________________
२४ શ્રીયદુવંરા પ્રકાશ
[દ્વિતીયખંડ કરી. તેમાંથી તે લશ્કરને સિસાંગ તાલુકદારના માણસો સાથે વધારે પડતી તકરાર થઈ, અને કઈ વિસંતોષી માણસે આરબેને કહ્યું કે “આ ગામમાં માણકી જાતની ઘડીઓ બહુજ સારી છે.” તેથી આરબએ બાપુ અને જમાદાર આવે તે પહેલાં હલ્લાં કરી ઘેડીયું છોડી લેવાનો વિચાર કરી ધિંગાણું કર્યું. ગામમાં જાણ થતાં રજપુતે ચઢી આવ્યાં અને તેમાં અગીઆર તે મિંઢોળબંધ કુમારો હતા, જેઓ તે ધિંગાણામાં કામ આવ્યા. તેટલામાં ઠાકર રણમલજી અને જમાદાર આવી પહોંચ્યા એ ચાલતું ધીંગાણું જોઈ રણમલજીએ જમાદારને કહ્યું કે “આત ગજબ થયો. સિસાંગવાળા તાલુકાદાર અમારા ભાઇયું છે તેની સાથે વગર કારણે આબેએ ધિંગાણું કર્યું માટે તમે સમજાવી બંધ કરાવો.” તે ઉપરથી જમાદારે આરબોને શાંત પાડયા. અને ઠાકોર રણમલજી ત્યાંથી પગપાળા ચાલી ગામને ચોરે આવ્યા. પિતાના ભાઈઓ (તાલુકદારો) પાસે ઘણુજ દીલગીરી જાહેર કરી જણાવ્યું કે “આરબ આપણું ભાષા સમજતા નહિં હોવાથી કાઈ વિનસંતોષી માણસે ઉશ્કેરી આ કૃત્ય કરાવ્યું છે, તેમ સમજાવી માફી માગી. તાલુકદારોને પણ એ વાત સત્ય જણાતાં તેમજ તે આરબો રણમલજીના છે તેવી ખબર ન હોવાથી તે બનાવ બની ગયો. તેવું જાણી અરસ્પરસ માફી માગી સામસામો કસુંબો પીધે. રણમલજી ત્યાંથી તુરત ચઢી નીકળ્યા, અને જુનાગઢનું માખીઆળા ગામ ભાંગી લંદી) તેની માલમિલકતનાં ગાડાં ભરાવી આાર સાથે ખિરસરા તરફ રવાના કર્યા. અને પોતે તથા જમાદાર ૧૫૦ સ્વાર સાથે જુનાગઢની વાર માટે રોકાયા. તે ખબર જુનાગઢ થતાં, નવાબ હામદખાનજીએ પોતે ચઢવાની તૈયારી કરી. તેટલામાં કુશળ નાગર ગૃહસ્થ કે જેઓ દિવાન હતા. તેઓએ નવાબ સાહેબને સમજાવ્યા કે “સાહેબ જુનાગઢના ઝાંપામાં ગામ ધોળે દહાડે આવીને ભાંગ્યું, તે કાંઈ કાચા નહિં હોય, તેમજ આપ વખતેવખત ખીરસરે જઈ રણમલજીની ખબર લેવાનું કહેતા તે શબ્દોને લીધે જ આ બનાવ બન્યો છે. માટે આપ ખુદ ચડાઈ નહીં કરતાં મને હુકમ આપો.' તે ઉપરથી કારભારી લશ્કર લઈ માખીઆળે આવીને તપાસ કરે છે તે ખબર મળ્યા કે આપની વાટ જોઇને રણમલજી હમણુંજ ગયા. તે જાણી દિવાન પાછળ ચડયા નહિં. અને રણમલજી બધો માલ લઈ સહિસલામત ખીરસરે પહોંચ્યા.
ઠાકરથી રણમલજી પાસે હોથી અટકના સંધીઓ રહેતા હતા. એક દહાડો તેમાંનો એક હાથી માછલાં મારી બજારમાંથી ખુલ્લાં લઈ આવતાં મહાજનની (હિન્દુઓની) લાગણી
ખાણી અને સૌએ તે વિષે રણમલજી પાસે જઈ અરજ કરી. તે ઉપરથી હાથીએ ખુલ્લાસો કર્યો કે “સાહેબ લીલાં છમ જેવાં માથાં આપીએ છીએ. તે અમારું ખાજ હેઇ, કોઈક દિવસ અમે લાવીએ તેમાં શું?” રણમલજી કહે એ ખરું, પણ એ બધું ખાનગી થાય, હિન્દુઓની લાગણી ન દુભાવવી જોઈએ. એમ કહી હિન્દુધર્મને પક્ષ રાખી સંધીને ઠપકે આપ તુરતજ તે: સંધી તરવાર લઈ જામનગર ગયા. અને મેરૂ ખવાસને ઉશ્કેરી તેના ભાઈ ભવાનની દેખરેખ નીચે એક લશ્કર ખીરસરા ઉપર લઈ આવ્યા. તે વખતે ભાયાતે તથા ઠાકરશ્રી રણમલજી ગામડામાં ખળાં ભરવા ગયા હતા. તેથી રાત્રે રણમલજીના નાનાભાઈ અગાભાઈ દરવાજા બંધ કરી કિલ્લાનું રક્ષણ કરવા લાગ્યા. સવાર પડતાં વહેલા ગામમાં બીજા જે સંબંધીઓ રહેતા હતા તે તથા આરઓએ અગાભાઇની સાથે રહી કિલ્લા ઉપરથી ગોળીબાર શરૂ કર્યો. સુદ