________________
२२०
શ્રીયદુવંશપ્રકાશ.
[[દ્વિતીયખંડ जोर घटे मरहट्टा, मीयाणां चोगणो जोर । पडे बगळां ठोर, भडे जुनो पीर ॥ मास अढी लगे, सो न पटके आकरो माथो । माने नहिं समा राव, मोडरो अमीर ॥२॥ पातशाही दळां साथ, करीओ भाराथ पुरा । बहु दावादार साथे, सगहवी बाथ ॥ हता आदे गर्नु तके, झाटके हालीया हाथ । नाथरी शा ग्रही बांह, अनाथरा नाथ ॥ ३ ॥ कीयो तुं आरंभ भारे, वाघरो न सिद्धो काज । हार गया शाह सुबा, हैये रही हाम ॥ दळां विजु जळां ग्रहे, वढेवा सामहा दावे । माळीया पाधरे नावे, करेवा मकाम ॥४॥
ઉપરની લડાઇના બદલામાં મોરબી તરફથી બાબાજીને હડાળા ગામ મળ્યું જે હાલ તેના વંશજો ખાય છે માળીબાના મિયાણાઓ વખતો વખત દેશમાં લુંટફાટ કરી તેફાન મચાવતા, તેથી ઈ. સ. ૧૮૧૦ ( વિ. સં. ૧૮૬૬)થી બ્રિટીશ સરકારને તેના સામી નિયમીત ટુકડીઓ મોકલવી પડતી. ઠા. શ્રી. સાજીને પુત્ર નહિં હોવાથી તેણે એક વિદ્વાન વિપ્રપાસે પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવ્યો. તે પછી હરિ ઈચ્છાથી સત્તાજી નામના કુંવર થયા. જેઓ તેમના પછી ગાદીએ આવ્યા. (૫) ઠા. શ્રા. સત્તાને કુમારશ્રી મુળવાજી, કલ્યાણસંગજી અને જાલમસંગજી નામના ત્રણ કુમાર હતા. તેમાં પાટવિકુમાર મુળવાજી ઠા. શ્રી. સતાજીની હયાતિમાંજ દેવ થયા હતા. અને નાના કુમારશ્રી કલ્યાણસંગજીને ખીરઈ તથા જાલમસંગને વરડુસરગામ ગિરાસમાં મળ્યાં હતાં. પાટવિ કુમાર મુળવાજીને કુમારશ્રી મેડછ તથા લખધીરજી નામના બે કુમારો હતા. ઠા-બી– સાજી દેવ થયા પછી યુવરાજશ્રી મેડજી માળીયાની ગાદીએ આવ્યા. (૬) ઠા.શ્રી. મોડજી (બીજ) ના વખતમાં ગવર્નમેન્ટ પલટન બીજના ઘોડેસ્વારના એક ચોકીદારનું ગોળીથી ખુન થયું તે ગુન્હેગારને માળીયાની હદમાં પતે નહિ મળવાથી તથા ઈ-સ-૧૮૭૯ માં મીયાણાઓએ લુંટફાટ કરી હતી, તેમજ સરકારી ટપાલપણુ લુંટી હતી. વગેરે બનાવો બનવાથી, ગુન્હેગારોને ન્યાય કરવાની સત્તા ઠા. શ્રી. આગળથી છીનવી લઈ માળીયામાં સરકારે બ્રિટીશકાટ સ્થાપી હતી. પરંતુ થોડાએક વર્ષો પછી તે સત્તા પાછી ઠા.શ્રી. ને સોંપવામાં આવી હતી. ઠાકારશ્રી મેડછ બહુજ બુદ્ધિશાળી અને વિદ્વાન પુરૂષ હતા. કવિઓને તેઓશ્રી ઘણો સત્કાર કરતા. પોતે પીંગળના ગ્રંથને અભ્યાસ કર્યો હોવાથી ભાષા કાવ્યો રચતા. તે નામદારે એપિત પશ્ચિમી એ નામની પચીશ કવિની એક નાની બુક લખી છે. તેમાં અફીણના બંધાણીનું અતિ ઉત્તમ છાયાચિત્ર દોરવેલ છે. અને એ (ચુડેલ ના વળગાડ રૂપી) બંધાણથી બચવા સફઉપદેશ આપેલ છે. જેમાંના ડાં કવિતા અત્રે આપવામાં આવેલ છે.