________________
૨૪
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતીયખંડ યુરોપથી પહેલું વિમાન પોતે જ ખરીદી લાવ્યા હતા. તેમજ રૈયતના શ્રેયને અર્થે નીચેના બાંધકામ કર્યા હતાં. ચેરીટેબલ એસાયલમ, (દર્દીઓની મફત સારવાર),સ્પીનીંગ એન્ડ વીવીંગ મીલ્સ, (કાપડની મીલ) ગેસ ફેકટરી, (યાસથી શહેરમાં બત્તી બાળવી તે) ઇલેકટ્રીક લાઈટ, ગઢ વૈલ, ( મછુના પુરથી જાનમાલને નુકશાન ન થાય તે માટે મજબુત દિવાલ બે લાખ રૂપીઆને ખર્ચે બંધાવી હતી.) ઝુલતો પૂલ, વૈોટર વર્કસ, ઈરીગેશન, હાઇકલ, કન્યાશાળા, દવાખાનાં, લાયબ્રેરી અને દહન સ્થળ, વગેરે જાહેર બાંધકામો ખેલ્યાં હતાં. નામદારશ્રીએ કાશી પ્રયોગ વગેરે તિર્થ સ્થળમાં જઈ ત્યાં બ્રહ્મભોજ કરાવી, મોરબીમાં વિ.સં. ૧૯૬૦માં અષ્ટોત્તરશત શ્રીમદ્ભાગવતની પારાયણે પુરશ્ચરણ સાથે યથાવિધી કરી પાંત્રીશ ગરીબ બ્રાહ્મણ કન્યાઓને કન્યાદાન આપી ૧૬ હજાર રૂપીઆ ધર્માદામાં વાપર્યા હતા, તે સિવાય એક વર્ષની અંદર આશરે વીશ હજાર બ્રાહ્મણોને ભોજન કરાવી ૩૦૦૦ પિત્તળના ખુમચાઓ અને ૪૦૦૦ રૂપીઆ દક્ષિણામાં આપી, અનેક ગદાનો કરી કેટલાએક મંદિરોને જીર્ણોદ્ધાર કિરાવ્યો હતો. તેઓ નામદારશ્રીનું જીવન સાદું, સ્વદેશાભિમાની, અને ક્ષત્રિયને શોભાસ્પદ એકટેકવાળું બેધક હતું, તેઓ નામદારશ્રી તે રાજા હતા, પરંતુ તેમના નાનાબંધુશ્રી xહરભમજી સાહેબ (બાર-એટ-લૈં) પોતાના બાહુબળથી આ લેકમાં અક્ષય કીર્તિ મેળવી ગયા છે તેઓશ્રીનું જ્ઞાતિ અભિમાન દાખલો લેવા જેવું છે. જે નીચેની કુટનોટથી જણાશે.
* કુમારશ્રી હરભમજી રવાજી સાહેબ બાર-એટ-લેં તેઓશ્રીના જીવન પ્રસંગ લખવામાં આવે તો એક જુદું પુસ્તક થાય તેવું છે. પરંતુ તે જીવનમાંથી માત્ર તેઓને સ્વજ્ઞાતિ પ્રત્યે કેટલી લાગણી હતી, તેનો નમુનો બતાવવા તેઓશ્રીને તારીખ ૩૧-૧૨-૧૯૧ને લખેલે પત્ર (ક્ષત્રિય માસિકમાંથી લઈ ) અત્રે આપવામાં આવેલ છે, “ દીલનું દર્દ ” આપ સર્વેની જાણમાટે તેમજ આપના હંમેશાં ચિંતાતુર રહેતા મનની ધારણું વાસ્તે આ પત્ર આપ સૌને મારી આપ તરફની ફરજ સમજી લખવાની રજા લઉ છું,
મારા આજથી બાર વર્ષના આપ સાથેના ઘણાજ નિકટ સંબંધને લઈને આપની સંસારીક વ્યવહારિક તેમજ રાજકીય અને ખરાદીલની શું સ્થિતી છે તેને હું પુરે પુર વાકેફ છઉં. અને હું છાતી ઠોકીને કહી શકું છું કે આ પ્રાંતમાં તે તે વિષયમાં મારાથી વધારે વાકેફ કોઈ પણ માણસ હેવા સંભવ જ નથી. હા, દરેક જુદા જુદા સ્થળમાં રહેનારા તેમજ ગીરાશીઆ સાથે ઘાટે સંબંધ રાખનારા લેકેને જેની જેની સાથે સંબંધ હશે તેની તેની સ્થિતી વિષે તેઓ મારા કરતાં વધારે વાકેફ હો તે હું કબુલ કરું છું. પણ આખા પ્રાંતના સમગ્ર ગીરાશીઆઓની સ્થિતી વિષે તેમની માહિતી મારા કરતાં વધારે હેવી ન જોઈએ. કેમકે મારા જેવી લાંબા વખતની જુદી જુદી વખતે જુદા જુદા
સ્વરૂપમાં. અને જુદા 'સંયોગોમાં ગીરાસીયા તેમજ તેના સલાહકારો અને સુખ દુઃખમાં, સાથીઓ અને શુભ ચિંતકાની પિતાના દીલ ખોલી, મનના ઉભરા કાઢી, દીલના કાઠા ખોલી, બેધડક રીતે અથથી ઇતિ સુધીની હકીકત સાંભળવાની કેને તક મળી હોય તેમ હું માનતે નથી. તેમજ મારા જેવા મેંણું અને ઠપકા, ગીરાસીયા વર્ગ તરફથી તેઓના હિત માટે