________________
૧૨૪
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ વિ. સં. ૧૯૧૮માં કુબી પથુભા બીમાર હતા. અને તે મંદવાડ વિસે દિવસે અનેક ઉપાયો કર્યા છતાં વધવા લાગે. અને છેવટ વિ. સં. ૧૯૧૮ના જેઠ સુદ ૯ને દહાડે તેઓ સ્વર્ગે ગયા. તેઓનું પુરૂં નામ પૃથ્વીરાજજી હતું. તેમણે અંગ્રેજી કેળવણી લીધી હતી. ગેંડળમાં અંગ્રેજી ઢબનું પિત્તળનું બેન્ડ તેમણે દાખલ કર્યું હતું. જે હાલપણુ શનિવારે તથા બુધવારે કાયમ નિયુક્ત સ્થળે વાગે છે. કુ.શ્રીપથુભાનું ૨૧ વર્ષની ભરયુવાવસ્થામાં થયેલ અવસાનથી સમગ્ર કાઠીઆવાડમાં હાહાકાર થઈ રહ્યો હતો. એ બાહોશ અને બુદ્ધિશાળી પુત્રરત્ન ગુમાવતાં, ઠાકારશ્રી ગ્રામજી તે દિમુઢ થઈ ગયા હતા. કોઈપણ વ્યક્તિ સાથે બોલતા નહિં, કચેરીમાં પણ આવીને કઇ સાથે કાંઈ વાતચિત નહિં કરતાં, ઉદાસી ચહેરે મૌન બેસતા, રાજ્યના બધાંકામ દુર્લભજી બુચ કરતા. આવી મૌન સ્થિતીમાં (જામનગર તાબાના રંગપરના રહીશ) મસ્તકવિ બાણુદાસ તેમને જઈ મળ્યા. પરંતુ ઠા.શ્રીએ તેમના સાથે કાંઈપણ વાતચિત કરી નહિં તેથી તે શીઘ્રકવિએ નીચેનું ચારણી ભાષાનું એક કાવ્ય રચી સંભળાવ્યું હતું - મટાડી હતી. તે વિષે હરિલીલામૃત ગ્રંથના ભાગ પહેલામાં વિશ્રામ ૯ માં લગભગ ૫૦ કડીનું અસરકારક કાવ્ય છે, પણ સ્થળ સંકોચે અત્રે આપેલ નથી. ઉપરની રીતે ગાંડળના રાજ્યકર્તાઓ શ્રી સ્વામિનારાયણના સમયથી જ તે સંપ્રદાયમાં દાખલ થયા હતા. ઠા. શ્રી. સંગ્રામજીને ત્યાં હાલના વિદ્યમાન મહારાજાશ્રી ભગવતસિંહજી સાહેબને જ્યારે જન્મ છે. ત્યારે સ. ગુ. ગુણાતીતાનંદસ્વામિને ઠા. શ્રીએ ગંડળ તેડાવી, કુમારશ્રીનું નામ પાડવા વિનંતિ કરી હતી, તે વિષે કાવ્યાउपजाति वृतः-भुपे का हे मुनि हेत लावो, आ पुत्रनुं नाम तमे ठरावो ॥
मुनि कहे श्री भगवत् प्रसाद, तेनुं रहे नाम सदैव याद ॥१॥ ते श्री हरिनी शुभगादीऐं छे, गुरु अमारा पण आज ए छे । मारुं कर्तुं जो मनमांही लावो, तो नाम रुडं भगवत् ठरावो ॥२॥ पाडयुं पछी उत्तम नाम एवं सिंहान्त क्षत्रिकुळ योग्य जेवू ॥
रह्या घणा वासर त्यां मुनीश, सेवा घणी नित्य सजे महीश ॥३॥ વિ. સં. ૧૯૨૩ માં સ.ગુ. ગુણાતીતાનંદ સ્વામિને ઠાકારશ્રીએ તેડાવી, ગાંડળમાં સ્વામિનારાયણના શિખરબંધ મંદિરનું ખાત મુહુર્ત કરાવી, કામ શરૂ કર્યું, ત્યાં સ. ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામિએ તેજ સાલના આસો સુદ ૧૩ ને દિવસે અક્ષર નિવાસ કર્યો, ત્યારપછી તેજ સાલમાં ઠા, શ્રી. તથા રાણીશ્રી મોંઘીબા અને યુવરાજથી લાગવતસિંહજી વિગેરે સહુ વડતાલ પધાર્યા. ત્યાં દેઢમાસ રહી, સંત સમાગમ કરી, ગેંડળ આવ્યા. અને વિ. સં. ૧૯૨૫ માં ઠા. શ્રી. સગ્રામ સ્વર્ગે સિધાવ્યા. તે પછી વિ. સં. ૧૯૨૮માં મંદિર સંપૂર્ણ થતાં, બાકી મેઘીબાએ બાળમહારાજાશ્રીના વતી કુંકુમપત્રિકાઓ કાઢી, આચાર્યું મહારાજશ્રી ભગવતપ્રસાદજી મહારાજ વગેરેને પધરાવી, મુર્તિઓની પ્રતિષ્ઠા કરી, આજીવિકા બાંધી આપી તેનું વર્ણન એ ગ્રંથના ઘણું પાનામાં છે. તેમજ સ. ગુ. ગુણાતીતાનંદ સ્વામિને જ્યાં અગ્નિસંસ્કાર કર્યો હતો ત્યાં હાલ દેરી છે, જે અક્ષરદેરીના નામે ઓળખાય છે. તેને ફરતી ભુમિ વાડી તરીકે શ્રી ગંડળના સ્વામિનારાયણના મંદિરમાં બાકી મેંઘીબાએ સગીર મહારાજાવતી લેખ લખી આપી અર્પણ કરી હતી,