________________
છઠ્ઠી કળા મેંગણ તાલુકાનો ઇતિહાસ.
૧૩૭ કે મેંગણ તાલુકાનો ઈતિહાસ આ તાલુકાની સરહદ ઉપર ગંડળ રાજકોટ, લેધીકા, ગવરીદડ વિગેરે સ્ટેટના ગામે છે, આ તાલુકાનું ક્ષેત્રફળ ૩૪ ચો. માઈલ છે. આ તાલુકાની વસ્તિ સને ૧૯૨૧ની ગણત્રી મુજબ ૩૧૧૩ માણસની છે. સરાસરી દર વર્ષની ઉપજ રૂપીઆ ૨૭૦૦૦ના આસરે છે. અને ખર્ચ ૨૧૦૦૦ના આસરે છે બ્રીટીશ સરકારને ખંડણીના રૂપીઆ ૩,૪૧૨ અને જુનાગઢને જોરતલબીના રૂપીઆ ૪૫૭ દરવર્ષે આ તાલુકે ભરે છે. આ તાલુકાને અધિકાર, ફોજદારી કામમાં બે વર્ષની સખ્ત કેદ અને રૂ ૨૦૦૦)સુધીના દંડનો છે અને દિવાની કામમાં રૂપીંઆ ૫૦૦૦ સુધીના દાવા સાંભળી શકે છે, વારસામાં પાટવિકુમાર ગાદીએ આવે છે. કાઠિવાડના બીજા રાજ્યો માફક શાહીસના સાથે આ તાલુકાને પણ કેલકરારો થયા છે. તાલુકાના ગામના નામ :-(૧) મેંગણી ઉર્ફે મેરગઢ (૨) જુની મેંગણી (૩) થરડી (૪) અરણીડા [વાછરાનું) (૫) ચાંપાબેડા (૬) કાળાંભડી (૭) નોંઘણચોરા (૮) આંબલીયાળા
-: પ્રાચિન ઇતિહાસ :
આ તાલુકે ગાંડળ સ્ટેટની શાખા છે. ગાંડળના બીજા ઠા.શ્રી સગરામજીના બીજા કુમારશ્રી નથુજી મેંગણ તાલુકે લઇ ઉતર્યા હતા. એ (૧) શ્રી નથુજીને બે કુમારે હતા. પાટવિકુમારશ્રી મેરૂજી ઉ મેરભાઈ તથા બીજા કુમારશ્રી દેસાજી હતા. પાટવિકુમાર અપુત્ર ગુજરી જતાં, નાના કુમારશ્રી દેસાજી ગાદીએ આવ્યા. જે મેંગણીમાં ગાદી હતી તે હાલ જુની મેંગણીના નામથી ઓળખાય છે. હાલ નવી મેંગણીમાં ગાદી છે. તે મેંગણીનું બીજું નામ (૧) ઠા.શ્રી નથુજીના પાટવિકુમારથી મેરૂભાઈના નામ ઉપરથી “મેરગઢ' પાડવામાં આવ્યું હતું. (૨) ઠા.શ્રી સાજને બે કુમાર હતા તેમાં પાટવિકુમારશ્રી દાદાભાઈ ગાદીએ આવ્યા. અને નાના કુમારી રામાભાઈને ચાંપાબેડામાં ગિરાસ મળ્યો. (૩) ઠા શ્રી દાદાભાઈને ચાર કુમારે હતા. તેમાં પાટવિકુમારશ્રી સામતસિંહજી ગાદીએ આવ્યા. અને નાના કુમારશ્રી નાનાભાઈ તથા જુણાજી, એ બન્નેને કાળાંભડીમાં ગિરાસ મળ્યો. અને મેંગણીગામમાં પાટી મળી. ચોથા કુમારશ્રી ફલજીભાને આંબલીયાળામાં ગિરાસ મળ્યો. એ (૪) ઠા, શ્રીસામતસિંહજીને માનસિંહજી નામના એકજ કમાર હતા. તે તેના પછી ગાદીએ આવ્યા. એ (૫) ઠા.શ્રી
જ એ ચાંપાબેડામાં રામાભાઈના વંશમાં જાડેજાશ્રી જાલમસિંહજી થયા તેના વિધવા બાશ્રી રામબા બહુજ ડાહ્યાં અને પાકશાસ્ત્રમાં કુશળ છે. તેઓશ્રી એક “મા” (૧૮શેર) બાજરાનો એકજ રોટલો બનાવે છે અને તે સરખે ગોળ બરાબર પકાવેલો, સ્વાદિષ્ટ બનાવે છે. ભાવનગરના મરહુમ મહારાજાસાહેબ તથા પોરબંદરના મરહુમ મહારાણસાહેબે તથા ગોંડલના મહારાજા સાહેબે તે રોટલાની તારીફ સાંભળી, એ બાઈ પાસે રોટલો ઘડાવી, જમીને યોગ્ય ઇનામ આપ્યું હતું. હાલ તે બાઈ વૃદ્ધ થયાં છે અને ઉપરની હકિકત તેમનાથીજ અમોએ સાંભળેલ છે.