________________
દશમીકળ] કચ્છ સ્ટેટને ઈતિહાસ.
૧૭૫ (૧૬) મહારાઓશ્રી ગોડજી [પહેલા] વિ.સં. ૧૦૭૨થી૧૭૫)
- રા. બી. ગોડજીએ પિતાની હયાતિમાં ઘણી લડાઈ લડી કચ્છની આબાદી જાળવી હતી. તેમજ નવાનગરમાં જામ તમાચીજીને ગાદિએ બેસાડવામાં ઘણી જ મદદ કરી હતી. તેઓશ્રીને પાંચ કુંવરો હતા. (૧) દેશળજી (૨) રાયબજી (૩) જીવણજી (૪) હાજે છે. (૫) ઉમરેછે. તેમાં યુવરાજશ્રી દેશળજી રાજ્યગાદિએ આવ્યા. રાયબજીને મોટી ખાખર, કાંચરીઓ, તમાચીસર, મામા, અને કાંડાગરામાં ગિરાસ આપ્યો. જીવણજીને રતાડીયું, દેપાળું ગામ, કાળાધા, જાંબુડી, ઇત્યાદિ (૪) હાજાજીને પત્રી, મંગરા, વાંકીયા, અને સુખપર (૫) ઉમરાઇને બાબીયા, ગોડ, બેરાજે, ઉનડી, ગોડપર, ટપ્પર ઇત્યાદિ ગામે આપી, મહારાઓશ્રી ગોડજી વિ. સં. ૧૭૭૫ના માગસર વદ ૮ના દિવસે સ્વર્ગે સિધાવ્યા. . [૧૭] મહારાઓશ્રી દેશળજી પહેલા વિ. સં. ૧૭૭૫થી૧૮૦૮)
મહારાઓશ્રી દેશળજી ગાદીએ બરાજ્યા ત્યારે કચ્છદેશની પેદાશ માત્ર ૨૮ લાખ કેરીની હતી.
દુશ્મનના હુમલાથી બચવા મહારાઓશ્રીએ વિ.સં. ૧૭૭૬માં ભુજથી અગ્નિખૂણામાં રીગગિરી ઉપર એક મજબુત કિલ્લો બંધાવો શરૂ કર્યો, જેને લોકે હાલ ભુ મ્ કહે છે.
+ એ કિલ્લાને મોટા કોઠા પંદર છે. તે સિવાય બીજી વજેરી છે. તેમાં ભંડાગરો કાઠે જેનું બીજુ નામ વિજય કઠો કહે છે તે સૌથી મોટો છે. એ કોઠા ઉપર તેના આઠ મારકા છે. તે ઉપર અત્યારે માત્ર એકજ તપ છે. તે કાઠા ઉપર સારી રીતે કચેરીના રૂપમાં બેસાય તેવી આઠ બેઠકે છે. તેમાંની એક ઉંચી બેઠક ઉપર વિજય વાવટે રાખવાની સગવડ છે. એ કોઠા ઉપરથી દસ દસ માઈલ સુધી ચારે બાજુ નજર પડે છે. તેમજ કાની માન્યતા છે કે તે કાઠાની નીચે ભેયરૂં છે તેમાંથી ભુજના રાજ મહેલમાં જવાય છે. બીજો રણજીત કાઠે છે. તેમાં પુષ્કળ દારૂગોળો છે. તે પછીના એક કાઠા ઉપર મેડી છે. ત્યાં રાઓશ્રી ભારમલજીને કેદ રાખ્યા હતા તેમ કહેવાય છે. એ કિલ્લાની અંદરની એક ઉંચી ટેકરી ઉપર ભુજંગરાજ (નાગ)નું સ્થાનક છે. તેના ઉપર દેરી છે. એ દેરીમાં વચ્ચે વચ ત્રણમુક્ત ભુજંગાકારે છે. બાજુમાં ગણપતિની બે મતિએ નાની છે. અને એક મુતિ કાળભૈરવની તથા, માતાજીની છે. તે પણ નાની છે. ભુજંગદેવની નીચે એક રાફડીનું ભણ છે. તેના માથે મટી કાચલી ઢાંકી રાખે છે. દર વરસે નાગપંચમીને દિવસે ભૂજના તમામ લેકે આવી, તે રાફડીપરના ભોંણમાં દૂધ રેડે છે, છેવટે જે મહારાઓશ્રી ગાદીએ હેય તે ત્યાં સ્વારીથી આવી, દુધનો કળશ પોતાના હાથથી ચડાવે ત્યારે તે રાફડીમાંથી દુધ બહાર આવી છલકે છે. પછી દુધ રેડવું બંધ થાય છે. એ ભૂજંગદેવના પુજારી (દુધરેડનાર) જાતે અત્યંજ હોય છે. પણ તે દિવસે અસ્પૃશ્યતાનો વાં લેવાતો નથી. કહેવાય છે, કે