________________
૧૩૦
શ્રીયદુશપ્રકાશ.
[દ્વિતિયખંડ
ભુપતસિંહજી (૩) કીરીટ સીંહજી (૪) નટવરસિંહુજી (૫) કુંવરીશ્રી બાકુંવરબા (૬) કુંવરીશ્રી લીલાબા (૭) ક્રુશ્રી તારાબા, તેએામાંના કું.શ્રી લીલાબાસાહેબના લગ્ન જીસ્ખલના નામદાર રાજા રાણાસાહેબશ્રી ભગતચંદ બહાદુર સાથે ઇ. સ. ૧૯૧૯માં થયા છે, ક.શ્રી ભૂપતસિંહજી સાહેબ સંસ્થાનના ચીફ્ મેડીકલ ઑફીસર છે.તેમજ કુ.શ્રી કીરીટસિ’હસાહેબ માર્માધિકારીની જગ્યા પર અને કુ.શ્રી નટવરસિંહજી સાહેબ ગાંડળ રેલ્વેના લેાકેા સુપરીન્ટેન્ડેન્ટની જગ્યા ઉપર છે. યુવરાજશ્રી ભાજરાજજી સાહેબ—
તેઓશ્રીના જન્મ તા. ૮-૧-૧૮૮૩ના રાજ થયા છે, અને રાજકાટની રાજકમાર કાલેજમાં કેળવણી લઇ વિલાયતમાં અભ્યાસ કરી આવ્યા છે. રાજકાજમાં ભાગ લઇ તમામ ખાતાનેા અનુભવ લીધેા છે. તે નામદારશ્રીના લગ્ન તા. ૨૫-૧-૧૯૦૫ના રાજ વણાના દરબારશ્રી સણાશ્રી× ખનેસિ'હુજીનાં કુવરીશ્રી રાજકવરબાસાહેબ સાથે થયાં છે. તે લગ્નના સુભપ્રસંગે શ્રી વડેાદરાના શ્રીમંત સરકાર સેના ખાસ ખેલ શમશેર બહાદૂર મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડ સાહેબ ગેાંડળમાં પધાર્યા હતા. એ શુભ પ્રસંગની યાદગીરીમાં વિદ્યમાન મહારાજાશ્રી ભગવતસિંહજી સાહેબ બહાદૂરરનું બાવલું (સ્ટેચ્યુ) શ્રીમંત સરકારના હાથથી ખુલ્લું મુક્યું હતું. યુવરાજશ્રી ભાજરાજજી સાહેબને એ કુમારશ્રી અને પાંચ કુંવરીસાહે છે. તેમાં પાટવિકુમારશ્રી વિક્રમસિહજી સાહેબનેા જન્મ તા. ૧૩-૧૦-૧૯૧૪ના રાજ થયા છે. અને કુંવરીશ્રી સિતાબા સાહેબનાં લગ્ન પાલિતાણાના નામદાર ઠાકૈારસાહેબશ્રી બહાદૂરસિંહજી સાહેબ સાથે થયા છે. અને ખીજા કુવરીશ્રી કમળાવતીબા સાહેબના લગ્ન ત્રીકમગઢના પાવિકુમારશ્રી ખીરસિંહજી રાજા બહાદૂર સાહેબ સાથે થયા છે. અને (૩) કુંવરીશ્રી વિજ્યાબા સાહેબના લગ્ન ભાવનગરના નામદાર મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબ સાથે થયા છે. અને તેઓશ્રીથી નાના કુમારીશ્રીના સબંધ વઢવાણુના નામદાર ઠાકાસાહેબના પાવિકુમારશ્રી
સાથે થયેલ છે.
× એ રાણાશ્રી બનેસિંહજી ચુસ્ત સ્વામિનારાયણુ સંપ્રદાયના અનુયાયી હતા. તેમના એક કુંવરીના લગ્ન મુળીના નામદાર મહુ`મ ઠાકેારસાહેબ સાથે થયાં હતાં. અને ખીજા ધ્રુવરીના લગ્ન હૈસુરના નામદાર મહારાજાસાહેબ સાથે થયાં હતાં. અને ત્રીજા કુવરીશ્રીના લગ્ન ગાંડળના યુવરાજશ્રી ભેાજરાજજીસાહેબ સાથે થયાં હતાં. રાણાશ્રી બનેસિંહજી ધણાજ પ્રભાવશાળા ધર્મનિષ્ઠ ભકતરાજ રાજિવ હતા. તેઓશ્રીએ મુળીના સ્વામિનારાયણના મંદીરમાં આરસ પથરાવેલ છે. તે ઉપરાંત કેટલીક અમુલ્ય સેવાએ કરી આ નશ્વર સંસારમાં અમર નામ રાખી ગયા છે. વિ. સ. ૧૯૭૦માં તેએશ્રી સ. ગુ. સ્વામિશ્રી બાલમુંકુદદાસજી સ્વામિના સમાગમ અર્થે જે જેતપુર પધાર્યા હતા. અને હું પણ મારા વડીલ સાથે સ્વામિશ્રીના દર્શને ગયા હતા. ત્યાં મને પણ એ શુભપ્રસંગ પ્રાપ્ત થતાં કેટલાક છટા, કિંવતા તથા શ્રીજીમહા• રાજના વચનામૃતા કર્તા સભળાવવાની ઉમદા તક મળી હતી. ત્યારથી તેઓશ્રી મારા ઉપર પૂર્ણ ભાવ રાખતા. તેશ્રીએ પેાતાના ખભે રાખવાને ઉમદા શ્વેત ખેસ (એક બાજુ ગુલાખી રંગમાં અને બીજી બાજુ બ્લુ રંગમાં સારી ભરતકામ કરેલ, કારખેડા વાળા) મતે અમુક રકમ સાથે આપ્યા હતા. જે ખેસને પ્રાસાદીક ગણી શુભ માહાત્મ્યતે અ ંગે આજ ૨૦ વર્ષ થયાં મેં સાચવી રાખ્યા છે...
...i.