________________
સમીકળ] કચ્છ સ્ટેટનો ઈતિહાસ.
૧૫૩ માયું ત્યારે મહાદેવે પ્રસન્ન થઈ. એક લીગ આપી વરદાન આપ્યું કે “લંકામાં એ લીંગની સ્થાપના કરી નીતર પુજન કરીશ તે અજર અમર રહીશ પણ માર્ગમાં તેને કયાંયે મકીસ તો તે ત્યાંજ રહેશે ” એથી એ લીંગ હાથમાં લઈ રાવણ લંકા જવા કચ્છમાંથી પાછો ફર્યો એ વખતેં દેવતાઓને એ વાતની ખબર થતાં રાવણ પાસેથી તે લીંગ નીચું છોડાવવા ભેળા થયા. બ્રહ્માજી ગાયનું સ્વરૂપ ધારણ કરી રસ્તે કાદવવાળા એક ખાડામાં પડ્યા અને દેવતાઓ તપસ્વીનાં રૂપ લઈ ગાયમાતાને ખાડામાંથી બહાર કાઢવા સાર દોરડાંઓ લઈ ખેંચવા લાગ્યા. તેટલામાં રાવણે તે લીગ હાથમાં લઈ રસ્તે નીકળતાં દેવોએ તેની સહાય માગી. તેથી રાવણ એક હાથમાં લીંગ રાખી બીજા હાથથી દોરડું ખેંચવા લાગે, પણ ગાય બહાર નીકળી નહિં. તેથી તે ગોરક્ષાના તાનમાં ભાન ભુલી “લીંગ ને પૃથ્વી પર મુકી બે હાથે દેરડું ખેંચી ગાયને કાદવમાંથી બહાર કાઢી લીંગ હાથમાં લેવા જાય તેટલામાં તે લીંગ જ્યાં મેલ્યું હતું ત્યાં તેવાં કોટી લીગ થઈ ગયાં, પોતાને મળેલું લીંગ કયું? તે રાવણે શોધ્યું પણ વદંન પ્રમાણે તે લીંગ ત્યાંજ રહ્યું એટલે રાવણ નીરાશ થઈ લંકા ગયે અને ત્યાં થયેલાં કોટી લીંગ પરથી “કેટેકવર” નામ કહેવાયું અને તે લીંગની બ્રહ્માદી દેવોએ ત્યાં વીધી પુર્વક સ્થાપના કરી કચ્છ દેશને ગુરૂ દત્તાત્રય, શ્રી કૃષ્ણ પરમાત્મા, પાંડ મહાવીર, (જૈનના છેલ્લા તિર્થંકર) બુદ્ધ, આદ્ય શંકરાચાર્ય, શ્રી વલ્લભાચાર્ય, અને શ્રી સહજાનંદ સ્વામી, (સ્વામીનારાયણ) વગેરે ઈશ્વરવારોએ પધારી પિતાના પુનીત પગલાંઓથી પવીત્ર કરેલ છે, આશાપુરા માતા જાડેજા રાજપુતની કુળદેવી છે. તેનું પુરાતની મંદીર માતાના મઢના નામથી ઓળખાય છે. તે ઘણું પ્રાચીન છે અને સ્કંધપુરાણમાં તેનું વિસ્તાર પૂર્વક વર્ણન છે.
કચ્છનાં નાનાં મોટાં કુલ ગામો એક હજારને આશરે છે તેના રાજકીય આઠ વિભાગો છે (૧) અબડાસે (૨) અંજાર (૩) ભચાઉ (૪) ભુજ (૫) લખપત (૬) માંડવી (૭) મુંદ્રા (૮) રાપર-કચ્છ દેશના નીચેના જાગીરદારો કચ્છ રાજ્યને ખંડણ ભરે છે અને નીચે લખ્યા ગામની જાગીરો તેઓ ભોગવે છે તેમાં તેરાની જાગીર સહુથી મોટી છે. કેકારા. હા, સુથરી, વીંજાણ, સંધાન. નાગરેચા, માથાલા, કોટડી, જાડોદર, ચીઆસર, કેરા ગજોડ, મોટા અસામડીઆ, રતાડીઆ, મોટી મો, મેટી ખાખર, પત્રી, ફેરાડી, વાંધીઆ, ચીત્રોડ, લાકડીઓ પલાંસવા, આડેસર, સનવા, ગેડી, બેલા, ચીરાઈ, કુંભારડી, લેદરાણી, જતવાડા, ધર્માદા જાગીરે:–મધના કાપડી રાજા, ધીણોધરના પીર, માણુફરાના કાન ફટા, નારાયણ સરોવરના બ્રહ્મચારી, ભુજ મોટી પિશાળના ગોરજી, ભુજ નાની પિશાળના ગારજી, ભુજ દ્વારકા મંદીરના અધીકારી, કેટેશ્વરના પીર, બળધીયાના અયાસ,
તે ઉપરાંત ચારણની પણ કેટલીએક (ખેરાતી) જાગીર છે, કચ્છ સ્ટેટ પિતાની ટંકશાળમાં કરીના સિકાઓ પાડી પિતાના પ્રદેશમાં ચલાવે છે. તે કેરી ધરાસાઈ કેરીના નામે પ્રસિદ્ધ છે–કચછને બાકીનો પ્રાચીન ઇતિહાસ પ્રથમ ખંડમાં કેટલે એક આવી ગયો છે