________________
૧૭૦ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ અને ભયંકર લડાઈ થઈ. જેને ભુચરમોરી કહેવામાં આવે છે. જેનું વર્ણન આ ગ્રંથના પ્રથમખંડમાં જામનગરના ઇતિહાસમાં સંપૂર્ણ કહેવામાં આવી ગયું છે. એ લડાઈમાં રાઓશ્રી ભારમલજી પણ મોટું લશ્કર લઈ જામ સતાજીની મદદે આવ્યા હતા. લડાઈને અંતે મુઝફર ત્યાંથી ભાગી ઓખામંડળમાં ગયો, ત્યાં તેને આશ્રય નહિં મળતાં તે કચ્છમાં આવી રાઓશ્રી ભારમલજીને શરણે રહ્યો. બાદશાહી લશ્કર પણ પાછળ પાછળ ઓખામાં થઈ કચ્છમાં આવ્યું. અને રાઓથી આગળ વિષ્ટી ચલાવી. મુઝફરશાહને સોંપવા કહેતાં રાત્રે ભારમલજીએ કહેવરાવ્યું કે, “ મને જે મોરબી અપાવો તે મુઝફરશાહને સંપું.” તેથી સુબાએ બાદશાહી ફરમાન મંગાવી રાઓને મેરબીને પટ્ટો સેપી મુઝફરને હાથ કર્યો. મુઝફરને સોંપી આપતાં લશ્કર દિલ્હીને રસ્તે પડયું. રસ્તામાં ધ્રોળ પાસે આવતાં મુઝફરશાહે એક હજામ આગળથી સજી (અસ્ત્રો) મેળવી પેટ ચીરી અપઘાત કર્યો હતો.
અકબરે કચ્છ સાથે સંધિ કરી કે બાદશાહને જરૂર પડયે ૫૦૦૦ ઘોડેસ્વારની સહાય આપવી” એ પ્રમાણે ભારાજીએ મોગલ સામ્રાજ્યની સર્વોપરિ સતા રિવકારી હતી.
ઈ. સ. ના સોળમા સૈકાના અસ્તિકાળે આઇને–અકબરીનાકર્તા–કચ્છ સંબંધમાં લખે છે કે “ કચ્છને વધારે મોટો ભાગ જંગલ અને અણખેડાયેલી જમીનને છે. કચ્છી ઘેડા આરબી ઘોડાની ઓલાદને મળતા આવે છે, ઉંટ અને બકરાં કરછમાં વખાણવા લાયક છે. કચ્છી રાજપુત યાદવવંશી કહેવાય છે. તેઓ ઉંચા અને ઘાટીલા છે. અને દેશનું સૈન્ય દશ હજાર ઘોડેસ્વાર અને પાંચ હજાર પાયદળનું છે. રાજધાની ભુજનગરમાં છે બાડા અને કંથકોટના બે મજબુત કિલ્લાઓ છે.”
અકબરબાદશાહના મરણ પછી વિ. સં. ૧૬૭૩ માં ( સલીમશાહ ) જહાંગીર બાદશાહ જ્યારે ગુજરાતની મૂલાકાતે આવ્યા ત્યારે બાદશાહને માન આપવા માટે રાઓથી ભારમલજી, અમદાવાદ ગયા હતા, અને જહાંગીરશાહની મૂલાકાત વખતે એકસો કછી ઘોડાઓ અને એકસો સોના મહોરો તથા બે હજાર રૂપિઆનો બાદશાહને નજરાણું કર્યો હતો. ત્યારે બાદશાહે રાઓશ્રીને સર્વથી મોટા જાગીરદાર તરીકે માન આપી, પિતાની સ્વારીને
* મુઝફરના પઠાણો તેથી ઘણુજ નારાજ થયા અને રાઓ ભારમલજી પિતાનો ક્ષાત્ર ધર્મ ભુલી મુઝફરને સંપ્યો તેથી તેના જીવતરને ધિકકાર છે. તેમ માની પઠાણોએ રે, ભારાજીનો જીવતાં પાળીઓ માંડી બે અદબી કરવા દુહે બેલતા હતા કે
दुहो-भारा कच्छका भूपति, हे भारि मतिहीन । ___ एक मारबी कारणे, पकड मुजफर दीन ॥ १॥
આ હે કાઠિયાવાડમાં પ્રચલિત થયો અને તે પાળીયા ઉપર પઠાણ ચકી રાખવા લાગ્યા જ્યારે જામનગરના જામ જશાજીએ દિલ્હીમાં બાદશાહ અકબરશાહની મોજ લીધી તે વખતે રા. ભારાજીનો પાળીઓ કઢાવી નાખવા બાદશાહ આગળથી હુકમ લખાવી લાવેલ તેથી પાળીઓ કઢાવી બે અદબી થતી બંધ રખાવી ભૂજ સાથેનો જુનો સંબંધ જાળવેલ હતા. (વિ. વિ.)