________________
૧૨૨ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ સબંધીની નવી તકરારમાં બહારવટે નીયા હતા. આખરે ગણોદના વજભાઈ નામના ભાયાત તેઓના પાછળ ચડયા. તેઓએ લાખાને ભાલથી ઠાર કર્યો, અને ભીમો ભાગ્યો, પણ આખરે તે પણ પકડાયે. તે ધીંગાણામાં વજાભાઈને હાથ જખમાયો હતો.–ભંડારીઆના રવાજી, કલાજી, નામના બંને ભાઈઓ ઉપર અધિકારીઓની કનડગત થતાં, તેઓ પણ બહારવટે નીકળ્યા, આજુ બાજુ લુટફાટ ચલાવી ગંડળ પરગણુને પાયમાલ કરી, બહુ ત્રાસ ઉત્પન્ન કર્યો. અનેક ઉપાયો કર્યા છતાં, તે બહારવટીઆઓ હાથ આવ્યા નહિં. આખરે ઠા,શ્રી ભાણુભાઇના દેવ થયા પછી, ઠાશ્રી સંગ્રામજીના વખતમાં, વિ. સં. ૧૯૧૪માં જ્યારે કુ.શ્રી ૫થુભાના લગ્ન થયાં, ત્યારે જામનગરથી જામથી વિભાજી લગ્નમાં આવેલ, તેમના તંબુએ એક કંગાલ હાલતમાં હથિઆરબંધ માણસ આવ્યો. તેણે જામશ્રીની સલામ કરી તેમના પગ પાસે પિતાના હથિર છોડી, પિતે રેજી છે, તેવું જાહેર કર્યું. તેથી સોને આશ્ચર્ય થયું. જામશ્રી વિભાજીએ ક્ષત્રિધર્મ પ્રમાણે શરણાગતને અભય આપ્યું, તેમજ તેને ઠા.શ્રી પાસેથી તેના ગુન્હાની માફી અપાવી, જામનગર પોતાની સાથે લઈ ગયા હતા. ઠા.શ્રી ભાણાભાઈએ દસ વર્ષ રાજ્ય કર્યું. તેમાં સાત વર્ષ કષ્ટનાં ભોગાવ્યાં. અને ત્રણ વર્ષ દુર્લભજી બુચના કારમારામાં સુખનાં વિત્યાં. તેઓશ્રીને બે કુમારો હતા. તેમાં પાટવિકુમારશ્રી ગ્રામજી ગાદીએ આવ્યા. અને શ્રી મુળુજીને ડાળીયાવેજા ગામે ગિરાસ મળે. (૧૧) ઠાકારશ્રી ગ્રામજી (વિ. સં. ૧૯૦૭થી ૧૯૨૫-૧૮ વર્ષ)
ઠા.શ્રી ભાણુભાઈ દેવ થયા ત્યારે દુર્લભ બુચ લેંગસાહેબ પાસે જેડીયા મુકામે હતા. ત્યાં તેઓને તે ખબર થતાં, “દુર્લભજીનેંજ કામદાર તરીકે રાખવો,” એવો હુકમ સાહેબ પાસેથી લખાવી ને ગંડળ આવ્યા. ઠા.શ્રી સગ્રામજીનાં રાણીશ્રી રામબાને તેના સાથે અણબનાવ હતા, પણ સાહેબના હુકમથી તેને રજા અપાણી નહિં. ઠા.શ્રી સમ્રામજી, શાંત અને આનંદી
જીવન ગાળી, પ્રભુભજનમાં તમિલન રહેતા. ઇશ્વર પાસે તેના સમયમાં અંગ્રેજ સરકારનું રમ થતાં, બહુજ સુલેહ જળવાઈ હતી. ઠાત્રીના પાટવિકુમારશ્રી પથુભા, એ સમયના રાજકુમારેમાં સર્વથી શ્રેષ્ટ હતા. તેમનું બુદ્ધિ ચાતુર્ય અને વીરતા ઘણજ પ્રશંસાપાત્ર હતી, તેમણે ઘણખરે રાજ્યકારભારનો બોજો ઉપાડી લીધો હતો. તેમનાં માતુશ્રી રામબાને દુર્લભજી બુચનો કારભાર ગોઠો નહિં હોવાથી કુક્ષી પથુભાને ઉશ્કેરી દુર્લભજીને ગંડળમાંથી કાઢવાના ઉપાય જવા માંડ્યા. અને નાગજી ભટ કે જે ઠા.શ્રી સગ્રામજીને માનીતું હતું, તેનાથી તે કામ લેવાની તજવીજ કરી. તેથી નાગજીભટે (૧) જેતપુરથી રાજારામ ભાઉને તેડાવ્યા. એ ખબર દુર્લભજી બુચને થતાં, અલી જમાદારના પાંચ આરબોને મોકલી, રાજારામને કાઢી મુકો. (૨) વિ. સં. ૧૯૦૯માં તેણે નથુ બુચને બોલાવ્યો, તે ખબર દુર્લભજીને લેંગસાહેબ પાસે ગોપનાથ મુકામે થયા. ત્યાંથી સાહેબના ૧૦ વાર મોકલી તેને કાઢી મેલવા હુકમ લખાવ્યો પણ ગુલાબરાયે વચ્ચે પડી, ખાનગી ચીઠ્ઠી મોકલી, નથુ બુચને ગંડળમાંથી રવાના કર્યો. (૩) ઘોઘાથી સનંદી વકીલ વિષ ભટુર, કે જે મહાન તર્કટી અને ખટપટી હતો, તેને તેડાવી નદીને સામે કાંઠે બાગમાં ઉતારો આપો. અને દરબારમાંથી સીધે સામાન મોકલી રસોઈ