________________
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ, आलणंको अंद्र जेम, फोजां फेली फेली आयो । धसे वेली सत्रां पेली, एली खाग धार ॥ धडडे हालाकी डेली, पडे कोट केली धुब । अहोहोहो एली घेली, मंडाणी अपार ॥ २ ॥ धुंवाधार थे अंधार, खवे विज सारधार । पडे तीर गोळीमार बुंदरा अपार ॥ पढधरी कांया हरे हिलोळे समंद्रा पार । हचे नीर लोहधार, बोळीयो हलार ॥ ३ ॥ रतकीच लाला लालां, उठे शालां मोलां रंग । ठाम ठाम दळां ठाठ, भरे भारे ठीक ॥ खेत पक्कां पळं चाळां, वाळां वाळां चीज खाळां । झले हालासरे उठो. भाला हंदी झीक ॥ ४॥ सगाळचे करं सरं, अछरं वरं सगाळ । रुद्राणी सगाळ, भरे कुंभ लोही . राळ ॥ भुचरंत्रपे सगाळ, खेचरं सगाळ भये ।
સાઇ ગાવિ જીયો, ના તરાહ ! ૧ / પડધરી છેડી હાલાજીએ જામનગર જઈ જામશ્રી તમાચીજી (બીજા)ને મારી પિરરબંદર તરફ ગયા હતા. એ વખતે ઠા.થી રવાજી નગરની મદદમાં ગયા હતા. તેના બદલામાં જામશ્રી તરફથી ઘુનડા ગામ મળેલ જે હાલ પણ મેરી સ્ટેટને હવાલે છે. ઠા.શ્રી રવાજીએ મોરબીને ફરતો કિલ્લે બંધાવી, શહેરને સુશોભિત કર્યું હતું. વિ. સં. ૧૮૭માં રામમહેલ ચણાવી તેમાં મુતિ પ્રતિષ્ઠા કરી, તુલાયાગ કર્યો હતો. ઠા.શ્રીને સાત કુમાર હતા. તેમાં પાટવિ પંચાણુજીને ગાદિ મળી. તેથી નાના વાઘજી તથા રાયબજીને ખાનપર, અજુભાઈને મિતાણું, જીવણજીને લજાઈ, વનાજીને સરવડ, અને વેરાઈને દેરાળું ગિરાશમાં આપી, વિ. સં. ૧૮૨૦ના જેઠ સુદ ૨ના રોજ ઠા.શ્રી રવાજી સ્વર્ગે ગયા.
[૪] ઠાકરશ્રી પંચાણુજી (વિ. સં. ૧૮૨૦થી ૧૮૨૯)
ઠાકરથી પચાણજીએ ગાદિએ બીરાજી, માળીયા સાથેની વડીલોના વખતથી ચાલતી તકરાર પિતે ચાલુ રાખી હતી અને જુનાગઢથી લશ્કરની મદદ મેળવી માળીયા ઉપર ચડાઈ કરી હતી. તેથી મિયાણુઓ વિખરાઈ રણમાં છુટા છવાયા થઈ ગયા હતા, રૈયતને મિયાણુઓ ઇજા ન કરી શકે તેવી ગોઠવણ કરી, ઠા.શ્રીએ સરહદપર થણુઓ બેસાર્યા હતાં. તેઓ સ્વરૂપે ધણજ ખુબ સુરત હતા. તેથી કચ્છ, કાઠિવાડ, મેવાડ, મારવાડ અને ગુજરાતના ઘણાં માણસો તેમને જેવાં આવતા, જેવા સ્વરૂપવાન તેવા તેઓ ગુણવાન પણ હતા. અને તેથી તેઓશ્રીના દરબારમાં વિદ્વાનોને યોગ્ય સત્કાર થતો, જેથી તેઓશ્રીની કિતી અદ્યાપિ પર્યત અમર છે, વિ. સં.૧૮૧૯ના ભાદરવાની અમાસને દહાડે તેઓશ્રી અપુત્ર સ્વર્ગે જતાં, તેઓના નાનાભાઈ વાઘજી ગાદીએ આવ્યા.