________________
ચતુર્થ કળ] ગાંડળ સ્ટેટના ઇતિહાસ.
૧૧૭ અને કાનજી દફતરી ઠર્યા, તેમજ જગન્નાથને રૂપા ની દેત બંધાવી ખાનગી કારભારી નીમી, તમામ સહી સીકકા જગન્નાથના હાથે કરાવતા વાસણજી મહેતે કારભારું છોડયું પણ તેના બારગામનો વહીવટ તેમની પાસે જ હતો, બુલાખીરામ તે વહીવટ કરતા. અને મહેતો તો ગાયકવાડી લશ્કર સાથે દિવાન અને શાસ્ત્રી બાવા પાસે જ રહી, રજવાડામાંથી વિસા મેળવતા નવાનગરના જામશ્રી જશાજી તેમના બંધુ સત્તાજીને કાંઈ ગિરાશ નહિં આપતાં, તેણે ગાયકવાડમાં દિવાનજી આગળ ફરીઆદ કરી, તેથી રાણપુર પરગણું સંવત ૧૮૬૮માં જપ્ત કર્યું. અને તે જપ્તી વાસણજી મહેતાને સંપી. તેથી તે સંવત ૧૮૭૦ સુધી રાણપુરમાં રહ્યા.
વિ. સં. ૧૮૬૮માં અમરેલીએ' દિવાનજીની દીકરીના લગ્ન સમારંભમાં ઘણું રાજાઓ આવ્યા હતા. તે વખતે ઠા.શ્રી નથુજી પણ ત્યાં ગયેલ, ત્યાં વાસણજી મહેતાએ ઠા.શ્રીને ઘણું સત્કાર કરી, દિવાનજીની મુલાકાત કરાવી હતી. તે વખતે ઠોકેરશ્રીએ દિવાનજીની પુત્રીને વધાવામાં બે ઘડા, એક મોતીની માળા, પાંચ રેશમી વસ્ત્ર તથા અમુક રોકડ આપી હતી. દિવાનએ પણ ઠાકેારશ્રીને બેદિવસ રોકી, પોશાક પહેરામણી કરી વિદાય આપી હતી.
ઠા.શ્રી નથુજીના વખતમાં ઓગણોતેરા નામથી ઓળખાતો ભયંકર દુકાળ પડયા હતા. એ વખતે દરબારમાં દસ બાર ઘડાં અને બે ચાર ભેંસે રહી હતી. દરબારમાં જુની જુવારની ખાણ ઉખેળી, કેરી એકની પાલી એક લેખે રૈયતને આપવા માંડી. આવા આભયંકર વખતે ધાડપાડુઓ લુટફાટ ચલાવી જુલમ ગુજારતા હતા. એ વાતે જેતપુરના કાઠી હાડ ખુમાણ, રાણીગવાળો, ના ખાચર, રૂપ જમાદાર, લવીંગ જમાદાર વગેરે મળી ગાંડળ લુંટવા ચડયા. અને મેવૈયાને પાદર મુકામ નાખ્યો એ ખબર ઠા શ્રી નથુજીને થતાં, તેઓશ્રો, અમરેજી સરવઈઆ, કાળોઝાલી, તથા ખીમાણી અને હરધોળાણી વગેરે રજપુતોને લઈ ચડયા. તે લડાઈમાં કાળોઝાલે બહુજ બહાદૂરી બતાવી, કામ આવ્યા. કહેવાય છે કે તેણે એક વખત વીરતાના આવેશમાં પણ પ્રતિજ્ઞા) લીધું હતું કે ચાળીશ વર્ષથી વધારે જીવવું નથી. તે સાંભળી તેની બહેને તેપણું” પાછું ખેંચવા વિનંતી કરી. ત્યારે કાળઝાલે તેની બેનને પાંચ વર્ષ કાપડામાં આપી કહ્યું કે હવે પાંત્રીશ વર્ષ છશ. કુદરતે યોગ પણ એવો જ કર્યો. આ લડાઈમ તેઓ પાંત્રીશમેં વર્ષે કામ આવ્યા. તે વિષે દુહો છે કે :
रुदर वाटुं जोय, बेसत बे वीसुं लगे, ॥
काळीयो खेधुकोय, पांत्रीसेज पोगाडीयु ॥१॥ ઉપર પ્રમાણે કાઠીઓને પાછી કાઢી ઠા.શ્રી.નથુજી ગંડળ આવ્યા. તેઓશ્રી હિંમતવાન અને ભણેલા હતા. કસરતનો તેમને શોખ હતો. એમના રાજ્યઅમલમાં ઘોડેસ્વારોને માટે તેઓશ્રીએ એકસરખો ડ્રેસ કરાવ્યો હતો. તે વખતે એ વાત નવાઈ જેવી લાગતી હતી. તેઓશ્રી વિ. સં. ૧૮૭૦ માં અપુત્ર દેવ થતાં, તેમના નાના બંધુ કુ. શ્રી. કરણસિંહ ઉર્ફે કનુજી (કાનજી) ગાદીએ આવ્યા.
ઇતિશ્રી ચતુર્થ કળા સમામાં,