________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતિયખંડ નીવડે લાવી તાલુકાની સરહદની ચોખવટ કરી હતી. ખેડુતોને પુર્ણ ભાવથી બોલાવતા અને તેઓને દરેક પ્રકારની મદદ આપી, નવાં નવાણ ગળાવી, બંધાવી, ખેતીને સંપૂર્ણ ખીલવી તાલુકાની આબાદી, કરી હતી, તેમજ રાજકોટ સ્ટેટ અને લોધીકા એકજ ધર છે, એમ માની પિતાના ભીંચરી ગામની સરહદમાંથી લાલપરી નદીનું વહેતું પાણી લાલપરી તળાવમાં આપવા, રાજકોટના નામદાર ઠાકરસાહેબ સાથે યોગ્ય કેલકરાર કરી, રાજકોટ શહેરને પાણી પુરું પાડવાની, એ, ઉદારતા દાખવી હતી, એ વ્યવહારિક કાર્યની સાથે દર સાલ જુનાગઢ ભીમએકાદશીના સમયે ( સ્વામિનારાયણના મંદીરમાં ) જતા. તેમજ બંને દેશના આચાર્ય મહારાજેને પધરાવી યોગ્ય સેવા કરી હતી. તેમજ બાપુશ્રીએ રચાવેલા પુરૂષોત્તમ ચરિત્ર અને છંદ રત્નાવલિ' નામના ગ્રંથની પ્રતો જુનાગઢ મંદીર નીચેના દરેક ગામોના
– બુરાનપુર વિષે – એક સાધુને સ્વામિનારાયણે આજ્ઞા કરી કે તમે બુરાનપુર જઈને ચોમાસુ રહે. અને ત્યાં સત્સંગી એકે નથી. પણ તમે ઉપદેશથી ઘણા સત્સંગીઓ કરીને કાર્તકીના સમૈયાપર ત્યાંને સંધ લઈને વડતાલ આવજે, ત્યારે તે સાધુએ કહ્યું કે “મહારાજ હું કાંઈ ભણ્યો નથી. મારા ઉપદેશથી એ અજાણ્યા ગામના લેકે પિતાના બાપદાદાનો ધર્મ છેડીને સત્સંગી શી રીતે થશે? ત્યારે મહારાજે કહ્યું કે “તમે મારી આજ્ઞા માનીને ત્યાં જાઓ. તમારામાં પ્રવેશ કરીને હું બોલનાર છું. પછી તે સાધુએ ત્યાં જઈ ચોમાસુ રહી લેકેને ઉપદેશ કર્યો, તેથી આસરે ૫૦૦ માણસ સત્સંગી થયા અને તે બાઈઓ અને ભાઈઓનો સંઘ લઈ કાર્તકી અગિઆરસ ઉપર વડતાલ આવ્યા, તે પછી તે ખાનદેશમાં તે ધર્મ ઘણો ફેલાયો છે. અને ત્યાં કેટલાએક ગામમાં મંદિરો પણ થયાં છે.
તેમજ સ્વામિનારાયણે કંઈ કારણથી કાઢી મૂકેલા એક સાધુએ ધર્મપુરમાં જઈને રાણી કુશળકુંવરબાને સત્સંગ કરાવ્યો. તે બાઈએ સ્વામિનારાયણને ધરમપુરમાં તેડાવીને સારી રીતે સન્માન કર્યું હતું.
અંતકાળે દશનઆ નીચે લખેલ બનાવ સ્વામિનારાયણના વખતમાં ઘણો જોવામાં આવતો હતો અને સ્વામિનારાયણે દેહ મુક્યા પછી પણ કેટલાએક વરસ સુધી ઘણું ચાલ્યુ, તે પછી જેમ જેમ વધારે વધારે વરસ થતા ગયાં, તેમ તેમ તે ચાલ ઘણે ઓછો થતો ગયો. સાંપ્રતકાળમાં પણ કાઈકોઇ ઠેકાણે એવો બનાવ બને છે ખરે. તે એમકે સ્વામિનારાયણના શિષ્ય બાઈ કે ભાઈને અંતકાળ થાય ત્યારે તે કહે છે કે, મને સ્વામિનારાયણ તેડવા આવ્યા છે. કોઈ વખતે તે તેના પાડોશી સ્વામિનારાયણના ધર્મમાં ન હોય, તેવા પણ કહે છે કે આજ રાતે મેં સ્વામિનારાયણને અથવા તેમના સાધુને આ માંદા માણસના ઘરમાં પેસતાં દીઠા પછી તે માંદે માણસ દેહ છોડી દેતો હતો.
પ્રતિપક્ષીઓ કટલાએક એવું કહેતા હતા કે એ ઢોંગ કરે છે. પણ એક લખનાર કહે છે કે, “જીવને ઘણી પીડા થાય ત્યારે શરીરમાંથી જીવ નીકળે છે અને મરવા વખતે માણસ નિરાસ થઈને કોઈની સાથે પ્રથમ લડો હોય તો તેની માફી માગે છે. જુઠું બોલ્યા હોય કે ખોટું કામ કર્યું હોય તેને પસ્તાવો થાય છે એવી વખતે ઢોંગ કરવાનું કોઈને સુઝે ખરું?