________________
૧૪૦ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ સ્વામિનારાયણના પરમ ભકત બનાવ્યા હતા. તેઓશ્રીએ મેંગણમાં મહાન શુભિત મંદિર ચણવી, મુતી પ્રતિષ્ઠા કરી, અઢળક દ્રવ્ય વાપરી સત્સંગ સેવાઓ કરી હતી. પોતાના તમામ રાજ્યકુટુંબ તથા ભાયાત વર્ગ સહુને સત્સંગને સ્વાદ ચખાડી, સ્વામિનારાયણના આશ્રીત
બનાવ્યા હતા, અને ત્યારથી અત્યાર સુધીના સર્વ રાજ્યકકર્તાઓ સ્વામિનારાયણના આશ્રિત ' બનતાં, પ્રજા વર્ગ પણ એ ધર્મિષ્ઠ રાજાની રાજનીતિથી સુખી અને આનંદમાં રહે છે. હાલ પણ મેંગણી તાલુકાને મુસલમાન વર્ગ એ તાલુકાના ભાયાત અને રાજ્યકુટુંબને રામ રામ કરતી વખતે બાપુ જે નારાયણ એ શબ્દને ઉચ્ચાર કરે છે. એ બતાવી આપે છે કે રાજ્યકર્તાઓ અને ભાયાત વર્ગ ચુસ્ત સ્વામિનારાયણના અનુયાયીઓ હોવાથી યવનજાતિ પણ નારાયણનું નામ લેવા ઉત્સુક બની. અને ચા પાકા તથા પ્રજ્ઞા એ વાકય સાચું ઠર્યું.
ઠા.ની માનસિંહજીને ત્રણ કુમાર હતા. તેમાં પાટવિકુમાર અમરસિંહજી અપુત્ર દેવ થતાં, નાના કુમારશ્રી માધવસિંહજી ગાદીએ આવ્યા, અને ત્રીજા કમારશ્રી મેરૂછને નોંધણચોરામાં ગીરાશ મળે, અને મેંગણમાં પાટી એ (૬) ઠા શ્રી માધવસિંહજી અને શ્રી મેરૂજીએ પણ પિતાના પિતાશ્રીના જેમ ઘર્મ પાળી અક્ષય કીતિ મેળવી હતી. ઠા.શ્રી માધવસિંહજીએ વિ. સં. ૧૯૩૨ના શૈત્ર માસમાં કાશીએ જઈ ગંગા સ્નાન કર્યું તે વખતનું કાવ્ય કર્તા
(રાજકવિ-ભીમજીભાઇ) દોહા. एकरदन करीवर बदन,दिव्य वदन निश दन सुख सदन गीरी नंदी सुत,प्रतिदीन होउ प्रसन करुं बिनय किजे क्रिपा, महेर करे महाराज, करुं बखान यदुकुळ तिलक, मेगणी बडे समाज शक विक्रम ओगणीशसे मधुबत्रीस मधुमास,शुभदीन शोधी प्रयान सज आय संगगंग आस मीले संग परीजन महत पेखन तीरथ प्रमान, माधुसंग शुभ मगनेतं नेक गडाये निशान
जेवा थया खाचर सोम सूरा । एवा थया भक्त नहीं अधूरा ॥६॥ हरीलीला कल्पतरु कहीयें । रुडो रच्यो छे रघुवीरजीयें ॥ तेमां शुकानंद नरेश मान । संवाद छे ते नृपनो निदान ॥७॥
* એ મેરૂછના કુ. શ્રી. શ્રીજી થયા અને તેઓશ્રીના કુમારશ્રી અર્જુનસિંહજી હાલ વિદ્યમાન છે. તેઓશ્રી પોતાના પિતામહ ઠા. શ્રી. માનભાની જેમ શ્રી સ્વામિનારાયણના અનન્ય [એકાંતિક] અનુયાયી થઈ. તન, મન, ધનથી મંદિરની તથા સંતની સેવાઓ કરી રહ્યા છે. હાલમાં રાજકોટમાં રવી-વિલાસની બાજુમાં મહાન વિશાળ બંગલે બંધાવી વાસ્તુ વખતે જુનાગઢના તમામ સાધુઓને તેડાવી પિતાના ગુરૂશ્રી બાળમુકુંદદાસજીના નામના ઉપર તે બંગલાનું નામ “ બાળમુકુંદ ભુવન ” આપી સ. ગુ. નીગુણદાસજી સ્વામી ના હાથે ખુલ્લે મેલ્યો હતો અને તે સમયે પરમાર્થ માં હજારો રૂપિયા વાપર્યા હતા. એટલું જ નહિં પરંતુ તે કેળવણીમાં તથા જ્ઞાતી સેવામાં અને બીજા અનેક પરમાર્થમાં પિતે ઉદાર દીલથી
ગ્ય સેવાઓ કરી આ કળીયુગમાં-પ્રભુભક્તિ કરી રહ્યા છે. તેઓશ્રીના વર્તમાનમાં યુવામદ, ધનમદ, કે રાજયમદ, બીલકુલ જોવામાં આવતો નથી. પરંતુ તેમનામાં સાદાઈ, ભક્તિભાવ અને હરીભક્ત પર પ્રેમ અવર્ણનીય છે.