________________
અષ્ટમીકળ]
કચછ સ્ટેટના ઇતિહાસ. બીજાં ઘણાં પક્ષીઓ આસપાસ ઉડતાં હતાં, તેથી તે પક્ષીઓ આ ઘડામાને પોંક ખાઈ જશે અથવા ધૂળમાં ઢળી નાખશે એવું જણાતાં પોતાના માથા ઉપરની પાધડી ઉતારી તે ઘડા માથે (ઢાંકી) મેલી. સહુની પાછળ ગયા. ત્યાં જઈ પક્ષીને જેઈ સો સાથે પાછા આવતાં ચકલાંઓએ પોંક ખાવા માટે પાઘડી વીંખી ધૂળમાં નાખેલી હતી, તે પાઘડીને ઘૂળમાં રગદોળાતી જઈ ભાયાતો બોલ્યા કે “ આ પાઘડી જામ ઓઠા દાદાની છે. આમ રખડાવનારથી તે સાંચવી શકાય નહિં. આજે ચકલાંએ ધુળમાં ખુંદી તો કાલે દુશ્મનો તેને ધુળમાં, રગદોળશે તો આપણી લાજ જાય માટે એ શોભાવે તેજ પહેરે ” એમ કહી સહુએ તે પાઘડી ભીમજીના માથા પર મેલા એટલે ભીમજીએ ઘણીએ આનાકાની કરી તપણુ બધા ભાયાતોએ સમજાવ્યું કે” તમે તે તમારું વચન પાળ્યું છે. પણ આ પાઘડી, ગાદીની સહી સલામતી જાળવવા માટે તમેને પહેરાવીએ છીએ માટે ના પાડશે નહિં. આવા અતિ આગ્રહથી ભીમજીએ જામની પાઘડી ધારણ કરી અને હબાઇની ગાદી સંભાળી. તેણે ગજવંશના બળવાન રાજ લાખાજીથી રાજ્ય પ્રજાનો બચાવ કરવા માટે મોટા લશ્કરથી ભારે તૈયારી કરી હતી. પણ લડાઈ થયા. પહેલાં જ દૈવગે લાખાજીને વધ થતાં થોડા વખત માટે હબાઇની ગાદી નિર્ભય બની.
જામ ભીમજીને ચાર કુવર હતા. હમીરજી, અજોજી, ભાણજી છું . તેમને નીચે પ્રમાણે ગરાસ વેંચી આપો. યુવરાજ હમીરજીને રાજગાદી. અજાજીને બે કુંવરો હતા. તેમને રાવશ્રી પહેલા ખેંગારજીના વખતમાં ખેડે, વેકરા રામપુર છલું વિગેરે ગામો મળ્યાં. ભાણજીને ડીકીયાળ, ભામુડા અને છેર એ ગામો આપ્યાં તેના વંશજો ભાભાણી કહેવાયા. આવી રીતે જામ ભીમજી ૪૩ વર્ષ રાજ્ય કરી સં. ૧૫૨૮માં સ્વર્ગે સીધાવ્યા.
(૮) જામ હમીરજી (વિ. સં. ૧૫ર૮થી ૧૫૬૨ સુધી)
જામ ભીમજીના દેવ થયા પછી જામ હમીરજીએ રાજ્યની લગામ હાથમાં લીધી એ પછી ગજણ વંશમાં થયેલ જામ લાખાજીના પાટવી કુ. શ્રી. જામરાવળજીએ હબાઈ આવી પિયણુની સરહદની તકરાર છેડી સમાધાન કરતાં જામ હમીરજીએ પોતાની રાજધાની પાછી લખીયાર વીયરે સ્થાપી ત્યાં જઈ રાજ્યાભિષેક કર્યો
કચ્છમાં યોગેંદ્ર મછંદરનાથ તપશ્ચર્યા કરતા હતા તે વખતે તેમના શિષ્ય નિરંજનનાથ અધિક સોમનાથ, ચેત મનાથ, ૩ઋકારનાથ, અચેતનાથ, ગોરક્ષનાથ અને ધરમનાથ, હતા.મછંદરનાથના ગયા પછી ગેરક્ષનાથે ધમડકા પાસે અને ધરમનાથે માંડવીથી એક ગાઉને અંતરે રૂમ્પાવતી નદીની પૂર્વ દિશાએ રાણુ પાસે તપશ્ચર્યા કરી હતી તે પછી. ધરમનાથે તે જગ્યા કોઈ કારણને લીધે છોડી ધીધરની ટેકરી પર તપશ્ચર્યા આદરી ને તે બાર વરસે પુરી થયા પછી ત્યાંજ સમાધિ લીધી. તેના શિષ્ય ગરીબનાથે ભૂજથી નવ ગાઉ દૂર ભડલીમાં તપશ્ચર્યા આદરી પણ તેમાં જત લોકે વિક્ષેપ કરતા હોવાથી ગરીબનાથે જામ હમીરજીના નાનાભાઈ અજી દર્શને આવતાં તેની મદદ માગી. તેથી અજાજીએ જત લેકેને હરાવી ગરીબનાથની તન મનથી સેવા કરી તેને પ્રસન્ન કર્યા, ગરીબ