________________
તૃતીય કળ] ગઢડા તાલુકાનો ઇતિહાસ.
-: પ્રાચિન ઇતિહાસ :-- આ તાલુકે રાજકોટ સ્ટેટની શાખા છે, રાજકોટના પાંચમા ઠકારશ્રી રણમલજીને ચાર કુમારો હતા તેમાં પાટવિ કુમારશ્રી લાખાજી ગાદીએ આવ્યા, બીજા કુમારશ્રી વજેરાજજીને ગઢકા, ત્રીજ, કુમારશ્રી અમરસિંહજી ઉ અખેરાજજીને માખાવડ, અને ચોથા કુમારશ્રી પથુભાને ચંબા વગેરે ગામો જાગીરમાં મળેલાં હતાં. તેમાં ગઢકાના(૧) ઠા. શ્રી. વજેરાજજીના કુમારશ્રી કાનજીભાઇ અપુત્ર દેવ થતાં, તે ગામો (ગઢકાના ગામે) માખાવડવાળા અખેરાજજી ઉર્ફે અમરસિંહજીને મળ્યાં. તે અમરસિંહજીને ચાર કુમાર હતા. તેમાં પાટવિ કુમારશ્રી વાઘજીભા ગઢકાની ગાદીએ આવ્યા, અને નાના કુમારશ્રી જીજીભી તથા માનજીભીને માખાવડ ગિરાસમાં રહ્યું. અને ચોથા કુમાર રાજાભી અપુત્ર ગુજરી ગયા. (૨) ઠાશ્રી. વાઘજીભીને પાંચકુમાર હતા. તેમાં પાટવિકુમારશ્રી ભાણજીભાઇ ગાદીએ આવ્યા, અને કુમારશ્રી અલીયાજી તથા નાયાજીને કાળીપાટમાં ગીરાશ મળ્યો, તથા ચોથા અને પાંચમા કુમાર ભાઈઝભી તથા આતાજી કુંવર પદે અપુત્ર ગુજર્યા. (૩) ઠા.શ્રી. ભાણજીભાઈને ત્રણ કુમારો હતા. તેમાં પાટવિ કુમારશ્રી ગોવિંદસિંહજી ગાદીએ આવ્યા, અને કુમારશ્રી નારાણજી તથા નાનજીભી કુંવરપદે અપુત્ર ગુજ. એ [૪] ઠા. શ્રી. ગોવિંદસિંહજીને એકજ કુમા
શ્રી શિવસિંહજી હતા. તેઓ તે પછી ગાદીએ બિરાજ્યા. [૫] ઠા. શ્રી. શિવસિંહજી પરમ શિવ ભક્ત હતા. અને ઘણાંજ ઉત્તમ સદાચારથી વર્તતા. તેમણે લાંબે વખત રાજ્ય
* એ છછબીના કુમારથી કેસરીસિંહજીએ ગઢકા સાથે બહારવટું કર્યું હતું. અને ગહેકાના ગઢીઆ સાખાના કણબીને રાજકોટને માર્ગે મારી નાખ્યો હતો. તે જગ્યાએ તે કણબીની ખાંભી છે. તે પછી તેઓના કુમારશ્રી મદારસીંહજી અને માનજીભાઈના પૌત્ર ફલજીભાઈએ ગવર્નમેન્ટમાં ગઢકામાંથી ભાગ લેવા ફરિઆદ નોંધાવી, તેથી કાઠિવાડ પ૦ એજન્ટ વેરાવલ મુકામે તે કેસને ઠરાવ આપી, ગઢકામાં અમુક ભાગ અપાવી, માખાવડનું હકપત્રક કરી આપ્યું. એ મદારસિંહજી તથા તેમના નાના ભાઈ બેચરસિંહજી વગેરે સહકુટુંબ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતા તેમણે માખાવડમાં એક વિશાળ અને સુશોભિત મંદિર ચણાવી, સ્વામિનારાયણની મુર્તિની પ્રતિષ્ઠા કરી એક શિલાલેખ નાખ્યો છે કે “આ મંદિર જાડેજાથી કેસરીસિંહજી જીજીભાઇના સુત મદારસિંહજી તથા બેચરસિંહજીએ ચણાવીને મુક્તિ પ્રતિષ્ઠા સંવત ૧૯૩૬ના ભાદરવા સુદ ૧૫ દીને કરી છે. સાધુ અક્ષર સ્વરૂપદાસજીએ પાસે રહી જણાવ્યું છે. ચણનાર મીસ્ત્રી દેવરાજ મુળજી રાજકેટ વાળા” ઉપર મુજબ લેખ કેતરાવી ધર્મ કાર્યમાં સારી સેવા કરી હતી. એ બેચરસિંહજીના પૌત્ર જાડેજાશ્રી જીવણસિંહજી (જીવુભા) વિ. સં. ૧૯૮૨માં હિતવર્ધક સભા સ્થપાઈ, તેના પ્રેસીડન્ટ થયા હતા. ત્યારપછી રાજકોટમાં રાજપુત પરીષદ ભરાઈ તે વખતે તેમણે સેનાની તરીકે જ્ઞાતિ સેવા કરી હતી. વિ. સં. ૧૯૮૮માં માખાવડ મુકામે વિભાણુ યુવક મંડળ” સ્થપાયું તેના તેઓ સેક્રેટરી નીમાયા. એ પ્રમાણે પોતાની નાની વયમાં જ્ઞાતિમાં અને ભાયાતી તાલુકામાં તેમણે સારી આબરૂ મેળવેલ છે. અને પોતે સ્વામિનારાયણના ચુસ્ત અનુયાયી છે.