________________
૧૬૦ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ | શ્રી અષ્ટમી કળા પ્રારંભ: (૫) જામ કાંજીલ વિ. સં. ૧૪૦૩થી ૧૪૭૦ સુધી)
જામ કાજી હબાઇની ગાદીએ બેસી પિતાનું વૈર લેવા માટે કાઠીઓ તથા વાઘેલા ઉપર મોટી સવારી લઈ જતાં તેને કચ્છમાંથી કાઢી મેલી નિરંકટ રાજ્ય ક૭ વર્ષ કરી પિતા પાછળ આમરજી, વેરાજી, નાંગીજી, પંચાણ, ઉસ્તીએ એમ પાંચ કુંવર મેલી સ્વર્ગ સીધાવ્યા. મોટા કુંવર આમરજીને રાજગાદી, વેરાજીને વંગડાડોર અને ઘડેલી નાંગીઆઇને ગામ માંગીઓ પંચાણને બે કુંવરો હતા. જાડે અને વિમળશે. તેમાં જાડાને મિયાપડ અને આડ વમળશીને ઝૂર અને ઉસ્તીઆઇને ગામ ઉસ્તીઓ વિગેરે ગરાસ મળ્યો હતો.
(૬) જામ આમરજી (વિ. સં. ૧૪૭૦થી ૧૪૮૫) હબાઈની ગાદીએ જામ આમરજી આવ્યા એ વખતે કચ્છમાં ચારે દિશાએ ઘણી જ શતી હતી, પરંતુ કાબુલમાંથી ઓચિંતી જ આવતાં તેની સાથે આમરજીએ વીરતાથી લડી ફેજને હાંકી કાઢી, પણ તે લડાઇમાં પોતાને સખત જખમ થતાં તેને બચવાની આશા ન રહી. તેથી છેવટ અંતકાળને સમયે પિતાના કુંવર ભીમજી તથા મોકળસિંહને બોલાવી કહ્યું કે “તમારી અપરમાતાને ધાન છે તેથી કહું છું કે જે તેને કુંવરી જન્મે તે કોઈ સારા રાજ્યમાં પરણાવજો અને જે કુંવર જન્મે તો તેને મારી ગાદીએ બેસાડજો એની ખાત્રી માટે મને વચન આપી પાણી આપો તે મને સદ્દગતિ થાય” પિતૃ ભકત કુમારોએ એજ એ વખતે પિતાની છેલ્લી આજ્ઞા માથે ચડાવી પાણી આપ્યું અને તુર્ત જ આમરજી દેવ થયા.
૧ સં.૧૪૮૫1 (૭)જામ આમરાણું અને જામ ભીમજી[,
વ્યા ૧૫૨૮ | - 'જામ આમરજીના દેવથયા પછી તેની નવિ રાણીને કુંવર જનમ્યો અને તેનું નામ આમર (આમરાણી) પાડયું તે લાયક ઉમરનો થતાં ભાઇઓએ તથા ભાયાતોએ જામ આમરજીના કહેવા પ્રમાણે તેને હબાઈની ગાદીએ બેસાડે
એક વખત જામ આમરણ ભીમજી તથા ગોકળસીંહ અને બીજા ભાયાતોની સાથે વાડીઓમાં ફરવા ગયા. ખેડુતોએ પોતાના પડામાં જામશ્રી વિગેરેને બેસાડી બાજરાનો પકે પાડી તૈયાર કર્યો. અને તે ગરમા ગરમ ખવાય તે લીજજત આવે. તેથી તે પેક એક ઘડામાં ભરી જ્યાં કચેરીમંડળ બેઠેલ છે ત્યાં લાવી જામ આમરાણી આગળ ઘડો મેલ્યો. એટલામાં એ વાડીમાંથી એક અજાયબ પમાડનાર પક્ષી નીકળ્યું, અને થોડે દુર જઈ બેઠું, તે નવીન પક્ષીને જેવા સો ડાયરાની ઇચ્છા થતાં તમામ માણસે તે પક્ષી પાસે ગયા. જામ આમરાણીને પણ તે પક્ષી જોવાની ઈચ્છા થઈ. પરંતુ વૈયા, ચકલાં આદિ