________________
એકાદશી કળા] કચ્છ સ્ટેટના ઇતિહાસ
૧૮૯ મહારાઓશ્રી ઘણાંજ ગુસ્સે થયા. અને ખુલી રીતે અંગ્રેજ પ્રત્યે વિરોધ દર્શાવી લડાયક તૈયારીઓ કરવા માંડી. તેમજ કંપની સરકારના કચ્છમાં રહેતા “નેટીવ એજન્ટને ભુજમાંથી કાઢી મૂકો. તેથી તે અંજાર ગયો. રેસીડેન્ટ મૅકમોંએ ભૂજ આવી રાઓશ્રી પાસે મસલત ચલાવી, પરંતુ તે નિષ્ફળ નીવડી, એટલું જ નહિં પણ તેની અંદગી જોખમમાં આવી પડતાં તે ભૂજ છોડી અંજાર નાશી આવ્યો. ઉપરની તમામ હકીક્તને સવીસ્તર રીપોટ (કંપની સરકાર સાથે અપમાન ભરેલું વલણ દર્શાવ્યાન) બેંકમર્ડોએ કલકત્તા લખી મેકલ્યો. એ ઉપરથી ઇ. સ. ૧૮૧૮ની આખરીમાં વડી સરકારની ગવરનર-જનરલ ઇન કાઉન્સીલે કચ્છના રાઓ ભારમલજીને પદભ્રષ્ટ કરવાનો ઠરાવ કરી તેમ કરવાની બધી ગોઠવણ કરવા કચ્છના રેસીડેન્ટ કેપ્ટન મૅકમને બધી સત્તા આપી. ઈ. સ. ૧૮૧૯ની શરૂઆતમાં કેપ્ટન મૅકમોંએ કચ્છના ભાયાતને ખબર આપ્યા કે, “ અંગ્રેજ સરકાર કચ્છમાં પાકે બંદેબસ્ત ધરાવવાની કાળજી ધરાવે છે. માટે તે સંબંધી મસલત ચલાવવા તમારે રેસીડેન્ટની ઓફીસમાં અંજાર આવવું ઉપરના ફરમાનથી તમામ ભાયાતો આવતાં તેમને સરકારના પક્ષમાં લઈ ઈ. સ. ૧૮૧૯ની ૨૪ મી માર્ચે અંગ્રેજી લશ્કર લઈ સેંકમએ ભજને પાધર પડાવ નાખી રાઓશ્રીને ખબર આપ્યા કે “ હવે પછી ઈ. સ. ૧૮૧૬ના તમામ કેલકરારો રદ સમજી તમે એકદમ કંપની સરકારની છાવણીમાં શરણે આવે.” ૨૫મી માર્ચ વિતતાં સુધીમાં રાઓશ્રી શરણે આવ્યા નહિં. તેથી સર વીલીયમની સરદારી હેઠળ અંગ્રેજી લશ્કરે હલ્લો કરી ભુજીયો કિલ્લો કબજે કર્યો. તેથી ૨૬મી માર્ચે મહારાઓશ્રી શરણે થયા. એટલે અંગ્રેજ સરકારનો કચ્છ ખાતાને પ્રતિનિધિ ( રેસીડેન્ટ ) ભુજમાં દાખલ થયો. અને કચ્છ દરબારના લશ્કરને વિખેરી નાખી રાઓશ્રીને કેદ કર્યા. તેમજ હવે રાજગાદી કોને સોંપવી ? તે માટે જાડેજા ભાયાતો અને પ્રજાજનોની સાથે મસલત કરવા માટે દરબાર ભર્યો. તેમાં લક્ષ્મીદાસ કામદાર તથા ભાયાતોના મત પ્રમાણે રેસીડેન્ટ યુવરાજશ્રી દેશળજીનો રાજ્યાભિષેક કરાવ્યો. અને પછી શી રીતે વર્તવું તેના કેલકરારો નકકી કરવાની તારીખ મુકરર કરી દરબાર વિસર્જન કર્યો. મહારાઓશ્રી ભારમલજીને ભુછયા કિલ્લાના એક કાઠાપરની મેડીમાં કેદ રાખ્યા, વિ. સં. ૧૯૦૨માં ૨૬-૨૦ વર્ષ પદભ્રષ્ટ રહી તેઓ સ્વર્ગે ગયા.
એકાદશી ફળ સમાસ,
| શ્રી દ્વાદશી કળા પ્રારંભઃ | (૨૨)મહારાઓશ્રી દેશળજી[બીજા વિ.સં.૧૮૭૫થી૧૯૧૭)
મહારાઓશ્રી ભારમલજી જ્યારે પદભ્રષ્ટ થયા, ત્યારે યુવરાજશ્રી દેશળજીની ઉંમર માત્ર ત્રણ વર્ષની હતી. તેથી તેમની વતી જાડેજા વજેરાજજી, મહેરામણજી, પૃથ્વીરાજજી, પ્રાગજી, અલીઆઇ, મેખડાજી, જેમલજી, ભાણજી અને નોઘણુછ તથા કંપની સરકાર વતી