________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ ૪ શ્રી સમી કળા પ્રારંભ: શિક શ્રી કચ્છ (ભુજ) સ્ટેટને ઈતિહાસ, રસ
સરહદ-પૂર્વ અને ઉત્તરે “રણ અથવા સુકાયેલ સમુદ્ર પશ્ચિમે અરબી સમુદ્ર અને સિંધુમુખ, દક્ષિણે-કચ્છી અખાત અને હિંદી મહાસાગર તે રેર તથા ૨૪ અક્ષાંસ અને ૬૮ તથા ૭ રેખાંસ વચ્ચે આવેલ છે. તેને વિસ્તાર પૂર્વ પશ્ચિમ ૧૬૦ માઈલ અને ઉત્તર દક્ષિણ, ૩૫ થી ૭૦ માઈલ છે. આ રાજ્યનું ક્ષેત્રફળ આશરે ૭૬ ૧૬ ચો.માઈલ છે. અને ૯૦૦૦ સ્કવેર માઇલ રણ છે. વસ્તી સને ૧૯૨૧ ની ગણત્રી મુજબ ૪,૮૪,૫૪૭, માણસની છે. તેમાં ૬૦ ટકા હિંદુ છે. અને બાકી મુસલમાન જૈન વગેરે બીજી જાતીની છે. ઉપજ-દરવર્ષની સરેરાશ વાલીક ઉપજ રૂ. ૨૩ લાખની છે અને ખર્ચ ૧૯ લાખનું છે. બ્રિટીશ સરકારને વાષક ખંડણીના રૂ. ૮૮૦૦૦ આ સ્ટેટ ભરે છે, તેમજ ૨૭ જાગીરે, પિતાના તાબામાં (ખંડીઆ) હોઈ તેઓ કચ્છને ખંડણી ભરે છે. બંદરે માંડવી મુદ્દા જો તુણા અને કંડલા છે.–ઉધોગ-આશાપુરી ધુપ અને મીઠું કચ્છમાં પુષ્કળ પાકે છે. –ચાંદી સેનાનાં મીનાકારી કામે ઘણાજ ચિત્ત-આકર્ષક થાય છે. તેમજ તલવાર, બંદુક આદી હથીઆરો સારા બને છે. રેવે કંડલા બંદરથી ભુજ તથા ભચાઉ સુધી (નેરોગેજ) ચાલે છે. તે સિવાય માંડવી, અંજાર, મુંદ્રા, તુણુ વગેરે રસ્તે પાકી સડકે છે. આ રાજ્ય ફર્સ્ટ કલાસ સ્ટેટ હાઇ સંપુર્ણ અધિકાર ભોગવે છે. પાટવી કુમાર ગાદીએ આવવાનો રીવાજ છે, કાઠીઆવાડના બીજા સ્ટેટો માફક આ સ્ટેટને પણ શાહી સત્તા સાથે કેલકરાર થયા છે.
– પ્રાચિન ઇતિહાસ; –– આજથી હજારો વર્ષ પુર્વે મહાન ધરતી કંપના આંચકાથી સમુદ્રના પેટમાંથી જમીનને એક ટુકડો પાણીની સપાટી પર બેટ' સ્વરૂપે બહાર નીકળી આવ્યો, એવું ભૂગર્ભ શાસ્ત્રીઓનું માનવું છે, એ પ્રદેશનો આકાર લાંબા વાંકા તુંબડા જેવા કે કાચબા જેવો છે. તે ઉપરથી ( સંસ્કૃત ભાષામાં કાચબાને કચ્છ કહે છે) એ દેશનું નામ કચ્છપડયું હોય તેવું પુરાણેનું માનવું છે–તે પ્રદેશ પ્રાચિન કાળને છે, તેમ શ્રી ભાગવત અને મત્સ્ય પુરાણમાં લંબાણથી વર્ણન કરેલ છે,--ભારતવર્ષના ચાર પુરાતન મહા-સરોવરનું વર્ણન પુરાણોમાં છે. હિમાલય પર્વતની ઉપર (૧) માનસરોવર પશ્ચિમે કચ્છ દેશમાં સિંધુસાગર પાસે (૨) નારાયણ-સરોવર, દક્ષિણે (૩) પંપાસરેવર, અને મધ્યે સિદ્ધપુર પાસે (૪) બિંદુ સરોવર, એ ચાર મહા-સરોવરો પૈકી નાં. (૨) નારાયણ સરોવર કચ્છ દેશની પશ્ચિમે લખપત તાલુકાની વાવ્યખુણે આવેલું છે તે સરોવરને વિસ્તાર પૂર્વકાળમાં ચાર જન હોવાનું પુરાણોમાં લખેલ છે. તેમજ મહા, નારદ સનકાદિક યોગેશ્વર, કપિલ મરિચી આદી મહર્ષિએ, એ પુણ્યભૂમિ પર આશ્રમ બાંધી રહેતા, અને મુમુક્ષુઓને ઉપદેશ આપતા તેમ શ્રી. ભાના ષષ્ઠ સ્કંધના પાંચમાં અધ્યાયમાં ઉલ્લેખ છે.—એ નારાયણ સરોવરથી અ ષને અંતરે શ્રી કોટેશ્વર મહાદેવનું તીર્થધામ ઘણું પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે. તેવીશે પુરાણોમાં કથા છે કે-લંકાપતિ રાવણે કૈલાસમાં તપશ્ચર્યા કરી. અજર અમર રહેવા વરદાન