________________
૧૨૮ શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ માનસિંહજી ઉર્ફે માનભા બહુજ વ્યવહારકુશળ અને રાજનીતિ તેમજ વિદ્વાન પુરૂષ હતા. કાવ્યના ઘણુ ગ્રંથ એમને કહાટૅ હતા. રામાયણના ઉંડા અભ્યાસી હતા. ભુજથી જે કવિઓ ભણીને આવે તે મેંગણી દરબારશ્રી માનભા આગળ પરીક્ષામાં પાસ થાય, તે કાઠિવાડમાં પહેલા નંબરને કવિ ગણાત. એવા તેઓ વિદ્વાન હતા. તેઓના સમકાલિન મસ્ત કવિ બાણીદાસ (રહેવાશી રંગપર જામનગર-સ્ટેટના) હતા. તેઓ પિતાની વિદ્યામાં મસ્ત હતા. તેઓ જ્યારે મેંગણ આવ્યા, ત્યારે દરબારશ્રીની મેડીઓમાં ઘાબા નખાતા હતા. એ કારખાનાના કામમાં દરબારશ્રી માનસિંહજી રોકાએલ હોવાથી તેમજ કવિ સાદા અને મેલા પિશાકમાં કાયમ રહેતા હેવાથી, કોઈ સાધારણ ચારણ છે તેમ માની રસોડે જમાડી શીખ દેવા, દરબારે હુકમ ફરમાવ્યો, પણ પિતે કવિને મળ્યા નહિં. તેથી કવિને ઘણું બેટું લાગતાં, તેઓ મેંગણીથી રીસાઈને ચાલી નીકળ્યા. પાછળથી કોઈ વિઘ્ન સંતોષીએ અફવા ઉડાડી કે એ કવિએ મેંગણી-દરબારનાં ખરાબ કાવ્ય કર્યા છે. એ અફવા સાંભળી ઠા.શ્રીને ઘણોજ ગુસ્સો થયો અને આવું અધુરૂં ભણેલા ચારણો છલકી જાય, તેવી કલ્પના કરી, કવિને મેંગણની હદમાં ન આવવા દેવા તેવો બંબસ્ત કર્યો. બાણીદાસ કવિ તે પછી અમુક વર્ષ આંબલીઆળા ગામે ગયા. ત્યાં જાડેજાથી આતુભા તથા કશળસંગજીએ કવિને કહ્યું કે “તમે આવા ડાઘા પુરૂષ થઈને મહાન વિદ્વાન રાજા માનભાની અપકીત કરી તે તમને શોભે નહિ.” બાણદાસને પણ એ વિદ્વાન રાજાની પ્રશંસા કરવી જોઈએ તેને બદલે ઉલટું વગણ જેવું કર્યું. તેવું, કળંક આવતાં તેને શરમ ઉત્પન્ન થઈ. તેથી તેણે મેંગણ જઈ દરબારશ્રી પાસે માફી માગી સમાધાન કરવાની ઈચ્છા જણાવી. તે ઉપરથી આંબલીયાળાના દરબારશ્રી કવિને મેંગણી તેડી ગયા. મેંગણીના દરબારગઢમાં આવતાં, ઠાકેરશ્રી માનભાએ કવિને છેટેથી આવતાં ઓળખ્યા તેથી સાથે આવેલા પોતાના ભાયાતોને કહ્યું કે “ભાઈ આ છાણે ચડાવિને વીંછીને ઘરમાં કયાં લાવ્યા? હું તેને મળીશ નહિં.” એ વાક્ય કવિએ પણ કાને કાન સાંભળ્યું. બાણદાસ બહુજ ઉગ્ર સ્વભાવના અને સત્યવતા કવિ હતા. પરંતુ પિતાની ભુલથી એ વિદ્વાન રાજાને માઠું લાગ્યું છે તે હવે તેને વિનવી સમાધાન કરવું, તેવી તેમની ઈચ્છા થતાં, આંબલીયાળા વાળા દરબારશ્રી હજી ઉત્તર આપે તે પહેલાં, એ શીઘ્ર કવિએ ઠાકારશ્રી માનભાને મનાવવા માટે નીચેના દુહાઓ એક પછી એક બેલવા શરૂ કર્યા. પરંતુ ઠા.શ્રી માનભા તે કવિને કચેરીમાં આવતાં ભાળી, અવળે મોઢે (ગાદી ઉપર તકીયા તરફ મોઢું ફેરવી) બેસી ગયા. કચેરી બધી સૂનકાર થઈ ગઈ. સહુને દહેશત લાગી કે આ મસ્ત (ગાડી) કવિ બાણદાસ હમણું કાંઈને કાંઈ અસહ્ય બોલી નાખશે. પરંતુ કવિતા ખાસ માફી માગવા આવેલ હતા. તેથી માનસિંહજીને નીચે પ્રમાણે સબંધી કહેવા લાગ્યા કે :
દોહા (ચારણી ભાષા) खेडु पग खंदे करे. जी वावे जाडा, सांठा शेरडना, मीठप न मेले मानडा ॥१॥ सांठा जी शेरड तणा, भरबाथे भरडाय,तेनो रस कडाये तवाय.तोय मीठप न मेले मानड कव आंबो वेडे करे, धण साऱ्या घोळाय, जाडा लीजत न जाय, मीठप वाळी मानडा सोळवल्लु सामत तणां, श्रोवणने तपवाय, जाडा तेज न जाय, मगरवेलीनु मानडा