________________
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ કર્યું. તેમજ વિધવાઓને વેર તથા પાણી વેરે વિગેરે માફ કર્યા જેથી અમોને પૂર્ણ સંતોષ થયો છે. ભાયાત પ્રત્યે આપે જે સ્નેહની લાગણી બતાવી છે તેને માટે આપને અમે ધન્યવાદ આપીએ છીએ. અને તે બધા કરતાં વિશેષતા એ છે જે નામદાર દરબારશ્રી વિજયસિંહજીભાઇ અને આપના કુટુંબ વચ્ચે આપ બને ભાઈઓએ સ્નેહગાંઠ બાંધી તે પગલું સૌથી ઉત્તમ બનેલ છે, તે પ્રભુ હરહંમેશ વૃદ્ધિ કરે તેમ ઈચ્છીએ છીએ. આપ હજુ ખીલતી યુવાનીમાં છે, અને આપને લાંબો સમય કામ કરવાની તક છે, આપે આરંભેલું સુધારાનું અને વસ્તિના હિતનું કાર્ય દિનપ્રતિદિન વધતું જશે. અને આપની સરદારી હેઠળ અમે સૌ આગળ ધપીશું. અને પ્રગતિની દષ્ટિએ આ તાલુકે એક નમુના રૂપ બનશે એવી અમે ઉમેદ રાખીએ છીએ-આપના વડવાઓએ પ્રજા રક્ષણ માટે પિતાના બલીદાન આપી વસ્તિ પ્રત્યેની પિતાની કર્તવ્ય બુદ્ધિ અને ક્ષત્રિવટપણું બતાવ્યું છે. આપને કીર્તિવંત પૂર્વજેને મહાન વારસો મળ્યો છે અમોને શ્રદ્ધા છે કે આપ એ વારસામાં વૃદ્ધિ કરી આપના કુળની કાતિને વિશેષ ઉજવલ કરશે. તેમજ પુજ્ય પિતામહ અભયસિંહજી બાપુની સમાન ધર્માત્મા બની સદ્દધમાં પ્રત્યક રાજાની ગણનામાં આવા એવું અમે અંત:કરણથી ઇચ્છીએ છીએ. અમોને જણાવતાં અતિ હર્ષ થાય છે કે આપે રાજ્યકારોબારની કેળવણી નામદાર પોરબંદરના મહારાજા સાહેબ પાસે અમુક સમય લીધી છે. નામદાર મહારાજા સાહેબ કે જેઓ ઘણાંજ લેકપ્રિય છે અને જેઓના પ્રજા-કલ્યાણ માટે ઉંચ વિચારે છે તેવા આપ અમારા પ્રત્યે દર્શાવી આ આપની પ્રજાને નિષ્પક્ષપાત ન્યાયથી રાજી અને સુખી કરી બતાવરા એવી અમે અંત:કરણ પૂર્વક આશા રાખીએ છીએ. અમે માનપુર્વક આપને ખાત્રી આપીએ છીએ કે આપના લોકહિતના કાર્યમાં અમે આપને મદદ આપવાને હંમેશાં તૈયાર રહીશું અમને અતિ હર્ષ થાય છે કે આપને આ સબંધ દરેડના મહાપુરૂષ ગોહેલ શ્રી પ્રતાપસિંહજી સાહેબને ત્યાં થયેલું છે તે દરેક રીતે કશળ છે. જેથી તેમનો લાભ અહિંની વસ્તિને દરેક વખત મળશે તે જોઈ અમોને હર્ષ થાય છે. અને વળી આપને નામદાર રાજકેટ ઠાકર સાહેબ તેમજ વઢવાણ, ચુડા વિગેરે સ્ટેટો સાથેનો આપને સબંધ આપશ્રીને ઉપયોગી છે તેથી વિશેષ ઉપયોગી અને એટલે આપની વસ્તિને થશે એમ માની અમોને વિશેષ હર્ષ થાય છે.–પરમકૃપાળુ પરમાત્મા આપ દંપતિને દીઘાયુષ્ય આપે અને આપને તેમજ રાજ્યકુટુંબને સંપ અને સુખ સાથે દીર્ધાયૂઃ બક્ષે, એમ અમે સમસ્ત પ્રજા ઈચ્છીએ છીએ. તા. ૨૬-૨-૧૯૩૨
લી. અમે છીએ આપશ્રીની પ્રજા. -: નામદાર દરબારમાને ઉત્તર – મારા વહાલા પ્રજાજનો!
મારા શુભલગ્નની ખુશાલી પ્રસંગે આપ સહુએ મને જે માનપત્ર આપ્યું તે સ્વીકારતાં મને અત્યાનંદ થાય છે, અને મારા શુભ અવસરે આપ સહુના આ હૃદયના સહકારથી આપ સહુને હું ઉપકાર માનું છું,
રાજ્યકર્તા તરીકે મારી કારકીર્દીની હજી શરૂઆત છે. અને હું નિર્દોષ હેઉં એવો દ રાખી શકે નહિ. પરંતુ હું ખાત્રી આપું છું કે મારી પ્રજા મને અતિપ્રિય છે, અને