________________
૧૭૬ શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ વિ. સં. ૧૭૭૭માં ગુજરાતના સુબાએ નવાબ કેસરખાંને કચ્છની ખંડણી વસુલ કરવા મોટા લશ્કર સાથે મોકલ્યો, પરંતુ તેણે ભુજના મજબુત કિલ્લાના વખાણ સાંભળ્યાં, તેથી કિર્લો સર નહિ થાય તેમ ધારી, તે અબડાસામાં આવેલા સ્મૃદ્ધિશાળી બનળીયા નામના ગામપર ચડી ગયો. પણ ત્યાંના ધનવાન પિતાની તમામ દેલત લઈ ભુજ જતા રહ્યા હતા, તેથી તે નિરાશ થઈ ગુજરાતમાં પાછો ગયો.
મોરબીમાં રાઓશ્રી રાયઘણજીના પિત્ર કાંજી સ્વતંત્રપણે રાજ્ય કરતા હતા. તેને કચ્છનું રાજ્ય પચાવી પાડવાનો વિચાર થતાં, અમદાવાદના સુબાને મોટી રકમની ખંડણી આપવાની લાલચ આપી ૫૦ હજારના લશ્કરથી ખુદ સુબા શેર બુલંદખાનને કચ્છમાં લાવ્યા. વિ.સં.૧૯૮૫) એ સમાચાર ભુજ પહોંચતાં મહારાઓશ્રી દેશળજીએ પાટવિકુમાર લખપતજી, દિવાન ચત્રભુજ મહેતા, કેટવાળ સૂરજ માવજી અને જનાનખાનાના કારભારી દેવકરણ શેઠ સાથે મસલત
લાલવાદી અને કુલવાદીએ ત્યાં આવી ભુજીઆનાગને પકડવા ઘણું ઘણું વિદ્યાઓ અજમાવી હતી. પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા. અને ત્યાંજ મરણ પામ્યા હાલ તેઓની ત્યાં ખાંબીઓ છે, એ ભુછઆ નાગ જેવા ના દેવાંશી શેષનાગો) કચ્છ કાઠીઆવાડમાં હજી પણ વિદ્યમાન છે. અને તે તેઓના નાગમગા બારોટને તેની જીંદગીમાં માત્ર એક જ વખત દર્શન આપે છે એ નાગમગાના કુળમાં જે થાય તે વારસદાર તેના વડીલેથી વહેચેલ ગરાસ મુજબ ચેપડાઓ લઇ તે નાગદેવને સ્થાનકે જઈ, નાહી ધોઈ રાત્રે રાફડા આગળ બેસી શેષનાગના પરાક્રમ (ઇતિસાહ)નાં કાવ્યો વાંચ્યા કરે. દિવસે સુઈ રહે. આમ ત્રણ ઉપવાસ કરે ત્યારે ચોથા દિવસની રાત્રે નાગદેવ દર્શન આપે અને પોતાના વડીલોના પરાક્રમો સાંભળી, સવા પહેર સૂર્ય ચઢે ત્યારે નાગ રાફડામાંથી લાવેલ સેનામહોર મેલી અદશ્ય થાય, પછી નાગમગે તે લઈ રસોઈ કરી પારણું કરે. આવી રીતે સાત દિવસ તે નાગની રૂબરૂ ચેપડાં વાંચી સંભળાવે. પિતા પાસે અન્ય માણસને આવવા મનાઈ કરે. સાતમા દિવસની રાત્રે નાગ સ્વપ્નમાં આવી કેટલીએક તેની સાથે વાત કરે અને સવારે ઘણાં દ્રવ્યોની શિખ આપે તે એટલી કે ફરીને તેની જીંદગીમાં પાછું માગવા આવવું ન પડે તેનો દિકરો જ્યારે પચીસ વર્ષની ઉમ્મરને થાય ત્યારે તેને પિતા તે જગ્યા બતાવી ચાલ્યો જાય અને તેને પુત્ર ઉપર મુજબ સાત દિવસ ચેપ વાંચી નાગદેવને પ્રસન્ન કરે. જેના માથા ઉપર મરું રહે છે અને આ પૃથ્વી ને ભાર જે ઉંચકવાને સમર્થ છે તેવા નાગદેવના સંતાન આ કચ્છ-કાઠીયાવાડની પવિત્ર ભુમિમાં હોય તેમાં શંકા નથી,
ઉપરની હકિકત મેં (કર્તાએ) કચ્છની મુસાફરી કરી તે વખતે તે કિલ્લાના અધિકારી (કિલ્લેદાર) વાઘજીભાઈના પુત્ર કાનજીભાઇ તેમજ રતાડીયાના ઠાકરશ્રી બાલુભાભાઇ અને રાજકવિ દેવીદાનજી હમીરજી સાથે કિલ્લે જેવા જતાં નજરે જોઈ મેળવેલી છે તથા ત્યાંને અત્યંજ પુજારી પણ કહેતો હતો કે “ મારા પિતાના વખતમાં એક વખત નાગમગા” અહિં માગવા આવ્યા હતા.
કાઠીઆવાડમાં તેવા ‘નાગમગાના એકાદ બે કુટુંબે હેવાનું સાંભળ્યું છે.