________________
પંચમી કળ]
ગોંડલ સ્ટેટને ઈતિહાસ. ડારાથી થયા છે, તેવું સાહેબને જણાવી દીધું. એટલે સાહેબે તેમાં સહી કરી નહિ. ઠા.શ્રી ભાણુભાઈને દુર્લભજીની રાજભક્તિ પસંદ પડી, તેથી તેને પોતાના ખાનગી કારભારી નીમ્યા એ વખતે શિરબંધીને પગાર પણ ઘણે ચડેલે, પરગણુઓ ગરવી મુકેલાં, તેથી ઠાશ્રી બહુજ મુંઝવણમાં હાઈ વખતો વખત કહેતા કે “આ રાજ્ય કરતાં તો ઘરના ધણુ હતા. ત્યારે સુખીયા હતા. મુક્લીનો પાર રહ્યો. નહિં, અને કાંઈ દશ સુઝતી નથી.” આ પ્રસંગે દરબારનું રોજનું ખર્ચ કોઠારે ઘટાડતાં, ઘટાડતાં, છેવટ પાંત્રીશ માપ દાણા, અરઘે ઘડે તેલ, દસ શેર ઘી, અને બે ભર ખડ, સુધી ઘટાડવું પડયું હતું. આવા મુશ્કેલીના સમયમાં દુલભજી બુચે કારભારું સંભાળી, રાજ્યમાં સુધારાઓ કરવા શરૂ કર્યા. ઉજજડ ગામો ફરી વસાવ્યાં, જમીનનું માપ કરાવી, ખેડુત ખેડી શકે તેટલી જમીનો દરેકને વહેંચી. આપી. વિ. સં. ૧૯૦૩ માં ઉપલેટા પરગણાંના વર્ષ પુરાં થતાં છોડાવ્યું. વસુલાત ખાતામાં તે દેખરેખ રાખી, જમાબંધીની રીત દાખલ કરી, વર્ષો સારાં આવતાં, ઉપજ પણ વધવા લાગી. પહેલાં ઉપજ ખર્ચનું દફતર ધોરણસર ન રહેતું, તે દુર્લભજી બુચે બરાબર જમા ખર્ચને હિસાબ રખાવી, દફતર બાંધ્યાં. અને કુદરત પણ સાકુનુળ થતાં, ધીમે ધીમે રાજ્ય દેવામાંથી મુક્ત થતાં, દરવર્ષે ખર્ચ કાઢતાં, અઢી લાખ કારી સિલકની રહેવા માંડી.
૯ ઠાં.શ્રી ભાણાભાઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતા. તે વિષે તે ધર્મના ગ્રંથમાં જે કાવ્ય છે તે નીચે કુટનોટમાં આપેલ છે. તેઓશ્રીના રાજ્યઅમલમાં બહારવટીઆઓની પણ મુશ્કેલીઓ નડી હતી. ભીમો અને લાખે નામના, જાટની જાતિના બે જુવાન છવાઈ
૯ સ. ગુ. સ્વામી ગોપાળાનંદજીની આજ્ઞાથી જે બાગમાં શ્રીજી મહારાજ જમ્યા હતા. ત્યાં ઠા.શ્રી ભાણાભાઈએ દેરી ચણાવી–તેમાં ચરણાવિંદ પધરાવ્યાં. તથા ગામમાં એક હરિમંદિર ચણાવી મૂર્તિ પ્રતિષ્ઠા કરી, તે વિષે કાવ્ય – उपजातिवृतः-राये पछी देरी रूडी रचावी, तेमांही थाप्यां पगलां घडावी ॥
देशी विदेशी जनसंघ आवे, ते देरीने मस्तक तो नमावे ॥ १ ॥ गोपाळ स्वामि वळी भपपास, विशेष को, वचन प्रकास ॥ तमे हरिमंदिर तो करावो. सुसंतने उतरवा ठरावो ॥ २ ॥ सुतार कच्छी जन देवराम, निवासथी दक्षिण दीस ठाम ॥ जग्या हती मंदीर त्यां कराव्यु, भक्तो तणा अंतरमांही भाव्यु ॥ ३ ॥ ते भुपतिना सुत सुखदाइ, संग्रामजीने वळी मुळुभाइ ॥ भला थया बेय प्रविण पुरा, धर्मीपणामां नहिंए अधुरा ॥४॥ ज्यां ओगणिशे पर वर्ष सात, थयां वळी विक्रम वीखीयात ॥
स्वर्गे सिधाव्या शुभ भाणराजा, संग्रामजी गादीविषे बिराज्या ॥ ५ ॥ તેઓશ્રીએ સ્વામિનારાયણના આદિ આચાર્યશ્રી રઘુવીરજી મહારાજને પધરાવ્યા હતા. તથા સદ્દગુરૂ ગુણાતિતાનંદસ્વામી આગળ જ્ઞાનપદેશ ગ્રહણ કર્યો હતો. અને મુનીશ્રી વિરુદ્ધાત્માનંદ પાસેથી શ્રીમદ્ ભાગવતની કથા સાંભળી હતી.