૧) ઠાકર શ્રી લાખાજી આડેશર ગામે અને (૨) ઠાકારશ્રી દેવીસિંહ સણવા ગામે રહે છે. એબને ઠાકરેની કચ્છમાં પણ જાગી છે. સાંતલપુર ગામ બને મજમું છે. તે સીવાય ઘડસર કલ્યાણપર, ચારણકુ, અને બાબરા, તે ઠા.શ્રી લાખાજીના વંશજોને સુવાંગ છે. અને વઉવા રણમલપર, માણસમું અને દાત્રાણુ એ ઠા શ્રી દેવીસિંહના વંશજોનાં સુવાંગ છે. તે સીવાઇના ગામો તેઓશ્રીના ભાયાતોના તાબામાં છે. બને ઠાકોરને અધીકાર ફોજદારી કામમાં એક માસની સખ્ત કેદ અને રૂા. પ૦) સુધી દંડ કરવાની સતાનો છે. દીવાની કામમાં રૂ. ૨૫૦) સુધીના દાવાઓ સાંભળી સકે છે. બન્ને તરફના અધીકારીઓ સાંતલપુરમાં રહે છે. ગામમાં નીશાળ છે. તેમજ બન્ને ઠાકોરના ઉતારાઓ છે. અને ભાયાતી ગામોના ઇનસાફ માટે એક થાણદાર પોલીટીકલ સુપ્રિટેન્ડન સાહેબ તરફથી રહે છે.