________________
દશમીકળા]
કચ્છ સ્ટેટના ઇતિહાસ.
૧૭૭
કરી કચ્છમાંથી
તમામ ભાયાતા તથા મિયાણાને ભુજ તેડાવ્યા. અને પેાતાની જાતિ દેખરેખ નીચે લડાઇની સધળી તૈયારીએ કરાવી. તે વખતે ખજાનામાં જોષએ તેવી નાણાની સગવડ નહિ હેાવાથી મહારાણીશ્રી માનકુવરબાએ પેાતાના ખાનગી ખજાનામાંનું અઢળક દ્રવ્ય યુદ્ધની સાધન સામગ્રી માટે આપ્યું, એ હજાર સૈનિકાથી કાઠારાના ગાદીપતિ હાલાજીને ભુજીયાના અધુરા કિલ્લાનું રક્ષણ કરવાનું કામ સેાંપ્યું. આઠ હજાર સૈનિકને પાવિકુમાર લખપતજી તથા મારબીપતિ કાંયાના કુંવર અલીયાજી તથા મેતા ચત્રભુજ અને સુરજી કાટવાળ વગેરેની સરદારી નીચે રણજીત ક્રાઠાઉપર ભુજનું રક્ષણૢ કરવા રેકવામાં આવ્યા. આમ દસ હજારનું કચ્છી સૈન્ય અર્ધાલાખના તુર્ક પઠાણુ, અને મેાગલ સૈન્ય સામે લડવાને તૈયાર થયું સુબા શેરખ઼ુલંદખાને માધાપુર પાસે પડાવ નાખી ભુજીયા કિલાપર હલ્લા કર્યાં, અને સભ્યાકાળે ભયંકર લડાઇને અંતે ભુંડાગરા અને એક ખીજો. એમ એ કાઠા તેણે કબજે કર્યા. બીજે દિવસે કચ્છી સૈનિકાએ એવું તેા દાણુ યુદ્ધ કર્યુ કે બપેાર સુધીમાં તે બન્ને કિલ્લાએ પાછા હાથ કર્યા. એ લડાઇમાં નાગાબાવાની જમાત રાખેશ્રીના લશ્કર સાથે હાવાથી એક નાગાબાવાના હાથથી સુબાના ભત્રીને માર્યાં જતાં, મલેચ્છ સૈન્યમાં નિરાશા ફેલાઇ. એ તકના લાભ લઇ ત્રીજે દીવસે ત્રણુ હજાર ચુના ધાડેસ્વારી સાથે યુવરાજશ્રી લખપતજીએ શેરમુલ દુખાનની છાવણી ઉપર એચીંતા હલ્લા કરી મેાટી કતલ ચલાવી. તેથી સુખાના લશ્કરમાં ભંગાણ પડતાં તેણે માધાપુરથી છાવણી ઉઠાવી લાખાણા પાસે નંખાવી. ત્યાં તેજ રાત્રે મિયાણાએ તેના ઉપર એકદમ તૂટી પડયા, અને ભારેલુંટ ચલાવી એ વખતે મેારબી નરેશ કાંયાજી, મહારાઓશ્રીને મળી ગયા. અને શેરન્નુલંદખાન મેટી હાર ખાઈ અમદાવાદ પાધ્યેા ગયા. ઉપરની લડાઇનું કાવ્ય “ દેશળ વનિકા ” નામનું ચારણી ભાષામાં રતનુશ્રી હમીરજીએ ધણીજ વીરરસની વાણીમાં વિસ્તારપુર્વક રચેલ છે. તેમાંના ચેાડાક દુહા અને છપય, નમુના દાખલ આ નીચે આપવામાં આવેલ છે. જ્યારે સુખા ચઢી આવ્યે ત્યારે મહારાઓશ્રી દેશળજીએ પેાતાના અમીર ઉમરાવ અને ભાયાતાને ભેળા કરી પુછ્યુ કે સુખાશેરમુલ દુખાનને આપણે દંડ ( ખંડણી ) આપશું? કે તેના સામે લડીશું? તેના જવાબમાં શુરવીર સભાસદે। કહે છે કેઃ—
66
छपय- दंड राओ की दीए, मेरु दख्खण कीं मंडे । दंड राओ कीं दीए, शेष शीर धर कीं छंडे । दंड राओ कीं दीए, अरजण रण कीं ओसल्ले । दंड राओ की दीए, हीम गीरीवर कीं हल्ल । में वार असुर चडीयो मछर, लूंट देश बीजा लीं । પ્રાન, સત્તા જી અંક પદ, ટૂંકુ જેમ ફેશ ટ્રીપ ॥ શ્॥
રાઓશ્રી દેશળજીના એ કિલ્લાઓ કેવા છે તે વિષે:—દુહા
भूजीया भींतर गढ भजे, शहेर पास गढ सोय । सुरपतिरा गढ सारीखा, देशळरा गढ़
જ્ઞેય ॥ ॥