________________
તૃતીય કળા]
લેધીકા તાલુકાને ઈતિહાસ. અને લોધીકા તળપદમાં જે ઘણુજ જુના વખતનો દરબારગઢ હતો ત્યાં નવો દરબારગઢ બંધાવ્યો, તેમાં જનાનાવિભાગ. રસોડાવિભાગ, કોઠાર, ભંડાર, ચોપાટ, અને ઉપર વિશાળ કચેરીરૂમ બને બાજુ ગેલેરીવાળે, એવો ભવ્ય દરબારગઢ બનાવ્યો હતો. તેઓની રાજ્યકાર્ય કરવાની કુશળતા એ સમયના રાજ્યકર્તાઓમાં શ્રેષ્ટ હતી. પોતાના ભાયાતી તાલુકામાં સર્વ તાલુકદારો તેઓ નામદારની સલાહ લઈ વ્યવહારિક કાર્ય કરતા. તેવા તેઓ વ્યવહાર-દક્ષ રાજવિ હતા. તેમનો વિવેક અને સાદાઈ, ભલભલાને મોહ ઉત્પન્ન કરે તેવા હતા. કારભારી પણ દરબારશ્રીની સલાહ પ્રમાણેજ કાર્ય કરના. તેમના વખતમાં ગિરાસ-ચાસના સિમાડા વગેરેની અનેક તકરારો ઉત્પન્ન થઈ હતી. પરંતુ પોતાના બુદ્ધિબળથી એ અટપટી તકરારોને
ત્યારે કાટવાળે વળાવવા જતાં પોતાના બાગમાં સ્વામિનારાયણની સ્તુતિ કરીને કહ્યું કે “મહારાજ મારૂં ક૯યાણ શી રીતે થશે? ત્યારે તેમણે પોતાને માથે જે પાઘ પહેરી હતી તે આપી અને કહ્યું કે “આ પાઘની નિત્ય પૂજા કરો અને મારા નામની રોજ પાંચ માળા કરવજે. અધર્મથી ડરજો અને ઘમ ઉપર આસ્થા રાખજો. તેથી તમારું કલ્યાણ થશે અને અંતકાળે હું તેડવા આવીશ” પછી તે પાઘ કાટવાળ અરદેસરજીએ પિતાને ઘેર કાચના ધરામાં રાખી અને તેની તેઓ રોજ પુજા કરતા અને માળા ફેરવતા હતા. એક પારસી વિદ્વાને અરદેશરના જન્મ ચરિત્રની ચોપડી પાળી પ્રસિદ્ધ કરી છે તેમાં તેની નિપુણતાનું બહુ સારૂં ખ્યાન કર્યું છે, તેના ફારસી અને અંગ્રેજી અભ્યાસ માટે બહુજ તારીફ કરી છે. તેમાં લખ્યું છે કે
એટલી હશિઆરી છતાં પારસી થઈને હિંદુના દેવ સ્વામિનારાયણની પાઘડી પુજતા હતા અને તેમના નામની માળા ફેરવતા હતા. વરસો વરસ કારતક સુદર ને દિવસ સુરતના સર્વે હરિભકતોને, પોતાના મિત્ર પારસીઓ વિગેરે સર્વે બાઈ ભાઈને અને સ્વામિનારાયણના જેટલા સાધુ ત્યાં હોય તેમને બોલાવીને તે સર્વની સમક્ષ સ્વામિનારાયણની પાઘની પુજા કરતા હતા. છેવટે સાધુઓની પુજા કરીને કુલના હાર પહેરાવતા હતા. પાઘડીની આરતિ ઉતારતા અને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરતા હતા. મોટી કથરોટોમાં પતાસાનું નૈવેદ્ય કરીને સર્વને વહેંચતા. પછી સાધુઓ તથા હરિ ભકતો કીર્તન ગાતા હતા. સંવત ૧૯૦૭ની સાલમાં એલેકઝાન્ડર કીંક ફાર્બસ સાહેબ સુરતમાં આસિ. જડજ હતા. તેથી કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇ તેમની સાથે સુરતમાં હતા. તેઓ બન્ને કારતક સુદ રને દહાડે ખા. બા. અરદેસરને ઘેર પુજા વખતે પાધના દર્શન કરવા ગયા હતા ત્યાં અરદેશર પાઘની પુજા કરી રહ્યા પછી કવિએ એક સર્વે કહ્યો હતો. તે નીચે પ્રમાણે :
पदत्राण दीये प्रभु पुजनकुं, जब भ्रातकी भक्ति भली लगीयां, ॥ हनुमंतकु तेल कटोरी दीनी, जब सीयकी शुध लीनी बगीयां; ॥ महेता नरसिंहकु हार दियो, जब जीभमें भक्ति भली जगीयां; ॥ अरदेशरकू दलपत्त कहे, परमेश्वर रोझ दीनी पगीयां ॥ १ ॥
દેશ પરદેશના સત્સંગીઓના સંધ જ્યારે સુરતમાં જાય છે, ત્યારે અરદેશરજીને ઘેર તે પાઘનાં દર્શન કરવાને જાય છે. તેમજ કેટલાએક બેજા, મુમના અને બીજા મુસલમાને પણ ઘણુ સત્સંગી થયા છે.