________________
૪
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ दीन दयाळु बडे क्रिपाळु अगके दाता, मायाल देबके ताता असुरांकां मार संसार सागरं मध्ये पारही उतारे सांया एक प्रभु बिना दुजो नाहिं को आधार पति तीन लोकहुंकी भगती मातम पावे, अतिसे भरोसा आवे शामका अथाग पतित पावनं थावे जावे पापहुंका पुंज, भावे सचिपति गावे वाका मोटा भाग अजामेळ पायो गति अहल्या शिलातें उठी, गीधही गनीका गजराज गाळा गेम पंचाळी निभावे लाज सभामें चीरही पुरे, कहो दासहुंकी वारे नावे स्वामि केम सदामा तांदुल पावे अतागं समापे सधि, पेयजु आरोगी राख्यो नामाको प्रमाण मांडणकुं बहुनामी मोळीयो बंधायो माथे. नरसीकु दीधो हार हाथसें नाराण एसा काम कीघ अगे बीसरेगो केम अबे, सबे काम साधी लेजो मळ्याहे समाज प्रगट प्रभुही जबे भजे तबे पार पावे महामे'र पृथिमाथे करीहे माराज
પછી રામાનંદ સ્વામીએ કચ્છમાંથી આવીને સ્વામિનારાયણને ભાગવતી દીક્ષા આપી સહજાનંદસ્વામિ એવું નામ પાડયું. જોકે તેમનું બીજું નામ સ્વામિનારાયણ કહેવા લાગ્યા પછી સંવત ૧૮૫૮માં રામાનંદ સ્વામીએ પિતાની ગાદી સ્વામીનારાયણને સોંપીને પિતે દેહ ત્યાગ કર્યો. આ વખતે સ્વામિનારાયણની ઉમર ૨૧ વરસની હતી, પણ તેનો ચમત્કાર જોઇને મુકતાનંદ સ્વામિ આદિક સાધુઓ તથા રામાનંદ સ્વામીના અન્ય શિષ્યો તે સર્વે સ્વામિનારાયણને ઈશ્વર રૂપ માનવા લાગ્યા.
! સમાધિ વિષે પછી સ્વામિનારાયણે માંગરોળમાં જઈને સમાધિનું પ્રકરણ ચલાવ્યું. સમાધિ બે પ્રકારની છે. એક હઠગની અને બીજી રાગની તેમાં આસનવાળી પ્રાણાયામ કરીને એટલે પ્રાણને નિયમમાં લાવીને અભ્યાસ કરી કેટલાક યોગીઓ. સમાધિ ચડાવે છે તેને ‘હઠયોગ ની સમાધિ કહે છે. અને ઈશ્વરનું ધ્યાન કરતાં તથા તેને મહિમા વિચારતાં અતિ આશ્ચર્ય ઉપજે, શરીરના રૂંવાટાં ઉભા થાય, આંખમાં આંસુ આવે પછી પ્રેમની અતિશય અસર થવાથી, નાડી અને પ્રાણ ચાલતાં બંધ થાય તેને “રાજની સમાધિ કહે છે. તે સમાધિવાળાને જે પિતાના અંતઃકરણમાં ભાવ હોય તેવા ભગવાનનું અને ધામનું તથા રૂપનું દર્શન થાય છે. સ્વામિનારાયણના શિષ્યો હઠગની સમાધી કરતા નહોતા, પણ સ્વામિનારાયણના કેટલાક શિષ્યો તેમના સામું જોતા, કે પરગામમાં રહીને સ્વામિનારાયણનું ધ્યાન કરતા અતિશય પ્રેમાતુર થવાથી તેનાં નાડીને પ્રાણ બંધ થઈ જતાં હતાં અને ઇચ્છિત ધામનું દર્શન થતું હતું. એવી રાજગની સમાધિ થતી હતી. તેમજ સ્વામિનારાયણનો શિષ્ય નહોય પણ તેમની પાસે જઈને આંખે આંખ મેળવે એટલે તેને સમાધિ થતી હતી.
અંગ્રેજી ભણનારા કેટલાએક એમ ધારે છે, જે તે.મેમેરીઝમની ક્રિયા કરતા હશે, પણ આતે સ્વામિનારાયણ રૂબરૂમાં નહિં છતાં તેમનું ધ્યાન ધરવાથી સમાધિ થતી હતી. સ્વામિનારાયણે દેહ મુક્યા પછી, પણ ત્રીશ વરસ સમાધિનું પ્રકરણ ચાલતું હતું. સ્વામિનારાયણને ધર્મ સમાધિના પ્રકરણથી ઘણોજ વધવા લાગે, કચ્છ, ગુજરાત અને કાઠીઆવાડમાં સ્વામિનારાયણ જ્યાં જ્યાં ફર્યા, ત્યાં તેમના ઉપદેશથી તથા તેમના સાધુઓના ઉપદેશથી ધર્મ વધવા લાગે.