________________
ષોડષીકળા]
ચુડાસમા’શના ઇતિહાસ.
૨૩૪
કાઠીએએ પાછા આવી ઢાંકનાં ગામે લઇ લીધાં. તે રાહના વખતમાં ગાઠીલાના મુખ્ય સરદાર સેજકજી ગાહીલ મારવાડમાંથી પહેલવહેલા સૌરાષ્ટ્રમાં આવ્યા. રાહે તેમને આશ્રય આપીને શાહપુર ગામ જાગીરમાં આપ્યું, આજે એ સેજકજી ગાહીલના વંશને ભાવનગર, પાલીતાણા, લાઠી અને રૂવાકાંઠાના રાજપીપળામાં રાજ્ય કરે છે, રાહ મેપા પછી તેનેા કુંવર (૧૮) રા' ખેંગાર (ત્રીજો) ઇ. સ. ૧૨૫૩થી ૧૨૬૦ સુધી તેની પાસે ઢાંકનાવાળા તથા કલ્યાણુ શેઠ મુખ્ય હતા. તેના પિતાના વખતમાં ઢાંકના જે ગામેા કાઠીઓએ લઇ લીધાં હતાં, તે રા’ ખેગારે અનસિંહને પાછા અપાવ્યાં હતાં. રાહુ અને અર્જુનસિંહુ મિત્રો હતા. તે બન્નેએ મળી એક મેરની સ્ત્રીની આબરૂ લીધી. તેથી મેરે તે બન્નેને મારી નાખ્યા. તે પછી તેના કુંવર (૧૯) રા' માંડલીક (પહેલા) ઇ. સ. ૧૨૬૦થી ૧૩૦૬ સુધી. આ શહ ઉપર રાઠોડ અને વાધેલા ચઢી આવ્યા હતા. અને તેના વખતમાં દિલ્હીના પાદશાહ અલ્લાઉદ્દિન ખીલજીનું લશ્કર ગુજરાતના રાજા કરણવાધેલા ઉપર અલખાન અને નસરતખાનની સરદારી તળે આવ્યુ. તેણે ગુજરાત જીત્યા પછી જુનાગઢ ઉપર ચઢી આવી ઘણ નુકશાન કર્યુ. પછી સામનાથપાટણ ઉપર જ! જ્યાં સુલતાન મહુમદ ગઝનવીએ ઇ. સ. ૧૦૨૪માં ચઢાઇ કરી દેરૂં તેાડી નાખ્યું હતું, ત્યાં સાંલંકી રાજા ભીમદેવ પહેલાએ સામનાથનું દેરૂં કરી બંધાવ્યું હતું. જેનેા જીર્ણોદ્ધાર સાલકી રાજા કુમારપાળે મોટા ખર્ચથી કરાવ્યા હતા, તેને તેાડી પાડયું, અને ધેાધાથી માધવપુર સુધીના દરીયા કાંઠા જીતી સામનાથમાં એક સુએ મુકયા ( ૪. સ. ૧૩૦૪ ) રા' માંડલીક પછી તેના કુંવર (૨૦) રા' નવઘણ [ચાચા] ઇ.સ.૧૩૦૬થી ઇ.સ. ૧૩૦૮ સુધી. તે પછી તેના કુંવર(૨૧)રા’ મહીપાળ[ચાથા]ઇ. સ. ૧૩૦૮ થી ૧૩૨૫ સુધી. તેણે સે।મનાથમાંથી મુસલમાન સુબાને નસાડી સે મનાથના દહેરાંના સૌથી હેલ્લા અને પ્રખ્યાત જીર્ણોદ્ધાર કરાવ્યેા. તે કામમાં તેના પાવિક વર ખેંગારે પણ મહેનત લીધી હતી. તે પછી તેના કુંવર (૨) રા’ ખેંગાર [ચાચા] ઇ. સ. ૧૩૨૫થી ૧૩૫૧ સુધી. તેણે સામનાથના મુસલમાન સુબાને કાઢી મુકયા. દિલ્હીના મહમતુલુખે તેનું રાજ્ય લીધું, પશુ તેના ગયા પછી તે દેશ તાબે કરી દર!ના અઢાર એટ રાજ્યમાં ઉમેર્યાં. ઝાલા ગાહીલ વગેરે ૮૪ રાજા ઉપર સત્તા બેસારી. તે પછી તેના કુંવર (૨૩) રાહુ જયસિંહુ [બીજો] ઇ. સ. ૧૩૫૧થી ૧૩૬૯ સુધી તેણે પણ રાજ્ય જમાવી વધારા કર્યાં. તેના વખતમાં દિલ્હીના બાદશાહ પીરાજશાહ તુલુખે સૌરાષ્ટ્ર ઉપર ચઢાઇ કરી, સામનાથ પાટણમાં મુસલમાનનું થાણું એસાયુ. તેના પછી તેને "વર (૨૪) રા'મહીપાળ [પાંચમે] ઉર્ફે મહિપતિ ઇ. સ. ૧૭૬૯થી ૧૩૭૩ સુધી, તેણે 'વ'થળી (વામનાસ્થળી) પાછી મેળવી. તેના પછી તેનેા કુંવર (૨૫) રા' માળથી ઉર્ફે મુસિંહ ઇ. સ. ૧૩૭૩થી ૧૩૯૭ સુધી. તેણે આસપાસ સલાહ સંપ રાખી વથળામાં ગાદિ સ્થાપી, ગુજરાતમાં જીરખાં અને મુઝરખાનને નામે પ્રસિદ્ધ થયેલ શાહે તેના ઉપર ખડી એસારી, તે પછી તેના કુંવર (૨) રા' માંડળિક [બીજો] ઇ, સ. ૧૩૯૦થી ૧૪૦૦ સુધી તે પછી તેના ભાઇ (૨૭) શ’ એલીગઢવ ઈ,સ, ૧૪૦૦થી ૧૪૧૫ સુધી તેના ઉપર અહમદાવાદના અહમદશાહ [પહેલા] એ ઇ. સ. ૧૪૧૩-૧૪માં ચડાઇ કરી. પણ પરાજય પામી પા। ગયા. તે પછી તેના કુંવર