________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ તેમની પ્રેરણાથી કચ્છમાં કન્યાશાળાઓ, નિશાળે અને પુસ્તકાલયો મહારાઓશ્રીએ સ્થાપ્યાં હતાં. મુંબઈ સરકારની સલાહથી સુરતના ડેપ્યુટી કલેકટર અને માજીસ્ટ્રેટ કાઝી શાહાબુદ્દિન ઇબ્રાહીમ કચ્છ રાજ્યના દિવાન તરીકે વિ. સં. ૧૯૨૨માં નિમાયા હતા. તેણે પિતાની કારકીર્દીમાં ઘણાં સારા સુધારાઓ દાખલ કર્યા હતા. એટલું જ નહિં પણ રાઓશ્રી અને ભાયાતે વચ્ચેના ચાલતા કેસમાં વિલાયત જઈ સેક્રેટરી ઓફ ધી સ્ટેટ ઓફ ઇન્ડીઆ ની ઓફીસમાથી મહારાઓશ્રીના લાભમાં કામ પતાવી આવ્યા હતા. મહારાઓશ્રાના દરબાર માં એક “આનંદાશ્રમ'નામનો બબચારી હતા, તેણે થોડા વખત માટે કાઝી દિવાન વિલાયત જતાં તેના બદલે દિવાનગિરી કરી ન્યાય, ફોજદારી, મહેસુલી. શહેરસુધરાઈ, વગેરે ખાતાંએના બંધારણો બાંધી આપ્યાં હતાં. . સ. ૧૮૭રમાં. મહારાઓશ્રીને બ્રિટીશ સરકારે નાઈટ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધી સ્ટાર ઓફ ઇન્ડીઆ” ને માનવંતો ખિતાબ બઢ્યો હતો. મહારાઓશ્રીએ મુંબઇની ત્રણ સફર કરી હતી. છેલ્લી સફરમાં ચાર દક્ષિણી હદેદારોને તેડી લાવ્યા હતા. તેમાં રા. બા, કૃષ્ણાજી જુલકરને દિવાન, પાંડુરંગ શીવરામને પિલીશ કમીશ્નર, વિનાયકરાવ નારાયણ ભગવતને વરીષ્ટકાર્ટના ન્યાયાધિશ અને ખંડેરાવને સરવે ખાતાના મુખ્ય અધિકારી નિમ્યા હતા, એ વખતે એ રાજ્યની પેદાશ પણ કરોડ સુધી વધી હતી. મુંબઈની છેલ્લી સફર પછી મહારાઓશ્રીની માંદગી અસાધ્ય બની તેથી પોલીટીકલ એજન્ટની સલાહથી પોતાના છેલ્લા વસિયતનામામાં શ્રીયુત મણિભાઈ જશભાઈને વડાદરેથી બેલાવી, દિવાન બનાવવા અને રાજ્યની આંતવ્યવસ્થા તેમના હાથમાં સેપવા. તથા પિતાની પાછળ સગીર વયના યુવરાજશ્રી ખેંગારજીસાહેબ ઉમર લાયક થાય ત્યાં સુધી રાજ્ય વ્યવસ્થા ચલાવવા એક રાજ્યકારોબારી મંડળ સ્થાપવાની સુચના લખી, પ્રજાવત્સલ્ય મિરઝાં મહારાઓશ્રી પ્રાગમલજી (જી. સી. એસ. આઈ. ઇ.) એ વિ. સં. ૧૯૩૨ના પણ સુદ ૫ને શનીવારે સ્વર્ગવાસ કર્યો.
(૨૪) મીરઝાં મહારાઓશ્રી ખેંગારજી
સવાઈ બહાદુર [વિદ્યમાન]
વિ. સં. ૧૯૩૨ના પોષ સુદ સોમવારના શુભ દિવસે મહારાઓશ્રી ખેંગારજી સાહેબ ભુજની ગાદીએ બીરાજ્યા, એ વખતે તેઓ નામદારશ્રીની ઉમર માત્ર ૯ વર્ષની હતી. જેથી મમ મહારાઓશ્રી પ્રાગમલજીના વશીયતનામા પ્રમાણે રાજ્ય ચલાવવા રીજન્સી કાઉન્સીલની સ્થાપના થઈ, તેમાં અધ્યક્ષ સ્થાને પોલીટીકલ એજન્ટ કર્નલ ડબલ્યુ. સી. આર. અને દીવાનનું કામ કરતા વિનાયકરાવ નારાયણરાવ ભગવત મંત્રી તરીકે નીમાયા, અને દરબારશ્રી તરફથી રાણા જાલમસિંહજી, ભાયાત તરફથી સુથરીના જાડેજા ચાંદાજી, તથા પ્રજા તરફથી શેઠ રવજી હીરાચંદ વગેરે સભ્યો નીમાયા, ચાર માસ પછી રાવબહાદુર મણીભાઈ જશભાઇએ વડેદરાથી આવી દીવાનગીરી સંભાળી પ્રજા તરફની તથા રાજ્ય તરફની સારી સેવા બજાવી, ખેતી વાડી ખાતામાં બે હજાર નવા કુવાઓ ખેદાવી ખેતીની ખીલવણી કરી, તથા દરીઆ