________________
૨૩૨ ( શ્રીદુવંશપ્રકાશ.
[દ્વિતીયખંડ રાજાને મારી પોતાના પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. ત્યાંથી મહિકાંઠા ઉપર ચઢાઈ કરી હંસરાજ મહીડાને પણ માર્યો. સિદ્ધરાજ જ્યારે માળવા ઉપર ચડયો ત્યારે પાછળથી રા' ખેંગારે પાટણ પર ચડાઈ કરી તેનો પુર્વ બાજુને દરવાજો તોડી પાડયો. ત્યાંથી પાછા ફરતાં કાલડીના દેવડા રજપુતની કન્યા રાણક દેવડી કે જેને સંબંધ સિદ્ધરાજ જસિંહ વેરે થયો હતો તેને સાથે લઈ આવી પરો. ઉપરના પરાક્રમોથી સિદ્ધરાજના ભાટે (જે ભાટે રા' નવઘણની મશ્કરીનાં કાવ્ય કર્યાં હતાં તેણે) રા' ખેંગારની પ્રશંસાનાં કાવ્યો કર્યા, તે સાંભળી રા' ખેંગારે તેના મોઢામાં હીરા મોતી માણેક એટલાં ભરી દીધા કે જોનારાઓકહેવા લાગ્યા કે “તેના ગાલ ફાટી ગયા.” એ સાંભળી રા' ખેંગાર બોલ્યો કે “ષાચકોના ગાલતો તેવીજ રીતે ફડાય કાંઈ કટાર વતી ન પડાય.” સિદ્ધરાજ માળવાથી પાછા ફરતાં પાટણ આવ્યા, જ્યાં તેને ઉપરના ખબર મળતાં તે એક મોટું સૈન્ય લઈ જુનાગઢ ઉપર ચડયો. તેણે ઉપરકોટને બારવર્ષ ઘેર નાખ્યો પણ ફાવ્યો નહિં. છેવટે ખેંગારના ભાણેજના દગાથી ગુપ્ત રસ્તેથી તે દાખલ થયે, અને તે ભયંકર યુદ્ધને પરિણામે રાખેંગાર કામ આવ્યો અને રાણકદેવડી વઢવાણું જઈ સતિ થઈ. રાણકદેવડી વઢવાણ સુધી સિદ્ધરાજની સાથે ગઈ તેનું કારણ એ હતું કે રા” ખેંગારને કેદ પકડી લઈ જાય છે તેવું તેનું માનવું હતું, પણ વઢવાણ આવતાં સિદ્ધરાજે રા' ખેંગારના મરણની વાત તેને જણાવી. તેથી તે ત્યાં સતિ થઈ. તે સતિ થયા પછી રાણકદેવીના નામે પ્રસિદ્ધ થઈ રા' ખેંગારની કીર્તિ વિષે આજે પણ સેરઠના લે દુહા બેલે છે કે
जे संचे सोरठ घडीयो । घडीयो रा' खेंगार।
તે સંવ માંની જયો . (ગ) ગાતો સુવાન ? | ' મતલબ કે તે કોઈ થ નથી અને થશે પણ નહિં. તે રા' ખેંગારના મરણ પછી સિદ્ધરાજે જુનાગઢ ખાલસા કર્યું. અને ત્યાં પિતા તરફથી સજાણ નામને થાણદાર નિભ્યો. હસ્તે. પરંતુ પાછળથી પ્રજાએ બળવો કરી તેને કાઢી મુકી, રા ખેંગારના નજીકના વારસદાર નોંધણને ગાદિએ બેસાર્યો. તે (૧૧) રા' નવઘણ [ત્રીજે] ઈ,સ, ૧૧૨૫થી ૧૧૪૦ સુધી ગાદિએ રહ્યો. તે પછી તેને કુંવર (૧૨) રર કવાટ [બીજો] ઇ, સ, ૧૧૪થી ૧૧૫ર સુધી રો. પછી તેનો કુવર (૧૩) રા' જયસિંહ ઉર્ફે રા” ગારીયો [બીજે] [અથવા દયાસ બીજો] ઇ, સ. ૧૧૫રથી ૧૧૮૦ સુધી રહ્યો. તે પછી તેને કુંવર (૧૪) રા” રાયસિંહ ઈ. સ. ૧૧૮થી ૧૧૮૪થી સુધી, તે પછી તેનો કુંવર (૧૫) રા' મહિપાળ [બીજો] ઇસ. ૧૧૮૪થી ૨૦૧ સુધી તેને ગજરાજ પણ કહેતા. તેના સેનાપતિનું નામ ચુડામણિ હતું. તે પછી તેને કુંવર (૧૬) રા' જયમલ ઈ.સ૧૨-૧થી ૧૨૩૦ સુધી રહ્યો. તેની કીતિને ‘મલ જશવર્ણન' નામનો ગ્રંથ છે. તે પછી તેને કુંવર (૧૭) રા' મહિપાળ” ત્રિીજે] ઉ રાહ મેપ ઇ, ૧૨૩૦થી ૧૨૫૩ સુધી. તેના પ્રધાનનું નામ મોતીશાહ હતું તેના સમયમાં કેટલા પાસે કાઠીએ બળવો કર્યો. તે સમાવવા મોતીશાહ ચડયો પણ હારખાઈ પાછો આવ્યો. ત્યારપછી ઢાંકનાવાળા રાજા અજનસિંહની મદદથી કાઠીઓને નસાડયા. કેટલેક કાળે દેવડા રાજપુતની દીકરી હેવાથી રાણકદેવડી કહેવાતી.