________________
૧૭૪
શ્રીયદુવંશપ્રકાશ " [દ્વિતીયખંડ તેમાં નેધણજીના પાટવિ કુંવર હાલાજીને અબડાસા તથા કાંઠી. રવાજીના કુંવર કાંયાજીને મેરબી તથા કટારીયું, અને પ્રાગમલજીના કુંવર ગોડજીને ભુજનગરની કેટવાળી એ પ્રમાણે રાજ્ય વ્યવસ્થા હેવાથી કચ્છી પ્રજા સુખશાંતિ ભોગવતી હતી. વિ. સં. ૧૭૫૪માં આ વદ ૮ના દિવસે રાત્રી માંદા પડયા અને પછી કેટલેક દહાડે સ્વર્ગવાસ કર્યો ત્યારે તમામ રાજ્ય કુટુંબ રાઓશ્રીની દાહક્રિયા કરવા છતરડીએ ગયા. પણ કંવરશ્રી પ્રાગમલજી આંખે દુઃખવાનું બહાનું કરી સાથે ગયા નહિં. પાછળથી ગાદીએ બેસી નેબત ગડગડાવતાં સ્મશાનમાં સૌ એ નાબતને અવાજ સાંભળતાં આશ્ચર્ય પામ્યા, એ પ્રાગમલજીના કુંવર ગોડજી પણ
સ્મશાનમાં સાથે હતા. તે પિતા-પુત્રે અગાઉથી કરી રાખેલ ખાનગી મસલત પ્રમાણે ગોડજીએ પિતાના કાકાઓને કહ્યું કે, “એ તમારા ભોળાભાઈ પ્રાગમલજીનું કામ હશે મને રજા આપો તે હું તેમને સમજાવી આવું.” એમ કહીને ગોડજીએ ગામમાં આવી ભુજના દરવાજા બંધ કરાવી, પિતાશ્રી પ્રાગમલ્લને રાજ્યાભિષેક કરાવ્યો. છતરડીએથી પાછા આવતાં સેએ ભુજના નાકાં બંધ જોયાં, અને દગો થવાનું જાણી સૌ પોત પોતાના કબજાના થાણું દબાવી બેઠા. હાલાજીએ મુકો, કાંઠી અને કોઠારો દબાવ્યો, રવાજીના કુંવર કાંયાજીએ મેરબતથા કટારીયું સ્વાધીને કર્યું. ત્યારથી મોરબી સ્વસ્થાન કચ્છથી જુદું પડયું. (૧૫) મહારાઓશ્રી પ્રાગમલજી[પહેલા વિ.સં ૧૭૫૪થી ૧૭૭ર
રાઓશ્રી પ્રાગમલજીએ ગાદીએ બેસી કુંવર ગોડજીને હાલાજીનો પ્રદેશ જીતી લેવા મેટાલશ્કર સાથે મોકલ્યા તેણે કુંવર હાલાજી પાસેથી મુંદ્રા આદિ કાંઠીના બાવન ગામો થોડા પ્રયાસ લઈ લીધાં. નવાનગરના જામ રાયસીંહજી ગુજરી જતાં, તેમના કુંવર તમાચીજીબાળક હોવાથી મહારાઓશ્રી પ્રાગમલજી પાસે ઉછર્યા. અને તે લાયક ઉમરે પહોંચતાં, મહારાઓશ્રીની મદદથી નવાનગરની ગાદીએ બીરાજ્યા તેના બદલામાં જામશ્રીએ મહારાઓશ્રીને બાલંભા આપ્યું હતું. રાઓશ્રી પ્રાગમલજીને પાંચ કુંવરે હતા. યુવરાજ ગોડજી (૨) નારાયણજી (૩)સિદ્ધરાયજી (૪) કરણુજી (૫) મુંઝાઇ તેમાં યુવરાજ ગોડજી ગાદીએ આવ્યા. નારાણજીને ગોદરે, વરાડા, ઠેઠા, પિોલડીયા અને તણવણમાં ગિરાશ આપ્યો. સિદ્ધરાજીના ત્રણ કુંવરને સાંધણ, લાયજે નાલાયો, ધુંવાએ, છછી, ઉન્નકેટ, રાવળેસર બાંભડાઈ અને કેડારામાં ગિરાસ આપ્યો. ચોથા કુંવર કરણજીને માનકુવો વોડાસર, સામંતરા, કેટડી અને મખણ, પાંચમાં કુંવર ઝુંઝાઈને ગઢસિસા, સોમરેલ વગેરે ગામો ગિરાસમાં આપી, મહારાઓશ્રી પ્રાગમલજી વિ.સં. ૧૭૭૨માં સ્વર્ગે સિધાવ્યા.
: જામશ્રી રાવળજી જ્યારે કચ્છની ગાદી ઉપર હતા ત્યારે તે ગામ પિતાના નામ પરથી વસાવેલું હતું. કરાઓશ્રી પ્રાગમલજીને બાદશાહે “મહારાઓશ્રી” ને ઇલ્કાબ આપ્યો હતો.