________________
છઠ્ઠી કળા] કોટડા-સાંગાણી સ્ટેટના ઇતિહાસ.
૧૩૫ એવી સેંકડો ગાયો જુદા જુદા રંગની, દેશાણું જાતની, ઉમદા કિંમતની તેઓશ્રીની ગૌશાળામાં હતી. કવિ, પંડિત, બ્રાહ્મણ તથા કોઈ ઇતરવર્ણના સંબંધી જનેને તે ગાય ભેટ તરીકે આપતા. અને તેના વાછડાઓને આંકી “ધણ ખુંટ બનાવતા. અને તે ખુટ, પિતાના ગામડાઓમાં અને બીજા કોઈ માંગી, લઈ જતાં તેને આપતા. પણ ગાય, વાછરડી કે વાછરડે કોઈ વખત વેચતા નહિં,
આસોમાસમાં નવરાત્રિના દિવસોમાં દરબારગઢમાં આવેલા માતાજીના મંદિરના વિશાળ ચેકમાં ગરબીઓ ગવરાવતાં, અને તેમાં પિતે જાતે નગારાં બજાવવા બેસતા. આ નવરાત્રીના ઉત્સવ પ્રસંગે અનેક રાજવિઓ ત્યાં પધારતા, અને રાજકોટ તથા અન્ય સ્થળોને મુત્સદી વર્ગ તથા પ્રજાજનો એ ઉત્સવ જેવા કોટ અવતા. અને તે સઘળાને તેઓશ્રી ઉમદ અતિથ્ય સત્કાર કરતા. એ મહાન ભકતરાજ રાજવિનો દેહવિલયનો સમય જ્યારે નજીક આવ્યા, ત્યારે તેઓશ્રી તિર્થ કરવા નિમીતે પ્રભાસક્ષેત્રમાં ગયા હતા, અને ત્યાં ત્રિવેણી સંગમે હાલ જ્યાં દેરી છે. ત્યાં પિતાના ભૌતિક શરિરને ત્યાગ કરી, પરમપદને પામ્યા. ( વિ. સં. ૧૯૭૦ ) તેઓશ્રીને કુમારશ્રી ન હતા. પરંતુ બે કુંવરી સાહેબ છે, જેમાંના પહેલા કુંવરીશ્રી આનંદકુંવરબા સાહેબના લગ્ન ધ્રાંગધ્રાના મહારાજા રાજસાહેબશ્રી ઘનશ્યામસિંહજી સાહેબ જી. સી. આઈ. ઈ સાથે થયાં છે અને તેઓશ્રી ધ્રાંગધ્રાની રાયગાદિના વારસના માતુશ્રી છે. (૨) હીરાકુંવરબાનાં લગ્ન રાજપુતાનામાં આવેલા ઝાલાવાડ સ્ટેટના મહારાજાશ્રી રાજે
ન્દ્રસિંહજી સાહેબ સાથે થયા છે. ઠા.થી મુળવાજી અપુત્ર દેવ થતાં તેઓશ્રીના પછી તેમના કાકાશ્રી મુળુભા (પિપળીયા)ના કુશ્રી હિંમતસિંહજી સાહેબને ગાદિ મળી. તે (૧૨) ઠા.શ્રી હિંમતસિંહજી સાહેબે ગોંડળ રાજકુમાર કોલેજમાં કેળવણી લીધી હતી. તેઓશ્રીનો જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૮૯૨માં થયો હતો અને તા. ૨ માર્ચ ૧૯૧૪માં ગાદીએ બીરાજ્યા હતા. તેઓ નામદારશ્રીને બે રાણીઓ હતાં (1) ઈ. સં. ૧૯૦૮માં, બાશ્રી માજીરાજબા તે ગજાભાઈની વાવડીના ગોહેલી બાપુભા રતનસિંહજીનાં કુંવરી હતાં જેઓ ઇ સ. ૧૯૧૪માં એક કુંવરીને મુકીને સ્વર્ગે ગયાં તે કુંવરીશ્રી પણ બે વર્ષ પછી સ્વર્ગે ગયાં. (૨) બાશ્રી તખતબા ગંડળ તાબે દેવચડીના ચુડાસમા મેરૂજી ડોસાજીનાં કુંવરી. જેઓશ્રી ગાદિના વારસ કુ.શ્રી પ્રદ્યુમ્નસિંહજીને, તથા બે કુંવરીસાહેબાઓને જન્મ આપી ઈ. સ. ૧૯૨૪માં સ્વર્ગ ગયાં. ઠા.શ્રી હિંમતસિંહજી સાહેબ વિ. સં. ૧૯૮૬માં સ્વર્ગે ગયા, ત્યારે નામદાર યુવરાજશ્રી પ્રદ્યુમ્નસિંહજી સાહેબ સગીરવયના હતા, હાલ, તેઓશ્રી રાજકોટ રાજકમાર કોલેજમાં કેળવણી લીએ છે, અને સ્ટેટ બ્રીટીશ મેનેજમેન્ટ નીચે છે. સદ્દભાગ્યે વિદ્યમાન (૧૩) ઠા,શ્રી પ્રધુમ્નસિંહજી સાહેબના નાના બાપુશ્રી મેરૂજીભાઈ સાહેબ હાલ કોટડા-સાંગાણું સ્ટેટના મેનેજર સાહેબ તરીકે રહી, ઘણીજ પ્રશંસનિય ઉત્તમ કારકીર્દી મેળવી રાજ્યતંત્ર ચલાવી રહ્યા છે.