________________
ચતુદશીકળા] કચ્છ સ્ટેટને ઇતિહાસ.
૨૦૩ (૧)ઠાકારશ્રી કાંયાજી (ચથી ૧૭૪માં શ્રી કૃષ્ણથી ૧૧૮માં)
( વિ. સં. ૧૭૫૪થી ૧૭૯૦ ) કચ્છ લાખીયાર વિયરાની રાજગાદી ઉપર જામથી ઓઠાજીના વંશમાં ભુજની ગાદીએ ચૌદમાં રાઓશ્રી રાયઘણજી થયા તેમને ૧૧ કુમારો થયા. તેમાં પાટવિપુત્ર પિતાની હયાતિમાંજ દેવ થયા હતા, અને તેમનાથી નાના કુમારથી રવાજી થરના સોઢા ભોજરાજજીના હાથે લડાઈમાં કામ આવ્યા હતા. ( જુઓ કચ્છ સ્ટેટનો ઇ૦ કળા ૧૦ પાના ૧૭૩ ૭૪) રવાના કુમારશ્રી કાંયાજીને ગાદીને હક હોવા છતાં, દગાથી પ્રાગમલજી તેમના કાકા ). ભુજની ગાદીએ આવ્યા. તેમજ રવાજીનું ખુન પણ સેઢા રજપુતના હાથે દગાથી થયું હતું. તે વાત કાંયાજીના જાણવામાં આવતાં, ભવિષ્યમાં તે વૈર લેવાનું મુતવી રાખી, મોરબી તથા કટારીયું પરગણું કબજે કરી ત્યાં સ્વતંત્ર રાજગાદિ સ્થાપી. વિ. સં. ૧૭૭૨માં કટરીઆ ગામે રાઓશ્રી પ્રાગમલજી તથા તેમના કુમારશ્રી ગોડજી વગેરેને ઠારશ્રી કાંયાજીને ભેટો થયો. તે લડાઈમાં કચ્છના માણસો ઘણું મરણ પામ્યા. બાકીના નશા ભાગ કરતાં રાઓશ્રી સપડાઈ ગયા. પણ તે વખતે ઠા.શ્રી કાંયાજીએ રાઓશ્રીને કહ્યું કે “કાકાશ્રી આપે મારા પિતાને દગાથી મરાવી, ભુજની ગાદિ પચાવી પાડી, એવો મારો વિચાર નથી પણ મારે તે મારા બાહુબળથી ભુજ ઉપર ચડાઈ કરી ગાદિ લેવી છે. ” એમ કહી તેમને દસ માઈલ સુધી વેળાવવા ગયા. ત્યાંથી પાછા ફરતાં રસ્તામાં એક મહાન યોગેન્દ્ર મળ્યા. તેને ઠા. શ્રી. એ નમસ્કાર કરી આશીર્વચન માગતાં, યોગીરાજે કહ્યું કે “પરસ્ત્રી નહિ સ્વીકારશો તો તમારો વિજ્ય થશે.” એ વાક્ય ઠા.શ્રી. એ શિર ચડાવી એવી ટેક રાખી કે જે દહાડે પિતાની દ્રષ્ટિ અનાયાસે પરસ્ત્રી પર પડતી તે દિવસે તેઓ આંખોમાં મીઠું આંજી ઇશ્વર પ્રત્યે માફી માગતા” એ નારીફ એક નૃત્યકળામાં કુશળ વિદેશી વારાંગના કર્ણાટકીએ સાંભળી તેથી તે મોરબી આવી ઠાકારશ્રી રૂબરૂ કચેરીમાં નૃત્યસાથે ઠાકારશ્રીને કામવશ કરવા કેટલાએક શંગારીક નાયકા ભેદના ગાયનો ગાઈ હાવભાવ કરી, છળવા યુકિત ચલાવી પરંતુ યદુકુળમણિ કછ તેના મેહપાસમાં ફસાયા નહિ. તેથી તે વારાંગના ત્યાથી નિરાશ થઈ ઇડર ગઈ. તે વિષે એક કવિએ વારાંગનાની ઉકિતથી કહ્યું કે –
दोहाः-हाल हैया रण उतर्या, देखां वागड देश ।
कुंवर ज्वाळा कायो, नकळंक काछ नरेश ॥१॥ પ કાલ ના છત્રી શંકર
परनारीने परहरे, लांछन नहि लगार ॥ २ ॥ વિ, સં. ૧૭૭૨માં ધ્રાંગધ્રાના રાજશ્રી જશવંતસિંહજી સાથે સરહદ બાબત તકરાર થતાં, લડાઈ થઈ હતી. તેમાં પણ ઠાકારશ્રી કાંયાજીએ રાજસાહેબને હરાવી, સરહદ ઉપર
- હાલ પણ કાંયાજીની વાડીની પુજા કરી તેને ધોઈ, તે પાણી પ્રસુતીને પાવાથી, તેની સર્વ વ્યાધિ નાશ પામતાં, શાન્તિથી પ્રસવ થાય છે.