________________
૧૧૪
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ ઠા.શ્રી દેવાભાઈની કચેરીમાં એક વખત કાગ્ય ચર્ચા ચાલતી હતી. તેવામાં તેમના દશેંદી ચારણ નાંધુના પીપળીયાવાળા રૂપશી નાંધું ત્યાં આવ્યા. તેઓ તે જમાનામાં પ્રખ્યાત કવિ હતા. તેમણે એક સમસ્યા કાવ્ય રચી, કચેરીમાં સંભળાવ્યું. એ વખતે સભામાં મારવાડી બે ભાટ કવિઓ હતા. તથા બીજા પણ કેટલાક વિદ્વાન બ્રાહ્મણ, કવિ-પંડિતો, હતા. પરંતુ તેમાંથી કોઇ આ ગુઢાર્થ કાવ્યનો મર્મ જાણી શક્યા નહિ. ખુદ ઠા.શ્રી પણ આવા વિચીત્ર અર્થ વાળું કાવ્ય સાંભળી આશ્ચર્ય પામ્યા. જ્યારે સભામાંના કોઈ પણ વિદ્વાનથી તે કાવ્યનો અર્થ ન થયો ત્યારે ઠાકરશ્રીના ફરમાનથી કવિરાજ રૂપશીભાઈએ સભામાં તેને સ્પષ્ટ અર્થ કરી બતાવ્યું. એ ચારણી ભાષનું સમશ્યા કાવ્ય અને તેના વંશજેની હસ્તલેખીત પ્રતમાંથી મળતાં અત્રે અર્થ સહિત આપેલ છે :
छपय-अंबर बीन त्रीय एक, चडी पुरुषपर चाले ॥
नेन अने भुज नोय, श्रवण एकाकृत वाले ॥ सदा कुंवारी सोय, होय संगम हाथीसें ॥
रहे अधपल घरवास, तहां रहे प्रभतासे॥ जण वखत नारी छोरु जणे, मोय चडे सोइ मरे ॥
कव रुप भुप देवा कुंवर, कवण अरथ अणरो करे ॥ १ ॥
અર્થ --કવિ કહે – હે રાજા આપના શહેરમાં મેં આજે એક કુતુહલ જોયું, તે એકે, એક સ્ત્રીને કપડાં પહેર્યા વિનાની પુરૂષના ઉપર ચઢીને જતી જોઈ, તેને નેત્ર કે ભુજા નહેતાં માત્ર એક કાન હતા. તે સદાય કુંવારી હોવા છતાં, હાથીના સમાગમથી માત્ર અરધી
ખીમાણીના દિલમાં થયું જે ઠાકારશ્રી દેવાજી મારે ઘેર પધારશે તે માટે ભેટ. સામગ્રી આદી સન્માન કરવું પડશે. તેમ માની ચિંતાતુર થયા. એ વાત સ્વામિનારાયણે અંતમિપણે જાણી, તેથી તેઓશ્રી ત્યાંથી પરામાં પિતાના ગરીબ ભકત ભીમાકુંભારને ઘેર પધાર્યા. કુંભાર ખુશી થયો અને પિતાના ફળીયામાં પરસેપીપળાને એાટે ગુણો પાથરી આપો તેથી સ્વામિનારાયણ તથા સંતે ત્યાં બેઠા. ઠાકારશ્રી દેવાભાઈ પિતા સાથે આરબની બેરખ, ભાયાત, સરદાર, કામદાર, વગેરેને લઈ ખીમાણુની ડેલીએ આવ્યા. ત્યાં ખબર થયા. કે સ્વામિનારાયણ, પરામાં ભીમાકુંભારને ઘેર ગયા છે. પોતાના ઈષ્ટ દેવ જ્યાં હોય ત્યાં જવું એમ ધારી પરા તરફ સ્વારી ચલાવવા હુક્મ આપ્યો ત્યારે કામદારે કહ્યું કે – उपजातिवृत्तः-प्रधान बोल्यो करी पुर्ण प्रीति । सुणो महाराज सुराजनीति ॥
कुंभार जेवा हलका गणाय । तेवातणे घेर न जाय राय ॥ १॥ राजा कहे श्रीहरी ज्यां बिराजे । जीशासु ते स्थान जतां नलाजे॥
जशुं प्रभुने मळवा अमे तो । न आवशो त्यां तमने गमे तो ॥ २ ॥ એમ કહી. સ્વારી પરામાં ચલાવી. સાથે બંધુત્રી હકિસિંહજી અને પિતાના ચારે કુમારો હતા. ભીમાકુંભારને ઘેર જઈ, ઠાકરશ્રી સ્વામિનારાયણને નમસ્કાર કરી ઓટા ઉપર