________________
શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ
(૩) ઠાકેરશ્રી હાલાજી (વિ. સં. ૧૭૭૦થી ૧૮૦૯ ૩૯ વર્ષ)
ઠા. શ્રી હાલાજીના સમયમાં મેગલ બાદશાહની સત્તા નબળી પડતાં, ભાયાવદરને દેશાઈ લેકે પચાવી પડયા હતા. તેના ઉપર હાલાજીએ ચડાઈ કરી તથા ધમકી દઈ, ભાયાવદર અને આસપાસના બીજા ચાર ગામો પડાવી લીધાં ધોરાજી તથા તેની આસપાસના ગામો વસંતરાય પુરબીઓ પચાવી બેઠે હતો. તેના આગળ એક મોટું લશ્કર હતું. તેથી તેણે જુનાગઢ ઉપર ઓચિંતો છાપો માર્યો. તેથી બહાદુરખાન નવાબ ગાદી છડી વાડાસીનર નાસી ગયા, અને વસંતરાયે જુનાગઢ પણ હાથ કર્યું એ વખતે દલપતરામ નામના એક નાગર ગૃહસ્થ નવાબ સાહેબના દિવાન હતા, તેણે ગંડળના દિવાન ઈશ્વરછ બુચને લખી તેમની મારફત ઠા. શ્રી. હાલાજીની મદદ માગી. તેથી ઠા, શ્રી. હાલાજી પિતાના વીરપુત્ર કુંભાજી (ભા કુંભાજી)ને સાથે લઈ જુનાઢ ઉપર ચડયા. એ ખબર વસંતરાય પુરબી. આને થતાં, તેણે પિતાના અઢીસે સ્વારોનું લશ્કર ઠા. બી. હાલાજી સામું કહ્યું. તે બન્ને લશ્કરનો લેલ નદી આગળ ભેટો થતાં જબરી લડાઈ થઈ, અને વસંતરાયના માણસે કપાઈ જતાં, ઠા. શ્રી. હાલાજીએ જુનાગઢમાં દાખલ થઈ, ઉપરકોટને ઘેરી એવી જબરી હલ્લાં કરી કે વસંતરાય પુરબીયો તે જોર ન ખમી શકવાથી, પિતાનો દેહ બચાવી ત્યાંથી ભાગ્યો. તેથી હાલાજીએ ઉપરકેટ કબજે કરી, નવાબ સાહેબને વાડાસિનોરથી બોલાવ્યા તે આવતાં સુધી જુનાગઢ રાજ્યને કબજે ઠા. શ્રી હાલાજીએ સંભાળ્યો હતો. નવાબશ્રી બહાદૂરખાનજી વાડાસિનેરથી આવ્યા પછી ઠા. શ્રી. હાલાજીને જુનાગઢમાં ચેમાસાના ચાર માસ રોકી, તેમના ઉપકારના બદલામાં વસંતરાય પુરબીયો જે ઘરાજી નીચેના પાંચ ગામ ખાતે તે ઘોરાજી, પાંચે ગામ સહિત ઠા. શ્રી. હાલાજીને પિશાક આપી સુપ્રત કર્યું. (વિ. સં. ૧૮૦૪) જોરાજી મળ્યા પછી વિ. સં. ૧૮૦૫માં ઘોરાજી શહેરને ફરતો કિલ્લે (ગઢ) બાંધવા માટે પાયે નાખ્યો તે કિલે જલદી પુરો કરી લેવા સારૂ ગોંડળના કિલ્લાનું ચાલતું કામ બંધ રખાવ્યું. પરંતુ વિ સં. ૧૮૦૯માં તે કિલ્લો પુરો થતાં પહેલાં ઠા.શ્રી હાલાજી દેવ થયા. તેઓશ્રીને ચાર કુમાર હતા. તેમાંથી પાટવિકુમાર ભાકુંભોજી ગાદીએ આવ્યા. અને કુમારશ્રી દામાજીને ભરૂડી અને ભંડારીયું, તથા કુછી પથાજી અને કુશ્રી જેઠીજી વચ્ચે વેજા ગામ, મસીતાળું, પાટીઆળી અને ખંભાળીયા વગેરે ગામમાં ગિરાસ મળ્યો. [૪] ઠાકરશ્રી કુંભાજી (ભા કુંભાજી)વિ સંધુ ૮૪૬
૩૭ વર્ષ ઠા.થી. કુંભાજીને લેકે ભાકુંભાજી કહીને બોલાવતા. તેઓએ પોતાના પિતાશ્રીના આરંભેલા ગોંડળ, ધોરાજીના કિલાઓ પૂર્ણ કરાવ્યા. તેઓએ આસપાસની સરહદ સાચવવા છવાઈદારીનું ઘેરણ દાખલ કરી, છવાઈદારોને જમીન (ગિરાશ) આપી તેના બદલામાં અમુક ઠરાવેલી સંખ્યામાં ઘોડેસ્વારોની કરી લેતા. જેમાંના થોડા દાખલાઓ નીચે આપેલા છે. ઝાલા હરિસીંહજી, જે સ્ત્રીના મામા થતા હતા, તેને ચેરડી અને ગુંદાળા બે ગામો ખાવા આપી બદલામાં ૫૦ સ્વરોની મદદ આપવાનું ઠરાવેલ. બાપજી નામના સરવૈયા રજપુતને