________________
૧૦૮ શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ रावळ जाम सरीखो राजा, धींगो हाला सतण धणी ॥ २॥ अळ रखवाळ गेोंडळे अधपत, धर पर भडां आपणो धीर ॥ विभाहरो अभ नभो विभो, हे जुनो सीद्ध हेळ हमीर ॥ ३ ॥
ભા કુંભોજી કઈ ઠીંગણું (નીચા) હતા. વર્ણ શ્યામ અને ચહેરા ઉપર શીળીના મોટાં ચાઠાં હતાં, પરંતુ તેનું વિશાળ ભાલ, વિરતાની લાલ રેખાવાડી ચપળ આંખો અને વજસમાન કાયા જોનાર માણસ ઉપર પ્રતિભા પાડતી, ભલે દેખાવમાં કદરૂપા હતા, પણ કહેવત છે કે “નુર નસીબતણ, કવણમોટા કુંભડાં એ પ્રમાણે ભા' કુંભાજી ઘણું પરાક્રમે કરી ગંડળ સ્ટેટને મોટા વિસ્તારમાં લાવ્યા હતા, અને સરસાઈમાં કુંભાવડ, પાટવડમાં કુંભકોઠે, ગીરમાં, કુંભાકેટને ડુંગર, હરણમાં કુંભાના સાજડ, એમ ઘણે ઠેકાણે તેમનું નામ જોડાયું છે, તેઓ જામનગરના મેરૂખવાસ, ભાવનગરના ઠારશ્રી વખતસિંહજી, જુનાગઢના દિવાન અમરજી, અને કચ્છના ફતેહમહમદ જમાદાર વિગેરેના સમકાલિન હતા, ભા'શ્રીને બે કુમારો હતા, તેમાં પાટવિકુમારશ્રી સગ્રામજી કુંવરપદેજ ભાની હયાતિમાં દેવ થયા હતા અને નાના કુમારશ્રી મોકાજીને અનળગઢ, લુણીધાર, અને સિંધાવદરમાં ગીરાશ મળ્યો હતો. પાટવિકુમારશ્રી સગ્રામજીને મુળજી, દેવભાઈ, હઠિભાઈ અને ભાવોભાઈ નામના ચાર કુમારો હતા. ભા' કુંભાજી ૩૭ વર્ષ રાજ્ય કરી સ્વર્ગે જતાં, તેઓના પૌત્ર મુળુજી ગાદીએ આવ્યા.
(૫) ઠા, શ્રી, મૂળજી (વિ. સં. ૧૮૪૬ થી (v) • • -
૧૮૪૮=૨ વર્ષ) ભા કુંભાજી પછી તેમનાં પૌત્ર મુળુજી ગાદીએ આવ્યા. પરંતુ તેઓશ્રી નબળા અને દારૂના વ્યસની હોવાથી, વેરાજી વાઘેલાનું રાજ્યમાં ઘણું જોર હતું. તેણે નવાબને મળી, તેનું થાણું ધોરાજીમાં લાવવા માટે પૈસાની લાલચે ગોઠવણ કરી. પરંતુ તે તરકટના ખબર કુ.શ્રી. દાજીભાઈને થતાં, તેણે એક રાત્રે ઘોરાજીમાં વેરાજી પર ઓચિંતો છાપો માર્યો. પણ તે ઘડે ચડી નીકળી ગયો તે પાછો ગાંડળમાં આવ્યોજ નહિં. ઠા. શ્રી. મુળુજીના રાજ્ય અમલમાં વિ. સં. ૧૮૪૭માં (સંડતાળો) કાળ પડયો. તે વખતે ગાંડળ સ્ટેટ પાસે દાણાને સંગ્રહ પૂર્ણ હેવાથી, રૈયતને પુષ્કળ અનાજ આપ્યું.
તેઓશ્રીને બે કુમાર હતા. તેમાં પાટવિકુમાર બા૫જભા ઉર્ફે હાલાજી. હાથે દુઠાં, પગે લુલા અને મુંગા જેવા હતા. તે ઠા. શ્રી. મુળુજીની હયાતિમાં જ ગુજરી જતાં. નાનાકુમારશ્રી દાજીભાઈ (ઠા. શ્રી. મુળુજી વિ. સં. ૧૮૪૮માં દેવ થતા) ગાદીએ આવ્યા.
(૬) ઠા શ્રી. દોજીભાઇ ઉર્ફે સાંગાજી
(વિ. સં. ૧૮૮૮ થી ૧૮૫૯=૮ વર્ષ) ઠા. શ્રી. દાજીભાઇના રાજ્ય અમલમાં જુનાગઢની ગાદી ઉ૫ર નવાબ હામંદખાન હતા. તેણે દિવાન રૂગનાથજીને કેદ કરી ઉપરકેટમાં રાખ્યા તેથી દિવાનનાં બૈરાં-છોકરાં ભાગી જમાદાર હાદીને ઘેર ગયા. તેથી જમાદારે તેઓને રથમાં બેસાડી, આરબોની ટુકડી સાથે ચારવાડ કે જે દિવાન રણછોડજીએ કબજે કર્યું હતું. ત્યાં પહોંચાડયા. તેથી દિવાન રણછોડજીએ બીજે દહાડે શેરગઢ ભાંગ્યું અને બહારવટીઆઓની ટોળી ઉભી કરી મુક રંજાડવા