________________
શ્રીયદુવંશપ્રકાશ
(દ્વિતીયખંડ : રાજપરા તાલુકાને ઈતિહાસ
આ તાલુકાની સરહદ ગાંડળ રાજકોટ અને કેટડાસાંગાણી વગેરે સંસ્થાનની સરહદને લગતી છે–ક્ષેત્રફળ-૧૫ ચે. માઇલનું છે વસ્તી-સને ૧૯૨૧ની ગણત્રી મુજબ ૨૨૬૮ માણસની છે. સરાસરી વાર્ષીક ઉપજ આસરે રૂા. ૨૭૦૦૦ની છે. અને ખર્ચ આશરે રૂા. ૨૬૦૦૦નું છે, આ તાલુકાની સરહદમાંથી કોઈ રેલ્વે લાઇન કે પાકે રસ્તો પસાર થતા નથી. નજીકમાં નજીક રેલવે સ્ટેશન રાટ, જેતલસર લાઈનનું રીબડા સ્ટેશન છે -આ તાલુકે દરવર્ષે બ્રીટીશ સરકારને ખંડણીના રૂ. રરર અને જુનાગઢને જોરતલબીને રૂા. ૨૪૧ ભરે છે. કાઠીઆવાડનાં બીજાં રાજ્યોની માફક શાહી સત્તા સાથે આ તાલુકાને પણ કેલકરાર થયા છે. અને વારસાની બાબતમાં પાટવી કુમારને ગાદીએ આવવાનો રિવાજ છે. આ તાલુકાને અધિકાર-ફોજદારી કામમાં ત્રણ માસની સખ્ત કેદ અને રૂા. ૨૦૦) સુધી દંડ કરવાનો છે. તથા દિવાની કામમાં રૂા. ૫૦૦૦ સુધીના દાવા સાંભળવાનું છે.
-: પ્રાચિન ઇતિહાસ :આ તાલુકે કોટડા-સાંગાણીની શાખા છે. કોટડા સાંગાણીના (૧) ઠા. બી. સાંગાજીના બીજા કુમારશ્રી તેગાજીને આ તાલુકાની જાગીર મળતાં તેને ત્યાં ગાદી સ્થાપી. (વિ. સં. ૧૭૮૨ (૧) ઠા.શ્રી તોગાજીને બે કુમારો હતા. તેમાં પાટવી કુમારશ્રી મેરૂજી ગાદીએ આવ્યા, અને નાના કુ.શ્રી. સબળાઇને ખાંડાધારમાં ગીરાસ મળ્યો, એ(૨)ઠા. શ્રી મેરૂજીને આશાજી, રણમલજી, હમજીભાઈ, પથુજી અને મુળુભાઈ નામના પાંચ કુમારો હતા. તેમાં પાટવી કુમારશ્રી આશાજી ગાદીએ આવ્યા, (૩) ઠા. શ્રી આશાજીને પણ લાધાજી, સુરાજી, અમરછ, પથાભાઇ, અને રામાભાઇ, નામના પાંચ કુમારો હતા, તેમાં પાટવી કુમારશ્રી લાઘાજી ગાદીએ આવ્યા. (૪) ઠા. શ્રી.લાધાજીને વાઘજીભાઈ, ભીમજીભાઈ, ગોપાલજી, અને રામસિંહજી નામના ચાર કુમાર હતા. તેમાં પાટવી કુમારશ્રી વાઘજીભાઈ, કુંવર પદેજ દેવ થતાં બીજા કુમારશ્રી ભીમજીભાઈ ગાદીએ આવ્યા. એ (૫)ઠા.શ્રી.ભીમજીભાઇને આશાજીભાઈ નામના એકજ કુમાર હતા. તેઓ ગાદીએ બિરાજ્યા. એ (૬) ઠા. શ્રી આશાજી ને લાખાજી, શીવસિંહજી, અને માનસિંહજી નામના ત્રણ કુમાર થયા. તેમાં પાટવીકુમારશ્રી લાખાજી ગાદીએ બિરાજ્યા. એ (૭) 8. શ્રી. લાખાજી (વિદ્યમાન)નો જન્મ તા. ૩૦ જુલાઈ સને ૧૮૬૯ના રોજ થયો છે. અને તા. ૨૨ ડિસેંબર સને ૧૯૧૩ના રોજ ગાદીએ આવ્યા છે. તેઓ નામદારને બે લગ્ન થયાં છે. (૧) સીયેરાના. રાઓળશ્રી રામસિંહજીના કુંવરીશ્રી મોંઘીબા સાથે (૨) વાવડીના ગહેલ શ્રી બાલુભા રવાભાઈનાં કુંવરી સાથે–નામદાર ઠાકેરશ્રી લાખાજી સાહેબને પૃથ્વીરાજજી નામના પાટવી કુમાર કુવરપદેજ દેવ થતાં હાલ તે પાટવી કુમારશ્રીના કુ. શ્રી. નિર્મળસિંહજી યુવરાજ પદે છે.