________________
3८४ યદુવંશપ્રકાશ.
(પ્રથમખંડ) મહારાજા જામસાહેબનું ભાષણ “ ભાઈઓ અને બહેનો કે આજ કાલ લેડીઝ અને જેન્ટલમેન બેલવાની ફેશન છે પણ મને તો ભાઈઓ અને બહેન બલવું જ પસંદ છે. આજે તમે સવેએ મારો ઉપકાર માન્યો છે પણ ખરી રીતે આપ સર્વએ મને આભારી કીધો છે એમ હું લેખું છું. આજનો આ ભવ્ય મેળાવડો કરવા પાછળ અને તે સંતોષકારક પાર ઉતારવા માટે જે જહેમત અને કાળજી કાર્યવાહકેએ ઉઠાવી હશે તે હું સમજી શકું છું અને તેથી મને તેઓને આભાર થયેલ લેખું છું. શેઠ (ત્રીભોવનદાસે) જણાવ્યું છે કે “ આ સંસ્થા ૩૫ વર્ષ ઉપર સ્થપાયું છે. પણ તેમાં ભુલ છે આ સંસ્થા આજથી ૩૮ વર્ષ ઉપર સ્થાપીત થએલી છે કે જે વર્ષમાં મારો જન્મ થયો હોવાથી અત્રેની પ્રજાએ આ સંસ્થા મારા જન્મની ભેટ તરીકે સ્થાપી હતી એમ હું માનું છું આપની સંસ્થામાં અપાતી કેળવણી તારીફ લાયક છે. આપની આ સંસ્થા મારી માન્યતા પ્રમાણે મારા જન્મના વર્ષમાં
સ્થપાએલી હોવાથી મારે પણ તેની ઉન્નતીમાં ભાગ આપવો જોઈએ એમ સમજી તથા માનીને મારા તરફનો રૂા. ૫૦૦૧)ને અદના ફાળે તમને અર્પણ કરવાની રજા લઉં છું. (જે સભેર તાળીઓ). ભવિષ્યમાં મારી મદદ માગશો તે તે આપવાનું હું પ્રોમીસ આપું છું. જામનગરથી હજારો માઈલ છેટે આવ્યા છતાં, તમો ઘર યાને “ઘરનાને ભુલ્યા નથી તે દેખી મને આનંદ થાય છે. શેઠે વિદ્યાથીઓની કુલ સંખ્યા ૧૧૫૦)ની જણાવી, છે પણ મેં જણાવ્યું છે તેમ સંસ્થાને આજે ૩૮ વર્ષ થયા છે તો તેમાં ભણતી પ્રજાની સંખ્યા ૩૮૦૦૦ની થાય તેમ આપણે પ્રભુ પાસે ઈચ્છીશું. એ બાળકોને ઉચ GOAL આદર્શવાળા બનાવે એવી મારી બહેશ છેભણતર સાથે સાથે એક હોસ્પીટલની આવશ્યકર્તા છે. તો તે માટે બંદોબસ્ત કરવા હું સુચવું છું આપ સર્વેએ આજના મેળાવડામાં પધારી એક સાથે દર્શન કરવાનો મને જે લાભ આપે છે, તે માટે આપ સર્વને અને આ ભવ્ય મેળાવડો રચવાની તરદી લેવા માટે સ્કૂલના કાર્યવાહકેને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આપણું ગુજરાતી બોલનારી પ્રજાના ભાઇઓની એકત્ર હાજરી અત્રે જોઇને મને ભારે આનંદ ઉપજે છે, ઈશ્વર આપ સવને સુખી રાખો” (તાળીઓ) ત્યારપછી કલકત્તાના જાણીતા શાહ વેપારી શેઠ નરભેરામ ઝવેરચંદ તરફથી આજના પ્રસંગની ખુશાલીમાં વિદ્યાર્થીઓને મીઠાઈ તથા રૂમાલે વહેંચવા રૂ.૪૦૧)ની રકમ ભેટ આવી હતી. છેવટમાં શેઠ ત્રીભોવનદાસ હીરાચંદે નામદાર મહારાજા જામસાહેબે જે રૂ. ૫૦૦૧)ની ઉદાર ભેટ આપી તે માટે આભાર માની મેળાવડો બરખાસ્ત કરવાની અરજ ખુ. ના. મહારાજા સાહેબને કરી હતી. મેળાવડે વિસર્જન થયા બાદ મહારાજા જામસાહેબ, વંદે માતરમ તથા ખુશાલીના મેટા પાકારે વચ્ચે પલેક સ્ટ્રીટમાંથી પાસે જ એઝરા સ્ટ્રીટમાં આવેલા ગુજરાતી સહાયકારી દવાખાનાની મુલાકાતે પધાર્યા હતા. ત્યાંના