________________
૧૨૮ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ દાજીરાજ મને કંઈ સાવ અપરિચિત નહતા. અમે એકજ સ્થાને વર્ષો સુધી સાથે રહ્યા હતા. આથી તેમને તેમજ તેમના ભાઈને અવારનવાર મળતાં મને થતો આનંદ સારી રીતે કલ્પી શકાશે. બપોરે અમે એબરી સ્ટ્રીટમાં મી. મેકનૌટન અને તેમનાં પત્નીનાં મકાને ગયા. અહિં મને હરભમજી મળ્યા. અને સાંજનો સમય પણ અમે આનંદપૂર્વક ગાળ્યો.
( શ્રી. ભ. જી. ચ. પૃ. ૨૮૬). ઉપરની શૈલીથી લગભગ છ એક માસનો હેવાલ નામદાર મહારાજાશ્રીએ લખેલે છે. વિલાયતના પ્રવાસ પછી ઈ. સ. ૧૮૮૪માં સ્વતંત્ર રાજકારભાર મળ્યા છતાં તેઓશ્રીની ભણુવાની લાગણી ઓછી થઈ ન હતી. તેથી રાજ છેડી પતે એડિનબરો યુનિવસીટીમાં નિશાળીઆ તરીકે દાખલ થયા. અને ત્યાંથી તેમણે વૈિદકનો અભ્યાસ કરી (૧)એમ-ડી–ની પદવી મેળવી. આવા મહા પુરૂષની કદર મુંબઈ. એડિનબરો તથા ઑકસફર્ડની યુનિવરસીટીએ પણ તુરતજ કરી. મુંબઈ યુનીવરસીટીએ હેલની તથા એડીનબરો યુનિવરસીટીએ(૨)એલ.એલ.ડી તથા એફ આર (૩)સી. પીની અને ઍકસફર્ડની યુનિવરસીટીએ (૪)ડી. સી. એલની માનભરી પદવી આપી છે. તેમજ સરકાર તરફથી છે. (૫)સી આઈ. અને ખેતાબ અને વંશપરંપરા “ મહારાજ ” પદની સનંદ મળેલાં છે,
તેઓ નામદારશ્રીની રાજ્યકારકીર્દી ઘણીજ પ્રશંસાપાત્ર છે. ગંડળમાં ગિરાશીઆ કોલેજ, કૈલાસબાગ, બાલાશ્રમ વગેરે સ્થાપેલાં છે. તેમજ લુલાં, પાંગળાં, આંધળાં વગેરે અશકત માણસો માટે એક નિરાશ્રિત ગૃહ રાખવામાં આવ્યું છે. છપન્નના ભયંકર દુષ્કાળમાં રીલીફ વર્કસ ખોલી ગંડળનું વેરી તળાવ બંધાવ્યું છે. જેમાંથી ગામને પાણી પુરૂ પાડવા માટે નળ નખાયેલ છે, અને ખેતરોને ખાવા માટે નહેરો કાઢવામાં આવેલી છે. પાવરહાઉસથી શહેરના તમામ ભાગમાં રોશની પુરી પાડેલ છે. તેમજ ટેલીફોન પિતના કેટલાકએક ગામડાએમાં પણ દાખલ કરેલ છે. દરેક ગામે દરવાજો, સ્કુલ, ઉતારો કે અવેડે અને સડક વગેરે બનાવવા બાંધકામો ચલાવી રહ્યાં છે, અને લાખો ઝાડે ઉછેરાવી ગંડળ પ્રદેશને બીજા પ્રદેશથી કાંઈક ઉત્તમ અને અવનવો બનાવી આપ્યો છે. વીઘાટીની રીત દાખલ કરી ખેતીને ઉત્તમ પ્રકારે ખીલવી, કોઈ પણ પ્રકારના કરવેરાથી ખેડુતોને મુક્ત કર્યા છે. તેમજ વેપાર ઉદ્યોગને ઉત્તેજન ખાતર વિ. સં. ૧૯૬૫ની સાલથી આવક માલનું દાણ (જકાત) માફ કરી પૃથ્વીમાં નો દાખલો બેસાર્યો છે. કેાઈ શાહીસરાથી આરંભી માત્ર એકજ ગામના ધણી સુધીમાં જોશો તો દરેક પિતાની હકુમતમાં આવતી જતી વસ્તુનું થોડું યા ઝાઝું કાંઈક પણ દાણ (જકાત) કહે છે. શ્રીકૃષ્ણ પરમાત્માએ પણ પિતાના ગોકુળ ગામની હદમાં મથુરાની વસ્તી, છાશ, દૂધ, ગેરસ વગેરે જેવી નજીવી વસ્તુઓ લઈ વેચવા આવતી તેમને પણ સરહદ ઉપર રોકી (લાઇનરી કરી) દાણ જબરજસ્તીથી લીધાનું તેમના લીલાચરિત્રમાં લખેલું છે. મને જ્યારે વિ. સં. ૧૯૮૮માં તેઓ નામદારની ગેલ મુકામે મુલાકાત મળી ત્યારે મેં તેઓશ્રીનું એક એવું કાવ્ય રચ્યું કે જેમાં જરા પણ અતિશયોક્તિ ન આવે –
૧ વૈદકશાસ્ત્રમાં પ્રવિણ-મોટામાં મોટી પદવી. ૨ કાયદા તથા ભાષાજ્ઞાનમાં શ્રેષ્ઠ પદવી. ૩ બાદશાહી વૈદિક કોલેજના ફેલે ૪ ઓકસફર્ડ યુનિવસીટીની સૌથી ઉંચામાં ઉંચી પદવી. ૫ હિંદરાજ્યના વડા સરદાર મોટા નામાંકિત પુરૂષોને આ પદવી આપવામાં આવે છે.