________________
ર૭૭
ચર્તુદશી કળા] મરબી સ્ટા ઈતિહાસ (૫) ઠા. શ્રી. વાઘજી.
સં. ૧૮૨૯થી ૧૮૪૧
ઠા. શ્રી વાઘજીએ ગાદિએ આવ્યા બાદ ખાનપરવાળા રાયબજી તથા મિતાણુવાળા અજુભાઈ, એ બન્ને બીન ઓલાદ ગુજરી જતાં, તેના ગામો રાજ્યમાં ભેળવ્યા. પણ લજાયવાળા જીવણજીના કુંવર ખીમાજીએ મિતાણાને વારસો મેળવવા તકરાર કરી ભાયાતોને ઉશ્કેરાઈ પોતાના પક્ષમાં લઈ, વાંકાનેર રાજ્યના આશ્રયતળે રહી, મોરબી સામે બહારવટું કરવા લાગ્યા. એક વખતે ભાયાતોએ નેકનામ ગામ ભાગ્યું. ત્યારે તેના પાછળ સરેયાના સ્વારોના થાણદાર નરભેશંકર નામના એક નાગર ગ્રહસ્થ ચડયા. અને નેકનામની સરહદમાંજ બહારવટીઆઓનો ભેટો થતાં, તેણે વાવડીના જાડેજા સગ્રામજીના કંવર મલુજીને સખ્ત ઘાયલ કર્યા. તેથી ભાયાતોએ મળી તેને ત્યાં ઠાર કર્યો. એ વાતની ખબર ઠાકારશ્રીના માતુશ્રીને થતા તેમણે ભાયાતે સાથે સમાધાન કરાવી મિતાણાનો વાર ખીમાજી જીવણજીને અપાવ્યો. કચ્છના રાઓ ગોડજી તરફથી વાગડ પરગણામાં વખતે વખત કેટલીએક મડચણ થતી. તેથી જુનાગઢના દિવાન અમરજીની મદદ લઈ, ઠાકારશ્રી વાઘજીએ કચ્છ ઉપર ચડાઈ કરી. રસ્તામાં જતાં વાગડમાં ગામ પાલનસરી તથા કડીયાનગરને સર કરી કેટલાએક ગામમાં લુંટ ચલાવી. આગળ વધ્યા. એ હકિકત રાઓશ્રીએ જાણતાં વિષ્ટી કરાવી. સુલેહ કરી. ઠા. શ્રી. વાઘજીને ભારે કિંમતી પોશાક આપી પાછી વાળ્યા હતા. વિ. સં. ૧૮૩૪માં ઠા. શ્રી. એ ગાયકવાડ ફતેહસિંહ મહારાજની મદદ મેળવી, માળીયા ઉપર ચડાઈ કરી. એ વખતે મિયાણાઓએ માળીયાના દરવાજા બંધ કરી. અંદરથી મોરબીના લશ્કર પર મારો ચલાવ્યું. જેથી ઠાકારશ્રીએ માળીયાના તળાવની અંદર માટીને કાઠે કરી તે ઉપર તોપ ચડાવી બહાર શરૂ કર્યો. તેથી મિયાણાઓ ગભરાઈ પીરના તકીયામાં ભરાઈ બેસી. સંકેત કર્યો કે “ મોરબી દરવાજો ઉઘાડી બંને તરફ પટ્ટાબાજ યુવાનોએ છુપાઈ રહી, જેવું મોરબીનું લશ્કર આવે તેવી કલ ચલાવવી.” એ પ્રમાણે મસલત કરી, દરવાજે ખોલતાં મોરબીનું લશ્કર ગામમાં ગયું. તે વખતે પીરનું નગારું થતા. મિયાણુઓ એલ્લી એલ્લી કરતા. બહાર પડયા. પણ ભયંકર લડાઈને અંતે તેઓ રણમાં નાશી ગયા બાદ ઠા. શ્રી. જીત મેળવી મોરબી પાછા ફર્યા. વિ. સં. ૧૮૩૬માં દુષ્કાળ હેવાથી, એક ચારણ કવિને ઠા, શ્રી. એ બારમાસ દાણુ પુરા પાડ્યા હતા. તેથી તે કવિએ એક ચારણી ભાષાનું કાવ્ય રચેલ. તે જુની હસ્તલેખિત પ્રતમાંથી મળતાં અત્રે આપેલ છે,
छत्रीसा काळनु गीत. कठण काळ छत्रीसमा नाम जाडा कया । आज काया नया वडे आचे ॥ दुथियां कणेतां घेर बेठां दीधां । रायबां लीया जस गणे राचे ॥१॥ लोजरा कोंट मनमोट लीला हरी । मछोधर उपरां थीयां माजा ॥ दकाळे हे तुवां धान दे दोवळा । रवाओत छता दरिआव राजा ॥२॥