________________
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ નાથની તપશ્ચર્યા પૂરી થઈ રહેતાં તેણે અજાજી ઉપર પ્રસન્ન થઈ સવારે આર્શીવચન લેવા આવવા કહ્યું. જામ હમીરજીને જાસુસો મારફત ખબર મળી કે અજાજીને સવારે ગરીબનાથ આશવચન આપશે, એથી જામ હમીરજી મોટા પ્રભાતે ગરીબનાથને આશ્રમે જઈ દૂધની તાંબડી બાવાજીના પગ આગળ મેલી હાથ જોડી ઉભા રહ્યા, ગરીબનાથે અજોજી જાણ આશીર્વાદ આપ્યો કે “ જા બચ્ચા! તું આખા કચ્છને રાજા થા” આ સાંભળી હમીરજી ખુશી થઈ ચાલ્યા ગયા. તે પછી થોડી વારે આજેજ દૂધ લઈ બાવાજીની ઝુંપડીએ આવ્યા. એટલે ગુરૂજીએ પૂછ્યું કે “ દુસરી બખત કયું દૂધ લાયા? “ અજાજીએ કહ્યું કે “ ગુરૂજી! પહેલીજ વખત લાવ્યો છું, “તે સાંભળી બાવાજી બોલ્યા કે “જબ આશીર્વચન તો હમીરજી લે ગયા, લેકીન ઉસીને દગા કીયા હૈ ઉસ લીયે ઉસીકાબી દગાસું મૃત્યુ હોગા. ઓર તેરે બંશકી સહાયતા બીન એ નિર્વિદને રાજ્ય નહિં કર શકે.” - એ તપસ્વી ગરીબ નાથના શાપથી જામ હમીરજીનું મૃત્યુ જામ રાવળજીના હાથે દગાથી થયું. એ વાત સાવળના વૃત્તાંતમાં વિસ્તારથી પ્રથમખંડમાં આવી ગઈ છે,
જામ હમીરજીને પાંચ સંતાન હતાં તેમાં ખેંગારજી, સાહેબ અને રાયબજી. એ ત્રણ રાણી જાયા હતા અને અલીજી તથા કમાંબાઈ દાસી જાયા (રખાયતના) હતાં. - સંવત ૧૫દરમાં મહમ્મદ બેગડે મેટા લશ્કર સાથે સિંધ પર ત્રીજી સ્વારી લઈ જતો હતો તે વખતે રસ્તામાં શાપરને સીમાડે પડાવ નાખ્યો. એ સમાચારથી જામ હમીરજીએ પ્રધાન ભૂધરશા સાથે મેટું નજરાણું મે કહ્યું એ સ્વીકારતાં બાદશાહે હમીરજીને કહેવરાવ્યું કે “ હું તમારો દેશ જીતવા આવ્યો છું પરંતુ તમે સામો વિવેક કરતાં હવે તેમ કરીશ નહિ પણ તમો મને એક રાજ્યકન્યા પરણાવો એટલે ચાલ્યો જાઉં”
દાસી જાયી કમાંબાઈને પરણાવવામાં કાંઈ વાંધો ન હોવાથી તેને બાદશાહ સાથે પરણાવી. તેમજ હાથી, ઘેડા ઝવેરાત વિગેરેનો મોટો દાયજો કરી તેના ભાઈ અલીઆઇને સાથે મોકલી અમદાવાદ વળાવી આપ્યાં.
(ઈતિશ્રી અષ્ટમી કળા સમાસા,)
શ્રી નૈમી કળા પ્રારંભ: | [૧] કચછાધિપતિ રાવશ્રી ખેંગારજી વિ. સં. ૧૫ થી 1
. ૧૬૪૨ સુધી ) જામશ્રી હમીરજી રાવળજીના દગાથી મરાયા તે વખતે તેઓના કુંવર અલીએ અમદાવાદ હતા. રાયબજી પિતાને મોસાળ પારકરમાં વેરાવાવ ગામે હતા, અને ખેંગારજી તથા સાહેબજી વીંઝાણમાં તેમની માશીને ત્યાં હતા.