________________
દશમીકળ] કચ્છ સ્ટેટને ઇતિહાસ.
૧૮૩ મહારાણીશ્રી સતીશ્રી રૂપાળીબા (સ્વરૂપબા)ની સલાહથી અંજારના કારભારી મેઘજી શેઠ ને મોટા લશ્કર સાથે બેલાવવા તજવીજ કરી. મુર્તિ-ખંડનના દિવસે મહારાઓશ્રીએ ભુજના દરવાજા બંધ કરાવ્યા. અને એક મંદિર તરફ જવા પ્રયાણ કર્યું. તેટલામાં મેઘજી શેઠની ફેજ કઈ હિંમતવાન હિંદુ ગૃહસ્થની મદદથી દરવાજા ઉઘડતાં શહેરમાં દાખલ થઈ એ ખબર મહારાઓને થતાં, તેઓ પોતાના અંગરક્ષકે સાથે રાજમહેલમાં ભરાયો. તેથી મેઘજી શેઠે ત્રણ દિવસ સુધી રાજમહેલને સખત ઘેરે રાખ્યો. અને ચોથે દિવસે રાજમહેલમાં દાખલ થઈ કેટલાએક અંગરક્ષકાને મારી અને બીજાઓને તાબે કરી, રાઓને કેદ કરી હિંદુ ધર્મનું રક્ષણ કર્યું એ સમયનું એક ચારણ કવિએ મેઘછશેઠનું કવિત કરેલ છે. જે નીચે આપ્યું છે
कवितःपड जाते देवळ ओ थानपे मसीत होत । देवहुंकी मुरती घराइ लोक घरते ॥ पडते कलम्मासब इल्लीला महंमदहुंके । हिंदु मुसलमान हुते हारहु ना हरते ॥ राओंको भुलायके दारुमे दिवान कर । लाखा ओर देशळके खजाने सब हरते॥ कहा कछवाले रजपुतो गुमराह करो । मेघजी न होतनो मलेछ राज करते॥१॥
ખરેખર મેઘછશેઠે શીવાજીની પેઠે આ વખતે હિંદુધર્મ સાચવી રાખે. શાયજીને કેદ કરી તેમના નાનાભાઈ પૃથ્વિરાજજી ઉ ભાઈજીબાવાને ગાદિએ બેસાડવામાં આવ્યા. અને (૧) મેઘજી શેઠ (૨) ડોસલવેણુ (૩) અબડો (૪) ભદ્દી હમીર (૫) ભારછ. (૬) જુઠ્ઠો () ઓસમાણ (૮) રાજમામદ (અને બીજા ચાર નામો નથી મળેલાં) તેઓને રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા એક સહાયકારી બારભાયા રાજમંડળીમાં નિમવામાં આવ્યા. એ બારભાયારાજમંડળીએ ભાઈજી બાવાને નામે મોટું લશ્કર એકઠું કરી રાજ્યની સહીસલામતિ જાળવી. તો પણ હમીર અને તુરક વાલદીનાની મદદથી રાયધણજી છુટા થયા. પણ ફતેહમહમદ જમાદારે ફરી કેદ કર્યા. એ બારભાયા મંડળમાં અંદરોઅંદર ખટપટ થતાં, કેટલાએકને દંડી બાકીનાને દેશપાર કરી, વિ. સં. ૧૮૪૭ના ચૈત્ર સુદ ૮ના દિવસે ભાયજીબાવાની સર્વોપરી સત્તા જાહેર કરી.
- જમાદાર ફતેહમહમદ – નગરસમૈના જમ રાયધણજીને આઠ કુંવર હતા. તેઓમાં રેતીયાર નામના કુંવરે ઇસલામી ધર્મ સ્વીકાર્યો હતો, તેના વંશમાં કેટલીક પેઢીએ ફતેહમહમદ થયો હતો, તે નાનપણમાં ઘેટાં ચારતો શરીરે મજબુત બાંધાને હોવાથી તેના કેટલાએક શુભેચ્છાએ તેને લશ્કરી ખાતામાં જોડાવા સલાહ આપતાં તેણે ભુજ આવી, કચ્છના સેનાધિપતિ ડોસલવેણ પાસે નોકરી માગી તેના શરીરને મજબુત બાંધો અને તેની વાક્યાતુરી જોઈ સેનાધિપતિએ તેને વશ પાયદળના જમાદાર બનાવ્યો, ફતેહમહમદ યુકિતબાજ વ્યવહારકુશળ તેમજ રાજનિતિજ્ઞ હિંમતવાન પુરૂષ હતો, એ વીરપુરૂષની કાર્ય કુશળતાએ ભાઈજીબાવા ઉપર ઊંડી છાપ પાડી. તેમજ તે હિંદુધર્મની લાગણીવાળા હોવાથી પ્રજા પણ તેને ચાહવા લાગી